AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધરાતની ભૂખ ભારે ન પડે… મોડું જમવાની આદત વધારી રહી છે સ્ટ્રોકનું ‘મોટું જોખમ’

આજની ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં મોડેથી રાત્રે જમવું અને મધરાતે સ્નેક્સ ખાવાની આદત ઝડપથી વધી રહી છે, જે માત્ર વજન કે પાચન જ નહીં પરંતુ સીધી તમારા મગજ તેમજ હૃદયને જોખમમાં મૂકી રહી છે. અનિયમિત ખાનપાનની આ ટેવ આપણા શરીરની જૈવિક ઘડિયાળને અસંતુલિત કરીને સ્ટ્રોક જેવા ગંભીર ખતરાને આમંત્રણ આપી શકે છે.

મધરાતની ભૂખ ભારે ન પડે... મોડું જમવાની આદત વધારી રહી છે સ્ટ્રોકનું 'મોટું જોખમ'
Image Credit source: AI Generated
| Updated on: Oct 28, 2026 | 5:49 PM
Share

આજના ભાગદોડ ભરેલા જીવનમાં મોડેથી રાત્રે જમવું અને મધરાતે સ્નેક્સ ખાવાની ટેવ ઝડપથી સામાન્ય થઈ રહી છે. લાંબા સમય સુધી કામ કરવું, મોબાઇલ અને લેપટોપ પર વધુ સમય વિતાવવો અને અનિયમિત ઊંઘ તેના મુખ્ય કારણો છે. જો કે, જમવાનો સમય પણ આપણા મગજ અને હૃદયના સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. આ ટેવથી સ્ટ્રોકનું જોખમ પણ વધી શકે છે.

સ્ટ્રોકથી બચવા માટે માત્ર દવાઓ જ પૂરતી નથી પરંતુ તેના માટે રોજબરોજની ટેવો, ખાનપાન, શારીરિક પ્રવૃત્તિ અને ઊંઘ પણ લાંબાગાળામાં સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. ક્યારેક-ક્યારેક મોડેથી જમવાનો અર્થ એ નથી કે, કોઈ વ્યક્તિને સ્ટ્રોક થવાનું જોખમ નિશ્ચિત જ છે. ચિંતાની વાત ત્યારે છે, જ્યારે અનિયમિત અને અસંતુલિત ખાનપાન નિયમિત દિનચર્યાનો હિસ્સો બની જાય છે.

બાયોલોજિકલ ક્લોક પર અસર

આપણા શરીરમાં 24 કલાકની બાયોલોજિકલ ક્લોક એટલે કે જૈવિક ઘડિયાળ હોય છે, જેને સર્કેડિયન રિધમ કહેવામાં આવે છે. તે ઊંઘ, હોર્મોન્સ, બ્લડ પ્રેશર અને મેટાબોલિઝમ જેવી પ્રક્રિયાઓને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોડેથી વારંવાર ભોજન કરવા અને સૂવા-ઉઠવાના સમયમાં ફેરફાર થવાથી શરીરની આ પ્રક્રિયાઓ પર અસર થઈ શકે છે.

વર્ષ 2023માં ‘નેચર કમ્યુનિકેશન્સ’માં છપાયેલા એક અહેવાલ મુજબ, એક લાખથી વધુ યુવાઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં રાત્રે 9 વાગ્યા પછી છેલ્લું ભોજન કરનારા લોકોમાં રાત્રે 8 વાગ્યા પહેલાં ભોજન કરનારાઓની સરખામણીમાં સેરેબ્રોવેસ્ક્યુલર (મગજની રક્તવાહિનીઓને લગતી) બીમારીનું જોખમ 28 ટકા વધુ જોવા મળ્યું.

જો કે, આ એક ઓબ્ઝર્વેશન બેસ્ડ (અવલોકન આધારિત) સ્ટડી હતી. આનાથી બંને વચ્ચેના સંબંધનો સંકેત મળે છે પરંતુ તે સાબિત થતું નથી કે, મોડેથી રાત્રે જમવાથી સીધો સ્ટ્રોક થાય છે.

મધરાતની ભૂખમાં શું ખાઈ રહ્યા છીએ, તે પણ જરૂરી છે

મોડેથી રાત્રે ભૂખ લાગવા પર અક્ષર લોકો ચિપ્સ, નમકીન, મિઠાઈઓ, તળેલા ખાદ્ય પદાર્થો અને પેક્ડ સ્નેક્સ ખાય છે. તેમાં મીઠું, ખાંડ, અનહેલ્ધી ફેટ્સ (અસ્વાસ્થ્યપ્રદ ચરબી) અથવા કેલરી વધુ હોય છે. આ ચીજોનું રોજ સેવન કરવાથી વજન વધવું, બ્લડ પ્રેશર બગડવું અને બ્લડ સુગર નિયંત્રિત રાખવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

કેટલાક લોકો મોડેથી રાત્રે જમવાની ટેવને કારણે સવારનો નાસ્તો છોડી દે છે. રાત્રે જરૂરિયાત કરતા વધુ ખાવાથી સારી ઊંઘ લઈ શકાતી નથી. લાંબા સમયમાં આવી ટેવો સ્થૂળતા (મોટાપો), ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ સાથે જોડાઈ શકે છે. આ બધા સ્ટ્રોકનું જોખમ વધારવાના કારણો છે.

રાત્રિભોજનનો સમય કેવી રીતે સુધારવો?

આહારમાં શું ખાઈ રહ્યા છો, તેની સાથે જ ક્યારે ખાઈ રહ્યા છો; તેનું પણ ધ્યાન રાખો. ભોજનનો સમય નિયમિત રાખવો અને સૂતાની બરાબર પહેલાં ભારે ખોરાક ખાવાથી બચવું ફાયદાકારક રહે છે. રાત્રે ભોજન એવા સમયે કરો કે સૂવા અને જમવાની વચ્ચે ખોરાક પચાવવાનો સમય (લગભગ 2 થી 3 કલાકનું અંતર હોય) મળી રહે. આ એક સારી ટેવ છે. જો કે, તેનાથી સ્ટ્રોકનું જોખમ ઓછું થવાની કોઈ ગેરંટી નથી.

આહારમાં લીલા શાકભાજી, ફળો, આખા અનાજ, કઠોળ અને પ્રોટીન લો. જો મોડે સુધી જાગી રહ્યા છો, તો ભૂખ લાગવા પર ચિપ્સ અને મીઠા સ્નેક્સને બદલે ઓછી માત્રામાં પૌષ્ટિક ચીજો ખાઓ. રાત્રિની શિફ્ટમાં કામ કરતા લોકોએ પણ પોતાના કામ મુજબ સંતુલિત ભોજન અને નિયમિત ઊંઘની દિનચર્યા જાળવી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

સ્ટ્રોકના લક્ષણો ઓળખવા જરૂરી

ખાનપાનમાં સુધારાની સાથે બ્લડ પ્રેશર, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલની નિયમિત તપાસ પણ જરૂરી છે. હેલ્ધી વજન રાખવું, નિયમિત વ્યાયામ કરવો, તંબાકુથી દૂર રહેવું અને પૂરતી ઊંઘ લેવી સ્ટ્રોકની રોકથામ માટે જરૂરી છે.

ચહેરો અચાનક એક બાજુ ઝૂકી જવો, શરીરના એક ભાગમાં નબળાઈ કે સુન્ન થઈ જવું, બોલવામાં તકલીફ થવી, અચાનક દેખાવાનું ઓછું થઈ જવું અથવા સંતુલન બગડી જવું એ સ્ટ્રોકના સંકેતો હોઈ શકે છે.

આવા લક્ષણો દેખાય તો તરત જ તબીબી સહાય (ઇમરજન્સી મેડિકલ હેલ્પ) લો. સ્ટ્રોકમાં સમયસર સારવાર મળવાથી પરિણામ વધુ સારું આવવાની સંભાવના વધી શકે છે.

ડિસ્ક્લેમર: (આ આર્ટિકલમાં સૂચવેલ ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

શું તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ ? જાણો પાણી પીવાની સાચી રીત

Follow Us
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
g clip-path="url(#clip0_868_265)">