AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSE માં નોકરી કરવાની ‘શાનદાર તક’, MD અને CEO માટે બહાર પડી જગ્યાઓ, કેટલો મળશે પગાર? જાણો વિગતવાર

શેરબજાર સાથે જોડાયેલા લોકો માટે એક ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત બોમ્બે સ્ટોક એક્સચેન્જે (BSE) પોતાના નવા મેનેજિંગ ડિરેક્ટર તેમજ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માટેની અરજી મંગાવી છે. જો તમે પણ ફાઈનાન્સ સેક્ટરમાં ઊંચા પદ પર કામ કરવા ઈચ્છો છો, તો આ તમારા માટે એક શાનદાર તક છે.

BSE માં નોકરી કરવાની 'શાનદાર તક', MD અને CEO માટે બહાર પડી જગ્યાઓ, કેટલો મળશે પગાર? જાણો વિગતવાર
Image Credit source: AI Generated
| Updated on: Oct 26, 2026 | 3:52 PM
Share

બોમ્બે સ્ટોક એક્સચેન્જે મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ના પદ માટે અરજીઓ મંગાવી છે. વર્તમાન MD અને CEO સુંદરરામન રામમૂર્તિનો કાર્યકાળ 15 જૂન 2027ના રોજ સમાપ્ત થશે.

15 જૂને તેઓ 65 વર્ષના થઈ જશે. માર્કેટ રેગ્યુલેટર સેબીના નિયમો અનુસાર, BSEના MD અને CEO માટે મહત્તમ ઉંમર 65 વર્ષ છે. તેમણે 4 જાન્યુઆરી, 2023ના રોજ BSE નો કાર્યભાર સંભાળ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ, સેબીના નિયમો હેઠળ એમડી અને સીઈઓના પદ પર વધુમાં વધુ બે કાર્યકાળનો નિયમ છે. દરેક કાર્યકાળ 5 વર્ષ સુધીનો હોઈ શકે છે. જો કે, આ માટે નક્કી કરેલી મહત્તમ વય મર્યાદાનું પાલન કરવું પણ જરૂરી છે.

કઈ ખૂબીઓ જરૂરી છે?

સોશિયલ મીડિયા પોસ્ટ X પર BSE એ જણાવ્યું કે, તે ઓછામાં ઓછા 20 વર્ષના અનુભવ વાળા એક અનુભવી એમડી અને સીઈઓની શોધ કરી રહ્યું છે. આ અંતર્ગત કેન્ડિડેટને સિનિયર લીડરશિપ રોલમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

BSE એ જણાવ્યું કે, કેન્ડિડેટને કેપિટલ માર્કેટની ઊંડી સમજ હોવી જોઈએ. ટેક્નોલોજી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના જ્ઞાનની સાથે ઓપરેશનલ એક્સેલન્સને આગળ વધારવાની ક્ષમતા પણ જરૂરી છે. BSE ની પોસ્ટમાં કેન્ડિડેટ પાસે અલગ-અલગ સ્ટેકહોલ્ડર ગ્રૂપ્સને મેનેજ કરવાની ક્ષમતા પર ભાર મૂકવામાં આવ્યો છે.

યોગ્ય કેન્ડિડેટ પાસે ઇન્વેસ્ટર્સ, રેગ્યુલેટર્સ, બિઝનેસ પાર્ટનર્સ, કસ્ટમર્સ, એમ્પ્લોઈઝ અને બીજા જરૂરી લોકોની અપેક્ષાઓને સમજવા તેમજ બેલેન્સ બનાવવાનો અનુભવ હોવો જોઈએ.

આ ડિગ્રીઓ જરૂરી છે

BSE એ જણાવ્યું કે, એપ્લિકન્ટ્સનું એકેડેમિક બેકગ્રાઉન્ડ સારું હોવું જોઈએ. આમાં કોઈ માન્યતા પ્રાપ્ત એજ્યુકેશનલ કે પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યુશનમાંથી ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા પ્રોફેશનલ ક્વોલિફિકેશન હોવું જરૂરી છે.

એલિજિબિલ ક્વોલિફિકેશનમાં જાણીતી સંસ્થામાંથી BA, BCom, CA, MBA, LLB, BTech અથવા તેના સમકક્ષ ડિગ્રી છે. એક્સચેન્જે જણાવ્યું કે, અરજી કરનાર વ્યક્તિની ઉંમર 1 જુલાઈ 2027 સુધીમાં 62 વર્ષથી ઓછી હોવી જોઈએ.

કેટલો પગાર મળશે?

BSE એ જણાવ્યું કે, પગાર અને અન્ય સુવિધાઓ ઉદ્યોગના ધોરણો મુજબ હશે. સ્ટોક એક્સચેન્જે જણાવ્યું કે, એપ્લિકેશનને સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે. માત્ર નક્કી કરેલી પ્રક્રિયાથી અને નિર્ધારિત સમયમોર્ચાની અંદર જમા કરવામાં આવેલી એપ્લિકેશન પર જ વિચાર કરવામાં આવશે.

BSE એ જણાવ્યું કે, એલિજિબિલિટી ક્રાઈટેરિયા પૂર્ણ કરવાથી શોર્ટલિસ્ટિંગની ગેરંટી મળતી નથી અને તે પોતાની મરજીથી ખાસ કેન્ડિડેટ્સ માટે જરૂરિયાતોમાં છૂટછાટ આપી શકે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ફાઇનલ સિલેક્શન BSE ના પોતાના નિર્ણય પર હશે.

સાથે જ આ રેગ્યુલેટરી અપ્રૂવલને આધીન રહેશે. જણાવી દઈએ કે, આ પદ માટે અરજી જમા કરવાની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે.

US part-time jobs for Indian : અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે ટોચની 5 પાર્ટ-ટાઇમ નોકરીઓ, કમાણી લાખો રૂપિયામાં!

Follow Us
અમદાવાદમાં ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળ
અમદાવાદમાં ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળ
હવે વિજ્ઞાનજાથાને નિશાને આવી કાળી ચૌદસની કકળાટ કાઢવાની પરંપરા
હવે વિજ્ઞાનજાથાને નિશાને આવી કાળી ચૌદસની કકળાટ કાઢવાની પરંપરા
રેન ફોરેસ્ટ પ્રવાસીઓને વરસાદ, હરિયાળી અને રોમાંચનો અનોખો અનુભવ કરાવશે
રેન ફોરેસ્ટ પ્રવાસીઓને વરસાદ, હરિયાળી અને રોમાંચનો અનોખો અનુભવ કરાવશે
હાલોલ બાયપાસ નજીક ટાયર ભરેલા ટ્રકમાં ભીષણ આગ, જુઓ Video
હાલોલ બાયપાસ નજીક ટાયર ભરેલા ટ્રકમાં ભીષણ આગ, જુઓ Video
વેરાવળથી દ્વારકા સુધી ગેરકાયદે 'લાઇટ ફિશિંગ'નો આરોપ
વેરાવળથી દ્વારકા સુધી ગેરકાયદે 'લાઇટ ફિશિંગ'નો આરોપ
કચ્છના સરક્રીક વિસ્તારમાંથી 4 પાકિસ્તાની માછીમારો પકડાયા, જુઓ Video
કચ્છના સરક્રીક વિસ્તારમાંથી 4 પાકિસ્તાની માછીમારો પકડાયા, જુઓ Video
કેનેડામાં ગાંધીનગરના યુવક હિરેનનું અકસ્માતમાં મોત
કેનેડામાં ગાંધીનગરના યુવક હિરેનનું અકસ્માતમાં મોત
Breaking News : ભુજમાં ડેરી ફાર્મ પર ફૂડ વિભાગના દરોડા
Breaking News : ભુજમાં ડેરી ફાર્મ પર ફૂડ વિભાગના દરોડા
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">