ફુવા, કાકા, મામા, બહેન.. પાકિસ્તાનમાં ક્રિકેટ બોર્ડથી લઈ ગૃહ મંત્રીના પદ સુધી ઘર કરી ગયો આર્મી ચીફ જનરલ અસીમ મુનીરનો પરિવાર..
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પર તેમના પરિવારને રાજકારણ અને ક્રિકેટમાં મહત્વપૂર્ણ પદો અપાવવાનો આરોપ છે. તેમના મામા, પત્નીના સંબંધી અને બહેનને ઉચ્ચ પદો મળ્યા છે. અહીં જુઓ કોણે શું મળ્યું ?

ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાન હવે લશ્કરી, સંસદીય અને રાજકીય મોરચે પોતાના જ ઘરમાં ઘેરાયેલું છે. પાકિસ્તાનમાં સૌથી મોટું સંકટ તેની પોતાની સેનામાં જ ઉભરી રહ્યું છે. ત્યારે આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે પાકિસ્તાનમાં લાગવગને કારણે પોતાના પરિવારને રાજકારણમાં અંદર સુધી ઉતારી દીધો છે. એટલે કે આખા પાકિસ્તાનમાં ક્રિકેટ બોર્ડથી લઈ ગૃહ મંત્રી સુધી તેના પરિવારના લોકો છે.

આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના નેતૃત્વ પ્રત્યે કોર્પ્સ કમાન્ડરોમાં અસંતોષ એટલો ઊંડો છે કે તેમણે ખુલ્લેઆમ નિર્ણયો પર સવાલ ઉઠાવ્યા છે. કોર્પ્સ કમાન્ડરોમાં એવી લાગણી વધી રહી છે કે મુનીરની નીતિઓએ માત્ર સેનાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું નથી પરંતુ પાકિસ્તાનને વારંવાર મુશ્કેલીમાં પણ મૂક્યું છે. તેઓ વર્તમાન પરિસ્થિતિ માટે મુનીરને જવાબદાર માને છે. જોકે હાલમાં તેના આ કૃત્ય સિવાય તેઓ તેના દેશ પાકિસ્તાનમાં પરિવાર કદ કરવાના પણ આરોપ લાગી રહ્યા છે.

જનરલ અસીમ મુનીરે તેની પત્નીના સંબંધીને દેશના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. જનરલ અસીમ મુનીર પર મોહસીન નકવી માટે મહત્વપૂર્ણ પદ મેળવવાનો આરોપ છે. તે મુનીરની પત્ની ઇરમ અસીમના સંબંધી છે. મોહસીન નકવી હાલમાં બે પદ ધરાવે છે. તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ અને દેશના ગૃહમંત્રીની જવાબદારી સંભાળે છે. મોહસીન પાસે આ બે જવાબદારીઓ માટે ન તો કોઈ કુશળતા છે કે ન તો કોઈ અનુભવ.

સરકારી નિમણૂકોમાં મુનીરના મામાનો હસ્તક્ષેપ. સૈયદ બાબર અલી શાહ જનરલ મુનીરના મામા છે. 2023 ની શરૂઆતથી જ તે ઇસ્લામાબાદમાં સત્તાનું અઘોષિત કેન્દ્ર બની ગયું છે. સરકારી નિમણૂકોથી લઈને પ્રમોશન અને પુરસ્કારો સુધી, તેની ભૂમિકા દરેક જગ્યાએ દેખાય છે. તેમણે ભૂતપૂર્વ ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) ડીજી અહેમદ ઇશાક જહાંગીરની નિમણૂકમાં પણ દખલગીરી કરી હોવાનું કહેવાય છે.

મુનીરની પિતરાઈ બહેન, હજરા સુહેલ, 2022 માં સ્કોલરશિપ મેનેજર હતી. તે પાકિસ્તાન એજ્યુકેશન એન્ડોમેન્ટ ફંડમાં કામ કરતી હતી. આ સંસ્થા શિક્ષણ મંત્રાલય હેઠળ આવે છે.

જાન્યુઆરી 2023 માં, શિક્ષણ મંત્રાલયે નવા CEO ની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરી. આ પ્રક્રિયા બંધ કરવાનો આદેશ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આવ્યો હતો. સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે આ નામ જનરલ હેડક્વાર્ટરમાંથી આવશે.

તત્કાલીન શિક્ષણ મંત્રી રાણા તનવીર હુસૈને વાંધો ઉઠાવ્યો હતો પરંતુ તેમને પાછા હટવું પડ્યું. હઝરાને સીધા સીઈઓ બનાવી શકાયા નહીં. તેથી, ઓગસ્ટ 2023 માં, તેમને અચાનક જનરલ મેનેજર બનાવવામાં આવ્યા અને સંપૂર્ણ કમાન સોંપવામાં આવી. આ માટે સીઈઓનું પદ ખાલી રાખવામાં આવ્યું હતું.
“પાકિસ્તાન પાસે છે એક એવો આતંકી જેને તે કોહિનૂરની જેમ છુપાવીને રાખે છે, હાફિસ, લખવી, દાઉદ અને મસૂદ કરતા પણ છે વધુ ખૂંખાર”– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
