Sengol History: સેંગોલ પર કેમ બિરાજમાન છે નંદી? જાણો કેવી રીતે બન્યો હતો ભારતનો પહેલો રાજદંડ

Knowledge: આજે ભારતના ગૃહ મંત્રી અમિત શાહે નવા સંસદ ભવન માટે મહત્વની જાણકારી આપી હતી. અમિત શાહ દ્વારા સેંગોલ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. જે ભારતના ઈતિહાસના મહત્વનું સ્થાન ધરાવે છે. ચાલો જાણી એ તેના ચિન્હો વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 10:37 PM
28 મેના રોજ દિલ્હીમાં નવા સંસદ ભવનનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરશે. આ સમારોહમાં વડાપ્રધાન મોદીને સેંગોલ આપવામાં આવશે. આ રાજદંડ સત્તાની શક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે. આઝાદી પહેલાની મધ્ય રાત્રિના દિવસે આ સેંગોલને પંડિત જવાહર લાલ નેહરુને સત્તાનું હસ્તાંતરણ તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. નવા સંસદ ભવનમાં આ સેંગોલને લોકસભા સ્પીકરની સીટની બાજુમાં મુકવામાં આવશે.

1 / 5
 સેંગોલને રાજદંડ તરીકે ઓળખવામાં આવે છે. 14 ઓગસ્ટ, 1947ની મઘ્ય રાત્રિ એ અંગ્રેજ વાઈસરોયે આ રાજદંડ વડાપ્રધાન નહેરુને સોંપ્યું હતું. તેની ઉપર ભગવાન શિવના સેવક નંદીની આકૃતિ પણ છે. તે એક ગોળા પર વિરાજમાન છે. સેંગોલમાં આ ગોળાનો અર્થ સંસાર થાય છે. તેની ઉપર શિવના વાહન નંદની સુંદર નક્કાશી છે. જે સર્વવ્યાપી, ધર્મ અને ન્યાયના રક્ષકના વાહનના રુપમાં માનવામાં આવે છે. તેમાં તિરંગાનું નક્કાશી પણ છે.

2 / 5
 સેંગોલનો ઉપયોગ ચૌલ વંશના રાજા કરતા હતા. તે સમયે એક રાજા બીજા ચૌલ રાજાને સત્તાના હસ્તાંતરણ આ સેંગોલના માધ્યમથી કરતા હતા. તે ખુબ મજબૂત, સુંદર નક્કાશી વાળુ સ્વર્ણિમ રાજદંડ છે. ઈતિહાસકારો અનુસાર ચૌલ વંશ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. તેથી જ રાજદંડ પર તેમના પરમ ભક્ત નંદીની આકૃતિ હતી.

3 / 5
 સેંગોલને તે સમયે તમિલનાડુના પ્રસિદ્ધ સ્વર્ણકાર વુમ્મિડી એથિરાજુલુ અને વુમ્મિડી સુધાકરે 10 શિલ્પકારોના ગ્રુપ સાથે મળીને બનાવ્યું હતું. તેને ચાંદીથી તૈયાર કરવામાં આવ્યું હતું. તેના ઉપર સોનાની પરત ચઢાવવામાં આવી હતી. તેને બનવવામાં 10થી 15 દિવસ લાગ્યા હતા.

4 / 5
શ્રી લા શ્રી તંબીરન સેંગોલને લઈને તમિલનાડુથી દિલ્હી સુધી ગયા હતા. તેમણે પહેલા સેંગોલ માઉંટબેટનને સોંપ્યું હતું. અને પછી ફરી પાછું લઈને પવિત્ર જળમાં શુદ્ધ કર્યું હતું. ત્યાર બાદ જવાહર લાલ નહેરુના આવાસ પર જઈને સેરેમનીમાં સેંગોલ નહેરુજીને સૌંપવામાં આવ્યું હતું.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">