AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : પહેલાં 2027 વર્લ્ડ કપ, પછી T20માં વાપસી? રોહિત શર્માના વાયરલ વીડિયોએ જગાવી ચર્ચા

રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની ODI સિરીઝમાં રમશે. જે 2027 ODI વર્લ્ડ કપ માટે મહત્વપૂર્ણ છે. આ પહેલા, રોહિતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે પોતાની લાગણી વ્યક્ત કરી છે.

Trending Video : પહેલાં 2027 વર્લ્ડ કપ, પછી T20માં વાપસી? રોહિત શર્માના વાયરલ વીડિયોએ જગાવી ચર્ચા
Rohit SharmaImage Credit source: PTI
| Updated on: Oct 29, 2026 | 8:39 AM
Share

રોહિત શર્મા હાલમાં ભારત માટે ફક્ત ODI ફોર્મેટમાં રમે છે. તેણે ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લીધી છે. તાજેતરમાં, સમાચાર સામે આવ્યા હતા કે પસંદગીકારો 2027 ODI વર્લ્ડ કપ ટીમ માટે રોહિતને સિલેક્ટ કરવાના નથી. આના કારણે ODI માંથી તેની સંભવિત નિવૃત્તિની વાતો પણ શરૂ થઈ હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. રોહિત છેલ્લી સિરીઝમાં સારા ફોર્મમાં હતો અને હવે તે ન્યૂઝીલેન્ડ સિરીઝ માટે સખત મહેનત કરી રહ્યો છે. દરમિયાન, તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

હાલ શુભમન ગિલ ODIનો કેપ્ટન છે

રોહિત શર્માને ODI કેપ્ટનશીપમાંથી દૂર કરવામાં આવ્યો છે અને શુભમન ગિલને નવો કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. જે 2027 ODI વર્લ્ડ કપમાં પણ ટીમનું પણ નેતૃત્વ કરશે. જ્યારે રોહિત ઇંગ્લેન્ડ પ્રવાસ પર સારું પ્રદર્શન કરી રહ્યો ન હતો, ત્યારે સમાચારોએ બધાને ચોંકાવી દીધા. એવી અફવા હતી કે તે લોર્ડ્સ મેચ પછી ODI માંથી નિવૃત્તિ લેશે, કારણ કે એક અધિકારીએ તેને (રોહિત) જાણ કરી હતી કે તેનો વર્લ્ડ કપ માટે વિચારણા કરવામાં આવી રહી નથી. જોકે, BCCI એ પાછળથી તે અહેવાલોને નકારી કાઢ્યા હતા.

રોહિત શર્માનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

રોહિતનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે તેના શો (ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા) નો છે. વીડિયોમાં, જ્યારે રોહિતને પૂછવામાં આવે છે કે, “તમે ઈમરજન્સી કોને બોલાવશો, શુભમન ગિલ કે શ્રેયસ ઐયર?” રોહિત જવાબ આપે છે, “બંને કેપ્ટન છે. શુભમન ગિલ હાલમાં મારો કેપ્ટન છે. મારે 2027 ODI વર્લ્ડ કપમાં રમવું છે. મારે તેને ખુશ રાખવો પડશે.” રોહિતે મજાકમાં ઉમેર્યું, “જો હું 27 પછી T20 માં વાપસી કરવા માંગુ છું, તો મારે શ્રેયસ ઐયરને ખુશ રાખવો પડશે.” એ નોંધનીય છે કે ભારતે રોહિતની કેપ્ટનશીપ હેઠળ 2024 T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ તેણે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

જુઓ Video

આ પણ વાંચો, WPL 2027 Mini Auction: 25 ખેલાડીઓ પર લાગ્યો દાવ, યુવાઓ પર ફ્રેન્ચાઇઝીઓનો વિશ્વાસ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">