RBI Penalty: RBIએ આ બે દિગ્ગજ બેંક પર ફટકાર્યો 2.91 કરોડનો દંડ, કાલે શેરમાં જોવા મળી શકે છે અસર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બે બેંક પર કુલ 2.91 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ વૈધાનિક અને નિયમનકારી અનુપાલનમાં ખામીઓ સાથે સંબંધિત છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક્સિસ બેંક અને HDFC બેંક પર વૈધાનિક અને નિયમનકારી પાલનમાં કેટલીક ભૂલો બદલ કુલ રૂ. 2.91 કરોડનો દંડ ફટકાર્યો છે.

RBIએ મંગળવારે અને 10 સપ્ટેમ્બરના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટની અમુક જોગવાઈઓનું ઉલ્લંઘન અને 'થાપણો પર વ્યાજ દર, કેવાયસી' અને 'કૃષિ ક્રેડિટ ફ્લો કોલેટરલ ફ્રી એગ્રીકલ્ચર લોન્સ' પર અમુક સૂચનાઓનું પાલન ન કરવા પર એક્સિસ બેંક પર 1.91 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અન્ય એક નિવેદનમાં જણાવ્યું કે HDFC બેંકને 'થાપણો પરના વ્યાજ દરો', 'બેંકોમાં રિકવરી એજન્ટ્સ' અને 'બેંકોમાં ગ્રાહક સેવા' અંગેની કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે,

આરબીઆઈએ એમ પણ કહ્યું કે આ દંડ વૈધાનિક અને નિયમનકારી અનુપાલનમાં ખામીઓ સાથે સંબંધિત છે અને બેંકો દ્વારા તેમના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહારો અથવા કરારોની માન્યતાને અસર કરશે નહીં.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

































































