ઓપરેશન સિંદૂર
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા.
ભારતીય સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, આ કાર્યવાહી “સટીક, સંયમિત અને બિન-ઉશ્કેરણીજનક” હતી અને કોઈપણ પાકિસ્તાની લશ્કરી સ્થાનોને નિશાન બનાવવામાં આવી ન હતી. ભારતે જે સ્થળોએ હવાઈ હુમલા કર્યા તેમાં કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે.
આ ઓપરેશનને “સિંદૂર” નામ એટલે આપવામાં આવ્યું, કારણ કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય હિન્દુ પુરુષોને તેમની પત્નીઓની સામે મારી નાખ્યા હતા. હિન્દુ પરંપરામાં સિંદૂરને પરિણીત સ્ત્રીના પતિનું પ્રતીક માનવામાં આવે છે, જે આ ક્રિયાના પ્રતીકાત્મક મહત્વને દર્શાવે છે. આ પહેલગામ હુમલામાં ઘણી સ્ત્રીઓ વિધવા થઈ હતી. તેમના સિંદૂર ભૂંસાયા હતા, તેથી આ ઓપરેશનને ‘સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય એકતા, મહિલા સશક્તિકરણ, નક્સલવાદ… PM મોદી એકતા પરેડ સંબોધનમાં કરેલી 6 મોટી વાત જાણો
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય એકતા મજબૂત કરવા, મહિલા સશક્તિકરણ અને નક્સલવાદ સામેની લડત પર ભાર મૂક્યો. તેમણે સરદાર પટેલના વારસાનું સન્માન કરી, કોંગ્રેસની ઐતિહાસિક ભૂલોની ટીકા કરી.
- Kinjal Mishra
- Updated on: Oct 31, 2025
- 11:58 am
“ભારત બાપ છે બાપ…” પાકિસ્તાનમાં 15 વર્ષ જાસુસી કરનાર CIAના જાસુસનો દાવો
પાકિસ્તાનમાં અમેરિકાના પૂર્વ જાસૂસ જૉન કિરિયાકુએ કહ્યુ છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે, તો પાકિસ્તાને ચોક્કસપણે કરારી હારનો સામનો કરવો પડશે.
- Mina Pandya
- Updated on: Oct 25, 2025
- 7:25 pm
Operation Sindoor : આકાશમાંથી પાકિસ્તાનમાં આગ વરસાવનારા 6 બહાદૂર યોદ્ધાઓને ગેલેન્ટ્રી એવોર્ડ
ઓપરેશન સિંદૂર દરમિયાન ઉત્કૃ્ષ્ટ કામગીરી બદલ ભારતીય સેના અને વાયુસેનાના છ બહાદુર અધિકારીઓને ગેલેન્ટ્રી એવોર્ડ પ્રાપ્ત થયા છે. કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર સહિત સંરક્ષણ દળોના વીરતા પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરતું ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Oct 23, 2025
- 8:38 am
પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સાથે તણાવ ચરમસીમાએ: ખ્વાજા આસિફે ભારતને આપી ‘ટુ ફ્રન્ટ વોર’ની ધમકી- વાંચો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતને ટુ ફ્રન્ટ વોરની ધમકી આપી તો તેનો જવાબ આપતા રક્ષામંત્રી રાજનાથસિંહે નિવેદન આપ્યુ કે પાકિસ્તાનની એક ઈંચ જમીન પણ બ્રહ્મોસની રેન્જની બહાર નથી. આના પરથી બ્રહ્મોસની તાકાતનો પરચો મળી જાય છે. રક્ષામંત્રીએ આ નિવેદન જે સ્થળે બ્રહ્મોસનું ઉત્પાદન થઈ રહ્યુ છે તે લખનઉથી આપ્યુ છે અને ભારતની તાકાતનો પરિચય આપ્યો છે.
- Mina Pandya
- Updated on: Oct 28, 2025
- 9:04 am
પાકિસ્તાનની ઈંચે ઈંચ જમીન બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં, ઓપરેશન સિંદૂર તો માત્ર એક ટ્રેલર હતુ: રાજનાથસિહ
દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, "ઓપરેશન સિંદૂરમાં જે બન્યું તે તો માત્ર એક ટ્રેલર હતું. જો કે આ ટ્રેલરથી જ પાકિસ્તાનને ખ્યાલ આવી ગયો કે જો ભારત પાકિસ્તાનને જન્મ આપી શકે છે, તો તેનો સફાયો પણ કરી શકે છે. મારે તેના વિશે વધુ કંઈ કહેવાની જરૂર નથી."
- TV9 Gujarati
- Updated on: Oct 18, 2025
- 3:18 pm
Malabar Gold: શું તમે આ જ્વેલર્સ પાસેથી ઘરેણાં ખરીદો છો? જાણી લો તેની હરકતો, ભારત વિરોધી પાકિસ્તાની મહિલા જોડે કરાવ્યું પ્રમોશન
Malabar Gold Controversy: માલાબાર ગોલ્ડ ભારત વિરોધી પાકિસ્તાની ઈન્ફ્લ્યુઅન્સર અલીશ્બા સાથે કર્યું કોલેબ, કંપનીનો માલિક છે MP અહેમદ, ઘટનાનો પર્દાફાશ કરનાર હિન્દુ કાર્યકર્તાને જેલની ધમકી આપવામાં આવી હતી, જાણો સમગ્ર વિવાદ
- Meera Kansagara
- Updated on: Oct 16, 2025
- 4:41 pm
POK માં કંઈક મોટું થવાનું છે? બે દિવસમાં ચાર નિવેદન, પાકિસ્તાન સામે ભારતનો બદલાયેલો સ્વર… શું છે આખી હકીકત?
India-Pakistan Tension : ભારતના આક્રમક સ્વરે સૌની નજરો ખેંચી લીધી છે, કારણ કે શાંતિના સમય દરમિયાન ભારત સામાન્ય રીતે પાકિસ્તાન સામે આટલો કડક અભિગમ અપનાવતું નથી. હવે ભારતનો પાકિસ્તાન પ્રત્યેનો રુખ થોડો નવો અને બદલાયેલો લાગે છે, જેને કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંઈક મોટું થવાનું છે.
- Sagar Solanki
- Updated on: Oct 3, 2025
- 5:51 pm
“પાકિસ્તાન વિચારી લે કે તેને નક્શામાં રહેવુ છે કે નહીં…” સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વીવેદીની ખુલ્લી ચેતવણી
ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વીવેદીનું એક મોટુ નિવેદન સામે આવ્યુ છે. સેના પ્રમુકે અનુપગઢમાં એક કાર્યક્રમમાં કહ્યુ કે પાકિસ્તાને હવે વિચારવુ પડશે કે તેને નક્શામાં રહેવુ છે કે નહીં. હવે પછી ભારત એવી કાર્યવાહી કરશે કે તેનુ નક્શામાંથી જ નામોનિશાન મિટાવી દેવામાં આવશે, ત્યારે પાકિસ્તાને પણ વિચારવુ પડશે.
- Mina Pandya
- Updated on: Oct 3, 2025
- 4:47 pm
Suryakumar Yadav : એશિયા કપ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવનો મોટો નિર્ણય, જાણી લો
ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ એશિયા કપની બધી મેચોમાંથી તેમની મેચ ફી ભારતીય સેનાને દાન કરશે. યાદવે રવિવારે રાત્રે દુબઈમાં પાકિસ્તાન સામે એશિયા કપ જીત્યા બાદ આ જાહેરાત કરી. આ જીત સાથે ભારતે પોતાનો બીજો T20 આંતરરાષ્ટ્રીય એશિયા કપ ખિતાબ અને ODI વર્ઝન સહિત એકંદરે નવમો ખિતાબ જીત્યો.
- Sagar Solanki
- Updated on: Sep 29, 2025
- 7:34 am
રમતના મેદાન પર પણ ઓપરેશન સિંદૂર… PM મોદીએ ટીમ ઈન્ડિયાને એશિયા કપ જીતવા બદલ આવી રીતે આપ્યા અભિનંદન
ટીમ ઈન્ડિયાએ દુબઈમાં રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું, 9મી વખત ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. આ બાદ PM મોદીએ અનોખી રીતે શુભકામના ભારતીય ટીમને આપી હતી.
- Sagar Solanki
- Updated on: Sep 29, 2025
- 7:06 am
કોણ છે ‘પેટલ ગેહલોત’, જેણે પાકિસ્તાનની બોલતી બંધ કરી? એક જવાબથી જ શાહબાઝ શરીફ ફફડી ગયો
ઈન્ડિયન ડિપ્લોમેટ 'પેટલ ગેહલોત' તાજેતરમાં એક ચર્ચાનો વિષય બની છે. પેટલ ગેહલોતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને એક એવો જવાબ આપ્યો કે, જેણે બધાનું ધ્યાન તેની તરફ ખેંચી લીધું.
- Ravi Prajapati
- Updated on: Sep 27, 2025
- 2:29 pm
આતંકવાદનું નવું ઠેકાણું ! લશ્કર-એ-તૈયબાને ફરી પુનર્જીવિત કરવા પાકિસ્તાનમાં હલચલ, ખૈબરમાં 4,600 ચોરસ ફૂટનો આતંકવાદી કેમ્પ..
ભારતીય સેનાએ મે 2025 માં, ઓપરેશન સિંદૂરના ભાગ રૂપે POK ના ભીમ્બર-બરનાલા વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના મરકઝ અહલે હદીસ ફિદાયીન કેમ્પનો નાશ કર્યો હતો. હવે, અહેવાલો સૂચવે છે કે લશ્કરે એક નવો આતંકવાદી કેમ્પ બનાવવાનું શરૂ કર્યું છે. કેમ્પ પર કામ ચાલી રહ્યું છે, જે લગભગ 4,600 ચોરસ ફૂટ જમીનને આવરી લે છે.
- Sagar Solanki
- Updated on: Sep 26, 2025
- 5:33 pm
ભારતના ઓપરેશન સિંદૂરથી ડર્યા પાકિસ્તાની આતંકી સંગઠનો, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીને બદલી નાખ્યાં ઠેકાણા
ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાની આતંકવાદી સંગઠનોના મુખ્યાલયોને ઠેકાણે પાડ્યા બાદ, આતંકી સંસ્થાઓ હવે તેમના ઠેકાણાઓ POK થી ખૈબર પખ્તુનખ્વામાં ખસેડવાનું શરૂ કરી દીધું છે. સંરક્ષણ ક્ષેત્રના સૂત્રો માને છે કે, ઓપરેશન સિંદૂર પછી આતંકવાદી સંગઠનો હવે POK ને સલામત આશ્રયસ્થાન માનતા નથી. પાકિસ્તાની સરકારી એજન્સીઓ આ પ્રયાસમાં આતંકવાદીઓને મદદ કરી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Sep 20, 2025
- 12:34 pm
નવા પ્રકારના ખતરાને પહોંચી વળવા સૈન્ય તૈયાર રહેઃ રાજનાથસિંહ
સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સ 2025માં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, યુદ્ધનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે અને સશસ્ત્ર દળોએ નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આના માટે સૈન્યની ત્રણેય પાંખે એકબીજા સાથે સંકલનમાં રહેવું જરૂરી છે.
- TV9 Gujarati
- Updated on: Sep 16, 2025
- 9:32 pm
ઓપરેશન સિંદૂરે આતંકવાદી મસૂદ અઝહરના પરિવારજનોના ટુકડે ટુકડે કર્યા, જૈશના કમાન્ડરે સ્ટેજ પરથી કરી કબૂલાત
પાકિસ્તાનમાં એક સ્ટેજ પરથી, ઓપરેશન સિંદૂરના 5 મહિના બાદ, ઇલ્યાસ કાશ્મીરીએ મસૂદના પરિવારજનોના મોત વિશે કબૂલાત કરી હતી. ઇલ્યાસના મતે, ઓપરેશન સિંદૂરમાં મસૂદના પરિવારજનોના ટુકડા થઈ ગયા હતા. તે રાત્રે પરિવારના બધા સભ્યો માર્યા ગયા હતા. ઇલ્યાસને આતંકી મસૂદ અઝહરનો નજીકનો સાથીદાર માનવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Sep 16, 2025
- 2:42 pm