AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

90sનો જમાનો પાછો ફર્યો… વર્ષો પછી એકસાથે આવ્યા ‘ઉદિત નારાયણ’ અને ‘કુમાર સાનુ’

બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સૂર્યા: અંત સે આરંભ તક'નું એક નવું ગીત રિલીઝ થઈ ગયું છે. આમાં 90s ના દાયકાના બે દિગ્ગજ ગાયકો વર્ષો પછી એકસાથે આવ્યા છે અને ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. બીજું કે, આ ગીત સાંભળતાં જ તમને તમારા જૂના મિત્રોની યાદ આવી જશે.

90sનો જમાનો પાછો ફર્યો... વર્ષો પછી એકસાથે આવ્યા 'ઉદિત નારાયણ' અને 'કુમાર સાનુ'
Image Credit source: RajSingh Sisodiya
| Updated on: Oct 28, 2026 | 4:56 PM
Share

બોલિવૂડ અભિનેતા સની દેઓલની આગામી ફિલ્મ ‘સૂર્યા: અંત સે આરંભ તક’ ને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી રહી છે. ફિલ્મના મેકર્સે મંગળવારે સવારે 27 ઑક્ટોબરને રોજ તેનું નવું ગીત ‘સુનિયો જરા’ રિલીઝ કરી દીધું છે.

આ ગીતની ખાસ વાત એ છે કે, તેને હિન્દી સંગીત જગતના દિગ્ગજ ગાયક ઉદિત નારાયણ અને કુમાર સાનુએ પોતાનો અવાજ આપ્યો છે. તેમની સાથે અનુપમ અમોદ પણ આ મ્યુઝિકલ કોલાબોરેશનનો હિસ્સો છે. આ ગીત ભાવુક કરવાની સાથે-સાથે જૂની યાદોમાં તાજી કરાવવાનો પ્રયાસ કરે છે.

મિત્રતા અને યાદોના રંગમાં રંગાયેલું ‘સુનિયો જરા’

‘સુનિયો જરા’ મિત્રતા પર આધારિત એક ગીત છે, જેના વીડિયોમાં સની દેઓલ અને રવિ કિશન એક રોડ ટ્રિપ પર નીકળતા નજરે પડે છે. વીડિયોમાં બંને વચ્ચેનો પ્રેમ અને જૂની દોસ્તી સ્પષ્ટ દેખાય છે. સફર દરમિયાન તેમની વાતો અને જૂની યાદો દિલને સ્પર્શી જાય છે. આ ગીત બતાવે છે કે, સમય સાથે સાચી મિત્રતા વધુ મજબૂત થાય છે.

‘કુમાર સાનુ’ સાથે ગાવા પર શું બોલ્યા ‘ઉદિત નારાયણ’?

ગીતને લઈને ઉદિત નારાયણે પોતાની ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, આટલા વર્ષો પછી કુમાર સાનુ સાથે ફરીથી ગાવું એ તેમના માટે કરિયરના એક સુંદર સમયને ફરીથી જીવવા જેવો અનુભવ રહ્યો છે. અનુપમ અમોદના જોડાવાથી આ સહયોગમાં નવી ઊર્જા પણ આવી છે.

ઉદિતને આશા છે કે, ફેન્સ ગીતના દરેક સૂર અનુભવી શકશે. કુમાર સાનુએ આ ગીતને સંગીતથી આગળ વધીને મિત્રતા, યાદો અને એકસાથે આવવાની ખુશી સાથે જોડાયેલું ગણાવ્યું. તેમના મતે આ પ્રકારના ગીતની ખાસિયત એ છે કે, તે ભાવનાઓ સાથે જોડાય છે અને લાંબા સમય સુધી લોકોના દિલમાં જગ્યા બનાવી શકે છે. તેમણે આશા વ્યક્ત કરી કે, દર્શકોને આ ગીત જરૂર પસંદ આવશે.

અનુપમ અમોદે પણ વ્યક્ત કરી ખુશી

આ ગીતમાં પોતાનો અવાજ આપનાર અનુપમ અમોદે ઉદિત નારાયણ અને કુમાર સાનુ જેવા વરિષ્ઠ ગાયકો સાથે કામ કરવાને સન્માનની વાત ગણાવી. તેમણે કહ્યું કે, ‘સુનિયો જરા’માં સાથ, સફર અને લાગણીઓનો સુંદર મેળ છે. આવા અર્થપૂર્ણ ગીતનો ભાગ બનવું એ તેમના માટે ગર્વની વાત છે.

‘રવિ કિશન’ Gen-Z ને રોવડાવશે ! બજરંગબલી સાથે દોસ્તી કરશે ‘ભાજપના નેતા’, દિવાળી પર રિલીઝ થશે ‘નવી ફિલ્મ’

Follow Us
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
g clip-path="url(#clip0_868_265)">