લીંબુ અને કોલસા ખાઈને 5 દિવસ નિર્જન ટાપુ પર રહ્યો આ વ્યક્તિ, આ રીતે બચ્યો તેનો જીવ

Viral News : બ્રાઝિલના એક નિર્જન ટાપુ પર એક વ્યક્તિ 5 દિવસ ફસાયેલો રહ્યો. તેણે આ 5 દિવસ કઈ ભોજન યોગ્ય વસ્તુના મળતા કોલસા અને 2 લીંબુ ખાઈને રહેવુ પડયુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 11:51 PM
બ્રાઝિલના રિયો શહેરમાં એક વ્યક્તિ તોફાની દરિયાઈ મોજામાં વહી નિર્જન ટાપુ  પર પહોંચ્યો હતો.  પોતાનો જીવ બચાવવા માટે તેણે બનતુ બધુ કર્યું.જ્યારે તેને તરસ લાગી ત્યારે તેણે દરિયાનું મીઠું પાણી પીધું. તેણે દરિયાના મોજા સામે લડીને પોતાની જગ્યાએ પાછા ફરવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યો.

1 / 5
51 વર્ષના નેલ્સન નેડી રિયો ડી જાનેરોના ગ્રુમારી બીચ પર હતા, દરિયાના મજબૂત મોજાને કારણે તે ડૂબવા લાગ્યા.  તે ડૂબવાથી બચવા માટે લગભગ 3 કિમી સુધી દરિયામાં તર્યો હતો. ત્યારબાદ તે પાલમાસ ટાપુ પર ફસાયો હતો.

2 / 5
તેણે લીંબુ અને કોલસાથી પોતાનું પેટ ભર્યું જે કદાચ કોઈએ ત્યાં છોડી દીધો હશે. નેલ્સને કહ્યું, 'ત્યાં બીજું કંઈ નહોતું, પછી મેં એક ગુફા જોઈ. બીજા દિવસે મને લાગ્યું કે હું પોતે ઠીક છું, તેથી મેં તે ટાપુ પર હાજર વસ્તુઓની તપાસ કરવાનું શરૂ કર્યું, અને એક તંબુ મળ્યો જેની અંદર બે લીંબુ જમીન પર રાખવામાં આવ્યા હતા, જે મેં તેને નારંગીનું ફળ માનીને થોડું થોડું ખાધુ.આ ફોટોમાં તમે જોઈ શકો છો કે દરિયાના જોરદાર મોજામાં ઘસવાને કારણે તેની પીઠની હાલત કેવી થઈ ગઈ હતી.

3 / 5
તેણે ટીવી પર વાંદરાઓને કોલસો ખાતા જોયા હતા. તેથી જ તેણે કોલસો ખાઈને પેટ પણ ભર્યું. તેના આશા હતી કે તેના મિત્રો અને પરિવારજનો તેને શોધી જ કાઢશે.

4 / 5
તેણે કહ્યુ કે, 'મને તંબુમાં એક ધાબળો મળ્યો, જેને મેં હવામાં લહેરાવાનું શરૂ કર્યું જેથી કોઈ જોઈ શકે. મેં તરીને પાછા જવાનો પ્રયત્ન કર્યો પણ દરિયાના મોજા મને હંમેશા પાછળ ધકેલી દેતા. 5 દિવસ પછી મેં એક મોટરબોટ જોઈ જેમાં કેટલાક લોકો હતા. પછી મેં મારું ટી-શર્ટ હવામાં લહેરાવવાનું શરૂ કર્યું. જેના થકી તેમણે મારા સુધી મદદ પહોંચાડી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">