AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :  અમદાવાદમાં શેરબજારના નામે કરોડોની છેતરપિંડી, 100 રોકાણકારો પાસેથી 1.27 કરોડ પડાવ્યા

Breaking News : અમદાવાદમાં શેરબજારના નામે કરોડોની છેતરપિંડી, 100 રોકાણકારો પાસેથી 1.27 કરોડ પડાવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2026 | 11:37 AM
Share

અમદાવાદમાં આરોપીએ શેરબજારમાં રોકાણ કરીને ઊંચું વળતર મેળવવાની લાલચ આપીને અનેક લોકો સાથે છેતરપીંડી કરી છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીઓ સામે અગાઉ પણ છેતરપિંડીના કેસ નોંધાયા છે.

આરોપી ભાર્ગવ પંડ્યા અને અલ્કેશપુરી ગોસ્વામીની છેતરપીંડી કેસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે.આરોપીએ શેરબજારમાં રોકાણ કરીને ઊંચું વળતર મેળવવાની લાલચ આપીને અનેક લોકો સાથે છેતરપીંડી કરી છે.આર્થિક ગુના નિવારણ શાખામાં ડિસિપ્લિન ટી એન્ડ ટી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો સામે રોકાણકારો સાથે ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓએ બે વર્ષમાં રોકાણના રૂપિયા ત્રણ ગણા કરી આપવાની અને દર મહિને 2થી 2.5 ટકા વળતર આપવાની લાલચ આપી હતી.

આ લાલચમાં આવી આશરે 100 રોકાણકારોએ કુલ 1.27 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે, આ સમગ્ર મામલે EOW માં વિરાટ પરમાર, અલ્કેશપુરી ગોસ્વામી, ભાર્ગવ પંડ્યા અને ધર્મેશ ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.

ત્રણ કરોડ રૂપિયાની ઠગાઈ

પકડાયેલા આરોપી ભાર્ગવ પંડ્યા અને અલ્કેશપુરી ગોસ્વામી મિત્રો છે.આરોપીઓએ નાણાકીય વ્યવહારો માટે છ અલગ-અલગ કંપનીઓ ઊભી કરી હતી અને 235 જેટલા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. અલ્કેશપુરી ગોસ્વામી એરફોર્સમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ભાર્ગવ પંડ્યાએ MA સુધીનો અભ્યાસ કર્યો હોવાનું અને ઇન્વેસ્ટમેન્ટ ફાર્મ સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે.

આરોપીઓ સામે અગાઉ અડાલજમાં ત્રણ કરોડ રૂપિયાની ઠગાઈ અંગે પણ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, આ કેસમાં આરોપી ધર્મેશ ચૌહાણની અગાઉ 9 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે એરફોર્સમાં ચિલોડા ખાતે એકાઉન્ટ વિભાગમાં સાર્જન્ટ તરીકે ફરજ બજાવતો હોવાનું ખુલ્યું છે.

આરોપી હજુ ફરાર

આ ઉપરાંત વડોદરા અને ગાંધીનગરમા પણ આરોપી નોકરી કરતા હોવાનું ખુલ્યું છે. આ કેસમાં વિરાટ પરમાર નામનો આરોપી હજુ ફરાર છે.તે અમદાવાદમાં રહેતો હોવાનું ખુલ્યું છે. ભાર્ગવ પંડ્યા અને ધર્મેશ ચૌહાણ અગાઉથી એકબીજાને ઓળખતા હતા અને સાથે અભ્યાસ કરતા હતા એટલું જ નહીં ભાર્ગવ પંડ્યા સટ્ટામાં આશરે આઠ કરોડ રૂપિયા હારી ગયો હોવાનો સામે આવ્યું છે.જો કે વર્ષ 2025થી કંપની બંધ કરી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે..

હાલ EOW ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે. રોકાણકારો પાસેથી મેળવેલા નાણાં ક્યાં વપરાયા, બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કેવી રીતે થયો અને આ કથિત ઠગાઈમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે દિશામાં તપાસ ચાલી રહી છે. સાથે જ વોન્ટેડ આરોપી વિરાટ પરમારને ઝડપી પાડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

 

Breaking News : ભારતની પ્રથમ બુલેટ ટ્રેન જમીનની 100 ફૂટ નીચે સ્ટેશન, સમુદ્રની નીચે 7 કિમી લાંબી ટનલમાંથી પસાર થશે અહી ક્લિક કરો

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">