AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટની સામાન્ય સમસ્યા કે કોલોન કેન્સર? આ શરૂઆતના લક્ષણોને બિલકુલ ન કરો ‘નજરઅંદાજ’

કોલોન કેન્સર એ એક ગંભીર અને ઘાતક બીમારી છે, જેના શરૂઆતના લક્ષણો ઘણીવાર સામાન્ય પેટની સમસ્યાઓ જેવા જ દેખાતા હોવાથી લોકો મોટાભાગે તેને નજરઅંદાજ કરી દેતા હોય છે.

પેટની સામાન્ય સમસ્યા કે કોલોન કેન્સર? આ શરૂઆતના લક્ષણોને બિલકુલ ન કરો 'નજરઅંદાજ'
Image Credit source: AI Generated
| Updated on: Oct 28, 2026 | 7:45 PM
Share

કોલોન કેન્સર એક ગંભીર બીમારી છે, જેના શરૂઆતના લક્ષણો ઘણીવાર પેટની સમસ્યાઓ જેવા દેખાઈ શકે છે. આ જ કારણ છે કે, લોકો કેટલીકવાર તેના સંકેતોને અવગણી દે છે.

કોલોન કેન્સર થવા પર શરીરમાં આ લક્ષણો દેખાઈ શકે છે

  1. મળ ત્યાગની આદતોમાં ફેરફાર: જો તમને સતત કબજિયાત, ઝાડા અથવા મળ ત્યાગની આદતોમાં ફેરફાર અનુભવાઈ રહ્યો છે, તો તેને અવગણો નહીં. ખાસ કરીને જ્યારે આ સમસ્યા એક અઠવાડિયાથી વધુ સમય સુધી બની રહે તો સાવચેત થઈ જવું જોઈએ.
  2. મળમાંથી લોહી આવવું: કોલોન કેન્સર થવા પર મલમાંથી રક્તસ્ત્રાવ થઈ શકે છે. જો કેન્સર કોલોનના નીચલા ભાગમાં હોય છે, તો લોહી તાજું હોય છે અને તેનો રંગ ચમકતો લાલ દેખાય છે. જો રક્તસ્ત્રાવ કોલોનના ઉપલા ભાગમાંથી થાય છે, તો જૂનું થવાના કારણે ઘાટો લાલ દેખાઈ શકે છે.
  3. સતત પેટમાં દુખાવો કે ખેંચાણ: કોલોન કેન્સર થવા પર પેટમાં દુખાવા અને ખેંચાણની સમસ્યા વધી જાય છે. આ મુશ્કેલી સમયની સાથે ઠીક નથી થતી પરંતુ ધીમે-ધીમે અને ઝડપથી વધી શકે છે.
  4. મળ સાફ ન થવું: કોલોન કેન્સર મલાશયમાં ટ્યુમર કે ગાંઠ હોવા પર એવું અનુભવાઈ શકે છે કે પેટ પૂરી રીતે સાફ નથી થયું અને તરત જ ફરીથી શૌચ જવાની જરૂર છે, ભલે તમે હમણાં જ શૌચાલયમાંથી આવ્યા હોવ.
  5. વજન ઘટવું: કોલોન કેન્સરની સ્થિતિમાં ભૂખ ઓછી લાગે છે અને વ્યાયામ વગર અથવા ડાયેટમાં કોઈ ફેરફાર કર્યા વગર જ વજન ઘટવા લાગે છે.
  6. હંમેશા થાક અથવા ચક્કર આવવા: કોલોન કેન્સરમા ધીમે-ધીમે થતો રક્તસ્ત્રાવ આયર્નની ઊણપથી થતી એનિમિયાનું કારણ બની શકે છે. આનાથી તમને થાક, ચક્કર આવવા અથવા શ્વાસ લેવામાં તકલીફ અનુભવાઈ શકે છે.

ડૉક્ટરો એ પણ કહે છે કે, આ લક્ષણોનો અર્થ એ નથી કે તમને કોલોન કેન્સર છે પરંતુ નવા, સતત રહેનારા અથવા ફેરફારોને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ. જો મલાશયમાંથી વગર કારણે રક્તસ્ત્રાવ થાય, તો તેની તપાસ કરાવવી જરૂરી છે, ભલે તે ફક્ત એક જ વાર કેમ ન થયો હોય.

ડિસ્ક્લેમર: (આ આર્ટિકલમાં સૂચવેલ ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

મધરાતની ભૂખ ભારે ન પડે… મોડું જમવાની આદત વધારી રહી છે સ્ટ્રોકનું ‘મોટું જોખમ’

Follow Us
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
g clip-path="url(#clip0_868_265)">