Health Tips : પીરિયડ્સમાં Blood Clots આવવું નોર્મલ છે કે ચિંતાનું કારણ? જાણો
મહિલાઓને ઘણીવાર પીરિયડસ્ દરમિયાન Blood Clots (લોહીના ગંઠા )આવે છે. શું આ સામાન્ય છે કે તમારે ચિંતા કરવી જોઈએ? ચાલો આપણે વિસ્તારથી જાણીએ.

મહિલાઓને પીરિયડ્સ દરમિયાન 3-5 દિવસ સુધી બ્લીડિંગ થાય છે. સામાન્ય રીતે, શરૂઆતના દિવસોમાં બ્લીડિંગ વધારે થાય છે અને પછી હળવો થાય છે. આ સમય દરમિયાન, સ્ત્રીઓ ઘણીવાર પેટમાં દુખાવો, ખેંચાણ, થાક અથવા મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓનો અનુભવ કરે છે.

ઘણી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન લોહીના ગંઠા (Blood Clots)નું પણ અનુભવાય છે. આ ઘણીવાર પ્રશ્નો ઉભા કરે છે કે શું આ સામાન્ય છે કે સ્વાસ્થ્ય સમસ્યાનું લક્ષણ છે. ચાલો વિસ્તારથી જાણીએ, પીરિયડ્સ દરમિયાન લોહી ગંઠાવાનું કારણ શું છે, અને તમારે ક્યારે તેની ચિંતા કરવી જોઈએ

ઘણી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન લોહીના ગંઠા (Blood Clots)નું પણ અનુભવાય છે. આ ઘણીવાર પ્રશ્નો ઉભા કરે છે કે શું આ સામાન્ય છે કે સ્વાસ્થ્ય સમસ્યાનું લક્ષણ છે. ચાલો વિસ્તારથી જાણીએ, પીરિયડ્સ દરમિયાન લોહી ગંઠાવાનું કારણ શું છે, અને તમારે ક્યારે તેની ચિંતા કરવી જોઈએ

શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનનું બેલેન્સ બગડવાથી યુટ્સની અંદર એન્ડોમેટ્રિયમ વધારે મોટી થઈ જાય છે. તેમજ જ્યારે તે તુટી બહાર નીકળે છે. તો લોહીના ક્લોટ્સ (ગંઠા) જોવા મળે છે.

આ સિવાય જ્યારે તમે લાંબા સુધી સુતા રહી અને એક જગ્યા બેસવાથી ઉઠો છો. તો પણ યુટ્રસમાં જમા થયેલું લોહી ગંઠાના રુપમાં બહાર આવે છે.

પીરિયડ્સમાં બ્લડ ક્લોટ્સ આવવું નોર્મલ છે કે નહી જાણો. પીરિયડ્સના શરુઆતના દિવસોમાં જ્યારે બ્લીડિંગ વધારે થાય છે. ત્યારે તમને લોહીના નાના ગંઠા જોવા મળે છે. તો આ નોર્મલ છે.

આને લઈ પરેશાન કે ચિંતા કરવાની જરુર નથી. પરંતુ જો વધારે ગઠાં દેખાય કે, બ્લીડિંગ અને દુખાવો થાય તો આને નજરઅંદાજ કરવું નહી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
