AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં વિપક્ષ સામે ભાજપનો હલ્લાબોલ : 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રામાં ગુજરાતના મુખ્યપ્રધાન સહિત જે.પી. નડ્ડા જોડાયાં

અમદાવાદમાં વિપક્ષ સામે ભાજપનો હલ્લાબોલ : ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રામાં ગુજરાતના મુખ્યપ્રધાન સહિત જે.પી. નડ્ડા જોડાયાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2026 | 8:09 PM
Share

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં ભાજપ દ્વારા લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન અંતર્ગત પદયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના નેતાઓ જોડાયા. ભાજપે કોંગ્રેસ પર અરાજકતા ફેલાવવાના અને લોકશાહીનું હનન કરવાના પ્રયાસોનો આરોપ મૂકી વિરોધ નોંધાવ્યો હતો.

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન અંતર્ગત એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર દેશમાં અરાજકતા ફેલાવવા અને લોકશાહીનું હનન કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાંસદ મયંક નાયકે જણાવ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ દ્વારા ભીડ ભેગી કરીને લોકશાહીનું હનન કરવાની વૃત્તિ છે, જેના વિરોધમાં આ પદયાત્રા યોજાઈ હતી. પદયાત્રા દરમિયાન કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ અભિયાન દ્વારા ભાજપે પોતાના રાજકીય સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો.

કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં 4 રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક, સરદાર સરોવર પરિયોજનાના નાણાકીય વિવાદોને અપાયું અંતિમ સ્વરૂપ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">