Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પહેલી વાર કોઈ સરકારે વિદેશમાં રાખેલું સોનું લીધું પરત, બ્રિટનમાંથી 100 ટન સોનું પાછું લાવ્યું RBI, જાણો શું છે તેનું કારણ

Gold From Britain : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બ્રિટનમાં જમા કરાયેલું સોનું પરત મંગાવ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે આરબીઆઈએ બ્રિટનમાંથી 100 ટન સોનું પાછું લાવ્યું છે. વર્ષ 1991માં ભારતે નાણાકીય કટોકટી નિવારવા માટે બ્રિટનમાં સોનું ગીરવે મૂક્યું હતું પરંતુ બાદમાં આરબીઆઈએ તમામ લોન ચૂકવી દીધી હતી.

| Updated on: Jun 01, 2024 | 2:27 PM
RBI : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશમાં રાખેલું સોનું પરત મંગાવ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે આરબીઆઈએ બ્રિટનમાંથી 100 ટન સોનું પાછું લાવ્યું છે.

1 / 7
જાણીતા અર્થશાસ્ત્રી અને ભારતના વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સાન્યાલે આજે X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેણે પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું છે કે ભારત હવે તેનું મોટાભાગનું સોનું તેની તિજોરીમાં રાખશે.

2 / 7
વિદેશી મુદ્રા ભંડારમાં વધારો : RBI કહ્યું કે ભારતમાં વિદેશી હૂંડિયામણનો વિશાળ ભંડાર છે. આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ગયા નાણાકીય વર્ષ સુધી, વિદેશી મુદ્રા ભંડારમાં 822.10 ટન સોનું હતું. તેમજ નાણાકીય વર્ષ 2022-23માં વિદેશી મુદ્રા ભંડારમાં 794.63 ટનથી વધુ સોનું હતું.

3 / 7
તમને જણાવી દઈએ કે, વર્ષ 1991માં સરકારે નાણાકીય કટોકટી દૂર કરવા માટે સોનું ગીરવે રાખ્યું હતું. તે સમયે આરબીઆઈએ બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાન સાથે 46.91 ટન સોનું ગીરવે મૂક્યું હતું. જેથી તે $400 મિલિયન એકત્ર કરી શકે.

4 / 7
બેંકિંગ વિભાગની સંપત્તિ તરીકે રાખવામાં આવેલી સોનાનું મૂલ્ય 31 માર્ચ 2023ના રોજ રૂપિયા 2,30,733.95 કરોડથી 19.06 ટકા વધીને 31 માર્ચ, 2024 સુધીમાં રૂપિયા 2,74,714.27 કરોડ થયું છે.

5 / 7
સોનાના ભાવમાં દર વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. વિશ્વમાં સોનાની માગ વધી રહી છે. સોનાના ભાવમાં વધારાનું કારણ પશ્ચિમ એશિયામાં લાંબા ગાળાના ભૌગોલિક રાજકીય સંઘર્ષ પણ છે. આરબીઆઈ સહિત ઘણી કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી અને ભૌતિક સોનાની માગમાં વધારાને કારણે પણ સોનાના ભાવમાં વધારો થયો છે.

6 / 7
વૈશ્વિક સ્તરે સેન્ટ્રલ બેંકો સોનાના અનામતમાં વધારો કરી રહી છે, જે ઘણી વખત ચલણની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય જોખમો સામે બચાવ તરીકે જોવામાં આવે છે.

7 / 7
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને

પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા

ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા

મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત

આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા

પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">