AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emergency Kit: ભારે વરસાદમાં મુશ્કેલીથી બચવું છે? તૈયાર કરો મોન્સૂન ઇમરજન્સી કિટ, દરેક ઘરમાં હોવી જોઈએ આ જરૂરી વસ્તુઓ

ચોમાસામાં અચાનક વીજળી જવી, પાણી ભરાવું અથવા રસ્તા બંધ થવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આવી પરિસ્થિતિમાં મોન્સૂન ઇમરજન્સી કિટ તમારા પરિવાર માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જાણો તેમાં શું-શું રાખવું જોઈએ.

| Updated on: Jul 08, 2026 | 1:45 PM
Share
ચોમાસાની ઋતુ ગરમીથી રાહત તો આપે છે, પરંતુ તેની સાથે અનેક પડકારો પણ લઈને આવે છે. સતત વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાવું, વીજળી બંધ થવી, વાહનવ્યવહાર ખોરવાઈ જવો અને કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાવી સામાન્ય બાબત બની ગઈ છે. આવી પરિસ્થિતિમાં ગભરાવા કરતાં પહેલાથી તૈયારી રાખવી વધુ સમજદારીનું પગલું છે.

1 / 12
આ માટે દરેક ઘરમાં એક મોન્સૂન ઇમરજન્સી કિટ તૈયાર રાખવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. ઇમરજન્સી કિટનો અર્થ માત્ર દવાઓનું બોક્સ નથી. તેમાં એવી તમામ જરૂરી વસ્તુઓ હોવી જોઈએ જે અચાનક ઊભી થયેલી મુશ્કેલીમાં પરિવારની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે.

2 / 12
ટોર્ચ અને વધારાની બેટરી રાખો: ભારે વરસાદ દરમિયાન ઘણી વખત વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. આવી સ્થિતિમાં મોબાઇલની ફ્લેશલાઇટ પર સંપૂર્ણ આધાર રાખવો યોગ્ય નથી. ઘરમાં સારી ગુણવત્તાની ટોર્ચ અને તેની વધારાની બેટરી તૈયાર રાખવાથી અંધારામાં પણ સરળતાથી કામ કરી શકાય છે.

3 / 12
ફર્સ્ટ એઇડ કિટ હોવી જ જોઈએ: નાની-મોટી ઇજાઓ, કટ, તાવ અથવા સામાન્ય તબિયત બગડવાની સ્થિતિમાં પ્રાથમિક સારવાર માટે ફર્સ્ટ એઇડ કિટ જરૂરી છે. તેમાં બેન્ડેજ, ગોઝ, એન્ટિસેપ્ટિક દ્રાવણ, પેઇનકિલર, તાવની દવા અને ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત લેવાતી દવાઓ પણ રાખવી જોઈએ.

4 / 12
પીવાનું શુદ્ધ પાણી અને સૂકો ખોરાક: જો ભારે વરસાદને કારણે બહાર જવું શક્ય ન હોય અથવા બજારો બંધ હોય, તો ઘરમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો રાખવો જરૂરી છે. સાથે જ બિસ્કિટ, ડ્રાયફ્રૂટ્સ, ચણા, મમરા, એનર્જી બાર અથવા અન્ય લાંબા સમય સુધી સાચવી શકાય તેવો સૂકો ખોરાક પણ કિટમાં રાખવો જોઈએ.

5 / 12
પાવર બેંક અને મોબાઇલ ચાર્જિંગની તૈયારી: આજના સમયમાં મોબાઇલ ફોન સંપર્કનું સૌથી મહત્વપૂર્ણ સાધન છે. વીજળી લાંબા સમય સુધી ન હોય ત્યારે સંપૂર્ણ ચાર્જ કરેલી પાવર બેંક ખૂબ ઉપયોગી બને છે. શક્ય હોય તો વધારાનો ચાર્જિંગ કેબલ પણ સાથે રાખવો.

6 / 12
મહત્વના દસ્તાવેજોને વોટરપ્રૂફ રાખો: આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક સંબંધિત દસ્તાવેજો, વીમા પૉલિસી, મિલકતના કાગળો અને અન્ય જરૂરી દસ્તાવેજોને વોટરપ્રૂફ ફાઇલ અથવા ઝિપ લોક બેગમાં રાખવાથી વરસાદી પાણીથી નુકસાન થતું અટકે છે. સાથે જ તેમની ડિજિટલ નકલ મોબાઇલ અથવા ક્લાઉડ સ્ટોરેજમાં સાચવવી પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.

7 / 12
સ્વચ્છતા માટે જરૂરી વસ્તુઓ રાખવી જરૂરી: ઇમરજન્સી કિટમાં સેનિટાઇઝર, સાબુ, ટિશ્યૂ પેપર, માસ્ક, ડિસ્પોઝેબલ ગ્લોવ્સ અને મહિલાઓ માટે જરૂરી હાઇજિન પ્રોડક્ટ્સનો સમાવેશ કરવો જોઈએ. વરસાદી મોસમમાં ચેપજન્ય રોગોનું જોખમ વધતું હોવાથી સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે. (All Image Credit Source: Social Media)

8 / 12
રેઇન કોટ અને છત્રી હંમેશા તૈયાર રાખો: ઘરમાં દરેક સભ્ય માટે રેઇન કોટ અથવા મજબૂત છત્રી ઉપલબ્ધ હોવી જોઈએ. જો અચાનક બહાર જવાની જરૂર પડે તો તે વરસાદથી સુરક્ષા આપવામાં મદદ કરશે.

9 / 12
આકસ્મિક સંપર્કોની યાદી રાખો: મોબાઇલ બંધ થઈ જાય અથવા નેટવર્કની સમસ્યા ઊભી થાય તો પરિવારજનો, નજીકની હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન વિભાગના મહત્વપૂર્ણ ફોન નંબર કાગળ પર લખીને કિટમાં રાખવા જોઈએ.

10 / 12
બાળકો અને વૃદ્ધો માટે અલગ તૈયારી કરો: જો ઘરમાં નાના બાળકો અથવા વૃદ્ધો હોય તો તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દૂધ પાવડર, ડાયપર, નિયમિત દવાઓ, ચશ્મા, વધારાના કપડાં અને જરૂરી મેડિકલ સાધનો અલગથી તૈયાર રાખવા જોઈએ.

11 / 12
આપત્તિ ક્યારે આવશે તેની કોઈ આગાહી કરી શકાતી નથી, પરંતુ તેની સામે તૈયાર રહેવું આપણા હાથમાં છે. એક નાની મોન્સૂન ઇમરજન્સી કિટ બનાવવામાં થોડો સમય અને ખર્ચ થાય છે, પરંતુ જરૂર પડ્યે તે આખા પરિવાર માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. ચોમાસાની શરૂઆત પહેલાં જ આવી કિટ તૈયાર રાખવાથી અચાનક સર્જાતી મુશ્કેલીઓનો વધુ આત્મવિશ્વાસ સાથે સામનો કરી શકાય છે. (All Image Credit Source: Social Media)

12 / 12

આ પણ વાંચો: Science Facts: લાખો ટન વજન, ગુરુત્વાકર્ષણ હોવા છતાં વાદળો આકાશમાંથી નીચે કેમ નથી પડતા? જાણો વૈજ્ઞાનિક કારણ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">