AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 15 વર્ષની ઉમા કાશ્વીએ રચ્યો ઈતિહાસ, WPLમાં સૌથી નાની ઉંમરની ખેલાડી બની

તાજેતરમાં લાઈવ મેચ દરમિયાન વાંદરાએ હુમલો કર્યો હતો તે જ ખેલાડીએ હવે મહિલા પ્રીમિયર લીગમાં ઇતિહાસ રચી દીધો છે. 15 વર્ષની ઉમા કાશ્વીએ WPLમાં સોલ્ડ થનાર સૌથી નાની ઉંમરની ખેલાડી બની ગઈ છે. દિલ્હી કેપિટલ્સ દ્વારા ઉમા કાશ્વીને ખરીદવામાં આવી હતી.

Breaking News: 15 વર્ષની ઉમા કાશ્વીએ રચ્યો ઈતિહાસ, WPLમાં સૌથી નાની ઉંમરની ખેલાડી બની
Uma KashviImage Credit source: X/WPL
| Updated on: Oct 28, 2026 | 9:05 PM
Share

કોચીમાં યોજાયેલી મહિલા પ્રીમિયર લીગ 2027 ની હરાજીમાં ઇતિહાસ રચાયો હતો. દિલ્હી કેપિટલ્સે 15 વર્ષની ઓલરાઉન્ડર ઉમા કાશવીને તેમની ટીમમાં સામેલ કરી હતી. ઉમા કાશવી મહિલા પ્રીમિયર લીગના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરની ખેલાડી છે. તેણીએ અંશુ નાગરનો રેકોર્ડ તોડ્યો હતો, જેને ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સે સાઇન કરી હતી. અંશુ નાગરને પણ 15 વર્ષની ઉંમરે મહિલા પ્રીમિયર લીગની હરાજીમાં ટીમમાં સંલે કરવામાં આવી હતી, પરંતુ ઉમા કાશવી તેના કરતા ત્રણ મહિના નાની છે.

WPL ઇતિહાસની સૌથી નાની ઉંમરની ખેલાડી

ઉમા કાશવી મહિલા પ્રીમિયર લીગની હરાજીના ઇતિહાસમાં વેચાયેલી સૌથી નાની ઉંમરની ખેલાડી બની છે. દિલ્હી કેપિટલ્સે તેણીને તેની મૂળ કિંમત ₹10 લાખમાં ખરીદી હતી. કર્ણાટકની ઓલરાઉન્ડર ઉમા કાશવી તેની ઉંમરના કારણે હરાજી પહેલા જ સમાચારમાં હતી. તેણી માત્ર 15 વર્ષની છે, તેનો જન્મ 9 એપ્રિલ, 2011 ના રોજ થયો હતો.

ઉમા કાશવી કોણ છે?

ઉમા કાશવી કર્ણાટકની રહેવાસી છે. તેણી તાજેતરમાં ભારતીય અંડર-19 ટીમ માટે રમી હતી. તેણીએ શ્રીલંકા અંડર-19 ટીમ સામે ત્રણ T20 મેચમાં ચાર વિકેટ લીધી હતી. તે હાલમાં કર્ણાટક અંડર-19 ટીમની ભાગ છે. ઉમા કાશવીએ માત્ર 12 વર્ષની ઉંમરે જુનિયર ક્લબ-સ્તરની આંતર-શાળા ટુર્નામેન્ટમાં બેવડી સદી ફટકારી પોતાનું નામ બનાવ્યું હતું.

ચાલુ મેચમાં વાંદરાએ હુમલો કર્યો હતો

22 ઓક્ટોબર, 2026 ના રોજ ઉમા કાશવી પર વાંદરાએ હુમલો કર્યો હતો. નાગપુરના VCA સ્ટેડિયમમાં મહિલા અંડર-19 T20 ટ્રોફીના ક્વાર્ટર ફાઇનલ દરમિયાન તેના પર વાંદરા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કાશવી બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી રહી હતી ત્યારે એક વાંદરો તેની તરફ દોડી આવ્યો હતો, જેના કારણે તેણીએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને જમીન પર પડી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

WPL મિની ઓક્શનમાં ખેલાડીઓની બોલી લગાવનાર મલ્લિકા સાગર કોણ છે? જાણો તેમની રસપ્રદ સફર

Follow Us
અમદાવાદ: બુલેટ ટ્રેન સ્ટેશન નીચેથી દોડશે ટ્રેનો, CRS નિરીક્ષણ પૂર્ણ
અમદાવાદ: બુલેટ ટ્રેન સ્ટેશન નીચેથી દોડશે ટ્રેનો, CRS નિરીક્ષણ પૂર્ણ
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
g clip-path="url(#clip0_868_265)">