AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાના GPS ને ટક્કર આપવાની તૈયારી, શું છે ISRO નું ગેમચેન્જર NVS-03 મિશન ? NavIC કેમ છે ખાસ

ભારતનું પોતાનું નેવિગેશન સિસ્ટમ NavIC હવે વધુ સચોટ અને તાકાતવર બનશે. ISRO 30 ઓક્ટોબરે શ્રીહરિકોટાથી NVS-03 સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. જાણો આ મિશનથી સામાન્ય સ્માર્ટફોન અને સેનાને શું ફાયદો થશે.

અમેરિકાના GPS ને ટક્કર આપવાની તૈયારી, શું છે ISRO નું ગેમચેન્જર NVS-03 મિશન ? NavIC કેમ છે ખાસ
| Updated on: Oct 27, 2026 | 8:42 PM
Share

NavIC એ ભારતનું પોતાનું સ્વદેશી સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ છે. આ સિસ્ટમ દ્વારા ભારત અને દેશની સરહદોથી આશરે 1500 કિલોમીટર બહાર સુધી ચોક્કસ લોકેશન, રસ્તા અને સમય સંબંધિત સચોટ માહિતી મળી શકે છે. તેને ભારતની પોતાની જીપીએસ (GPS) સિસ્ટમ ગણી શકાય, જે જણાવશે કે કોઈ પણ વ્યક્તિ કે વાહન અત્યારે ક્યાં સ્થિત છે. આનો સીધો ઉપયોગ સૈન્ય સુરક્ષા સેવાઓમાં પણ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થાય છે.

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) 30 ઓક્ટોબરે પોતાના મહત્વકાંક્ષી નેવિગેશન ઉપગ્રહ NVS-03 ને લોન્ચ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ સેટેલાઇટને શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી GSLV Mk II (GSLV-F18) રોકેટની મદદથી અંતરિક્ષમાં મોકલવામાં આવશે. NVS-03 નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સ્વદેશી નેવિગેશન સિસ્ટમ NavIC (Navigation with Indian Constellation) ને મજબૂતી આપવાનો તેમજ તેની સેવાઓને વધુ ચોક્કસ અને અવિરત બનાવવાનો છે.

શું NavIC ભારતનો ‘GPS’ વિકલ્પ છે અને NVS-03 કેમ છે મહત્વપૂર્ણ?

અમેરિકાની ‘GPS’ સિસ્ટમ પર ભારતની નિર્ભરતા ઘટાડવા માટે ઇસરોએ NavIC (IRNSS) નેટવર્ક વિકસાવ્યું હતું. NavIC ભારત અને તેની સરહદોથી આશરે 1500 કિલોમીટરના વિસ્તારમાં ચોક્કસ પોઝિશનિંગ અને ટાઇમિંગની માહિતી આપે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રથમ પેઢીના ઘણા ઉપગ્રહોમાં ટેકનિકલ ખામીઓ (જેમ કે એટોમિક ક્લોક નિષ્ફળ જવી) અને નિર્ધારિત આયુષ્ય પૂર્ણ થવાને કારણે NavIC ના કાર્યરત સેટેલાઇટ્સની સંખ્યામાં ઘટાડો થયો હતો. NVS-03 એ બીજી પેઢીનો ત્રીજો ઉપગ્રહ છે, જે જૂના સેટેલાઇટ્સનું સ્થાન લેશે અને NavIC ની સ્વતંત્ર લોકેશન ક્ષમતાને પુનઃસ્થાપિત કરશે.

NVS-03 સેટેલાઇટની મુખ્ય ખાસિયતો

  • સ્વદેશી રુબિડિયમ એટોમિક ક્લોક: NVS-03 માં ભારતમાં જ નિર્મિત અત્યંત સચોટ રુબિડિયમ અણુ ઘડિયાળ લગાવવામાં આવી છે, જે અત્યંત ચોક્કસ સમય અને લોકેશન ડેટા સુનિશ્ચિત કરે છે.
  • L1 બેન્ડ સિવિલિયન સિગ્નલ: તેમાં L1 ફ્રિકવન્સી બેન્ડ સામેલ કરાયો છે. આનાથી સામાન્ય નાગરિકોના સ્માર્ટફોન, પર્સનલ ગેજેટ્સ અને કોમર્શિયલ વાહનોમાં NavIC નો ઉપયોગ અત્યંત સરળ અને વધુ ઝડપી બનશે.
  • એડવાન્સ એન્ક્રિપ્શન સિસ્ટમ: દેશના સુરક્ષા દળો અને વ્યૂહાત્મક કામગીરી માટે તેમાં વધુ સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ નેવિગેશન સિગ્નલની વ્યવસ્થા કરવામાં આવી છે.

30 ઓક્ટોબરે શું થશે?

  • લોન્ચિંગ સમય: ઇસરો 30 ઓક્ટોબરની રાત્રે 11:51 વાગ્યે (IST) GSLV-F18 રોકેટ મારફતે NVS-03 ને જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO) માં સ્થાપિત કરશે.
  • ઓર્બિટ રેઇઝિંગ અને ટેસ્ટિંગ: લોન્ચિંગ પછી સેટેલાઇટને તેની નિર્ધારિત કક્ષા (IGSO) સુધી પહોંચાડવા, સોલાર પેનલ્સ ખોલવા અને વિવિધ ઇન-ઓર્બિટ ટેસ્ટિંગ પૂર્ણ કરવામાં થોડો સમય લાગશે.
  • ભાવિ રોડમેપ: NVS-03 બાદ ઇસરો આ સીરીઝના NVS-04 અને NVS-05 સેટેલાઇટ્સ પણ લોન્ચ કરશે, જેનાથી ભારતની પોતાની ‘GPS’ સિસ્ટમ લાંબા ગાળા માટે સંપૂર્ણપણે આત્મનિર્ભર અને અત્યાધુનિક બની જશે.

કરવા ચોથ 2026 : વ્રતના દિવસે પત્નીને શું ભેટ આપવી ? જાણો બજેટમાં ફિટ બેસતા 4 શ્રેષ્ઠ ગિફ્ટ આઇડિયાઝ

Follow Us
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો
સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો
રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા
રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા
વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું
વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું
Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા
Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા
g clip-path="url(#clip0_868_265)">