AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ‘બિગ બોસ 20’ માં ગુલ્લુ અને યંગ ડીએસએ વચ્ચે ઝઘડો થયો, ચાહકોએ બહાર કાઢવાની માંગ કરી

'બિગ બોસ 20'ના એક ટાસ્ક દરમિયાન ઉગ્ર દલીલ બાદ ગુલ્લુ અને યંગ ડીએસએ વચ્ચે ઝઘડો થયો. નકુલ ધુલને અગાઉ પણ ઝઘડા બાદ શોમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, તેથી ચાહકો હવે ગુલ્લુને બહાર કાઢવાની માંગ કરી રહ્યા છે.

Breaking News : 'બિગ બોસ 20' માં ગુલ્લુ અને યંગ ડીએસએ વચ્ચે ઝઘડો થયો, ચાહકોએ બહાર કાઢવાની માંગ કરી
| Updated on: Oct 29, 2026 | 8:13 AM
Share

બિગ બોસ 20ના લેટેસ્ટ પ્રોમોમાં ગુલ્લુ અને યંગ ડીએસએ વચ્ચે ઝઘડો જોવા મળી રહ્યો છે. જેનાથી ચાહકો હવે ગુલ્લુને બહાર કરવાની વાત કહી રહ્યા છે. આ પહેલી વખત નથી. જ્યારે કોઈ સ્પર્ધક વચ્ચે ઝઘડો થયો હોય. શોમાં તેના ભવિષ્ય પર પણ સવાલો થઈ રહ્યા છે. નકુલ ઢુલના સમયે પણ આવી જ ઘટના બાદ તેને શોમાંથી બહાર કરવામાં આવ્યો હતો. શું બિગ બોસ ગુલ્લુ વિરુદ્ધ કોઈ પગલું લેશે કે કેમ તે ચર્ચાનો વિષય છે.

રિપોર્ટ અનુસાર આ વિવાદ ટાસ્ક દરમિયાન શરુ થયો હતો. જેમાં સ્પર્ધકોને એક આકારના બોર્ડની અંદર ફિટ થવાનું હતુ. જે પણ સ્પર્ધક બહાર રહી જાય છે. તે ટાસ્કમાંથી બહાર થશે. પ્રોમોમાં સ્કાઉટ,ગુલ્લુને બોર્ડમાંથી બહાર ખેચે છે. જેના પર યંગ ટિપ્પણી કરે છે કે, બેલ બુદ્ધિને સારી રીતે ખેચ્યો.

બિગ બોસ 20ના નવા પ્રોમોએ હંગામો મચાવ્યો

આ પછી, યંગ અને ગુલ્લુ વચ્ચે ઉગ્ર દલીલ થાય છે, જે ટૂંક સમયમાં વધી જાય છે. પ્રોમોમાં ગુલ્લુ યંગ પર હુમલો કરતો દેખાય છે, આ ઘટના પછી, પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું બિગ બોસ ગુલ્લુ સામે કોઈ શિસ્તભંગના પગલાં લેશે કે, તેને ઘરમાંથી કાઢી મૂકશે. જોકે, પ્રોમોમાં સ્પષ્ટ નથી કે, બિગ બોસ શું પગલાં લેશે. આજના પ્રોમો જોયા પછી, એક યુઝરે ટ્વીટ કર્યું, “બિગ બોસના ઘરમાં શારીરિક હિંસાને કોઈ સ્થાન નથી! જો ગુલ્લુએ હદ ઓળંગી છે, તો તેને શોમાંથી બહાર કાઢી મૂકવો જોઈએ.” બીજા યુઝરે કહ્યું, “પ્રોમોમાં સ્પષ્ટપણે દેખાય છે કે ગુલ્લુ જાણી જોઈને યંગને ઉશ્કેરે છે અને પછી તેના પર હુમલો કરે છે. ચા

હકો ઇચ્છે છે કે ગુલ્લુને શોમાંથી બહાર કાઢી મૂકવામાં આવે.” બીજા યુઝરે શો પર પ્રશ્ન ઉઠાવ્યો, “ફરી એકવાર, ગુલ્લુએ શારીરિક હિંસાનો આશરો લીધો અને બીજા સ્પર્ધકને ધક્કો માર્યો, જેમ તેણે નકુલ સાથે કર્યું હતું.” છતાં બિગ બોસ તેની સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરી રહ્યું?

ગુલ્લુ અને નકુલની થઈ ચૂકી છે લડાઈ

આ પહેલા બિગ બોસ 20માં ગુલ્લુની સ્પર્ધક નકુલ ઢુલ સાથે લડાઈ થઈ હતી. ત્યારબાદ નકુલને શોમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે નવા પ્રોમોમાં ગુલ્લુ યંગ ડીએસ વચ્ચેની લડાઈ પર સવાલો થઈ રહ્યા છે.

રોડિઝ અને MTV સ્પ્લિટ્સવિલાનો વિજેતા Big Boss 20ના સ્પર્ધક ગુલ્લુનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">