સોનાના વધતા ભાવથી આ 6 સ્ટોકમાં આવશે ‘મોટો ઉછાળો’, તમારા પોર્ટફોલિયોમાં કયા કયા શેર છે?

સોનાના ભાવમાં આવેલી રેકોર્ડબ્રેક તેજી હવે શેરબજારમાં રોકાણકારો માટે કમાણીનો નવો રસ્તો ખોલી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ, દેશમાં સોનાના વધતા વપરાશ અને મોનેટાઇઝેશનને કારણે કેટલાંક મજબૂત શેર્સ છે, જેમને આ તેજીનો સીધો અને મોટો ફાયદો મળવા જઈ રહ્યો છે. એક્સપર્ટે એવા પાવરફુલ શેર્સ પર મોટો દાવ લગાવ્યો છે કે, જેને સોનાના ભાવ વધવાનો સૌથી વધુ ફાયદો થશે.

| Updated on: Aug 29, 2026 | 6:51 PM
1 / 6
સોનાના ભાવમાં તેજીનો ફાયદો ફક્ત સોનું ધરાવતા પરિવારોને જ નહીં પરંતુ ગોલ્ડ લોન, જ્વેલરી, એક્સચેન્જ અને સિલ્વર સાથે જોડાયેલા શેર્સને પણ મળી શકે છે. Jefferies નું માનવું છે કે, ભારતમાં ઘરોમાં રાખવામાં આવેલું આશરે 25,000 ટન સોનું વધતા ભાવ વચ્ચે મોટી સંપત્તિ બની ચૂક્યું છે. તેના વધતા મોનેટાઇઝેશન એટલે કે સોના સામે લોન લેવાથી કેટલીક કંપનીઓના કારોબારને ફાયદો થઈ શકે છે.

2 / 6
રિપોર્ટ અનુસાર, ભારતીય પરિવારો પાસે આશરે 25,000 ટન સોનું છે, જેનું મૂલ્ય માર્ચ 2026 સુધીમાં લગભગ 4 લાખ કરોડ ડોલર એટલે કે આશરે 3,70,000 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. આ રકમ ભારતીયોના શેરોમાં રોકેલા નાણાં કરતાં આશરે 4 ગણી અને બેંક ડિપોઝિટ કરતાં આશરે 2 ગણી છે. ઘરગથ્થુ સંપત્તિમાં કુલ સોનાનો હિસ્સો આશરે 25 ટકા છે. માર્ચ 2026 સુધીમાં ભારતમાં ગોલ્ડ લોનની સાઈઝ આશરે 1,9700 કરોડ ડોલર એટલે કે લગભગ 18 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં ડોલરના સંદર્ભમાં ગોલ્ડ લોનમાં આશરે 73 ટકાનો વધારો થયો છે. આ બેંક અને NBFC ની કુલ લોનના આશરે 7 ટકા છે.

3 / 6
Jefferies એ સોનાના વધતા ભાવ અને ગોલ્ડ લોનના વધતા ઉપયોગ પર Manappuram Finance ને પસંદગીના શેરોમાં એડ (Add) કરેલ છે. સોનાનો ભાવ વધવા પર ગ્રાહકો તે જ સોના સામે વધુ લોન લઈ શકે છે. આનાથી ગોલ્ડ લોન કંપનીઓના Loan AUM અને વ્યાજની આવકમાં વધારાની શક્યતા બને છે. Jefferies નું માનવું છે કે, ઘરગથ્થુ સોનાનું ઔપચારિક ચેનલ દ્વારા મોનેટાઇઝેશન હજુ શરૂઆતી સ્તર પર છે, તેથી આગળ ગ્રોથની ગુંજાઈશ બનેલી છે.

4 / 6
ગોલ્ડ લોન કારોબારમાં Muthoot Finance અને IIFL Finance પણ સંભવિત લાભાર્થી હોઈ શકે છે. સોનાના ભાવમાં તેજી અને સોનાને ગીરવે મૂકીને લોન લેવાના વધતા વલણથી આ કંપનીઓના ગોલ્ડ લોન કારોબારને ફાયદો થઈ શકે છે. ખાસ કરીને જો ગ્રામીણ અને ઓછી આવક ધરાવતા પરિવારો સોના સામે લોન લઈને પોતાની જરૂરિયાતો કે કારોબારમાં નાણાં રોકે છે, તો તેની અસર આ કંપનીઓના કારોબાર પર પડી શકે છે.

5 / 6
સોનાનો ભાવ વધવાનો ફાયદો જ્વેલરી કંપનીઓને પણ મળી શકે છે. Jefferies એ Titan અને Kalyan Jewellers ને સંભવિત લાભાર્થીઓમાં એડ (Add) કરેલ છે. મોંઘા સોના છતાં ભારતીય પરિવારોમાં સોના અને જ્વેલરીની માંગ જળવાઈ રહે છે. આ સિવાય જૂની જ્વેલરી વેચીને કે એક્સચેન્જ કરીને નવી જ્વેલરી ખરીદવાની પ્રવૃત્તિ પણ વધી શકે છે. સોનાના ભાવ અને ટ્રેડિંગ વોલ્યુમમાં વધારાનો ફાયદો MCX ને મળી શકે છે. હવે જ્યારે સોના અને અન્ય કમોડિટીમાં વધુ ઉતાર-ચઢાવ થાય છે, ત્યારે ટ્રેડિંગ એક્ટિવિટીઝ વધી શકે છે. આનાથી એક્સચેન્જના કારોબાર અને ટ્રાન્ઝેક્શન વોલ્યુમને સપોર્ટ મળી શકે છે.

6 / 6
Gold rally ની સાથે Silver માં તેજીની શક્યતાને જોતા Jefferies એ Hindustan Zinc ને પણ પોતાના મોડેલ પોર્ટફોલિયોમાં એડ (Add) કરેલ છે. કંપની ચાંદીની એક મોટી ઉત્પાદક છે અને તેથી ચાંદીનો ભાવ વધવાથી કંપનીની કમાણીને ફાયદો થઈ શકે છે. ટૂંકમાં, Hindustan Zinc નો ફાયદો સીધો સોનાના ભાવથી નહીં પરંતુ સિલ્વર થીમ સાથે જોડાયેલો છે.

Follow Us
Loading...
Unable to load recommendations.