AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: નોકરીની સાથે દર મહિને ₹15,000 ફિક્સ… કોઈ પણ રોકાણ વગર ઘર બેઠા શરૂ કરો આ ‘પાર્ટ ટાઈમ કામ’

આજનો યુગ ડિજિટલ બની ચૂક્યો છે. ચાની દુકાનથી લઈને મોટા-મોટા શોરૂમ સુધી, દરેક જગ્યાએ તમને પેમેન્ટ કરવા માટે એક ક્યુઆર (QR) કોડ લગાવેલો જોવા મળી જશે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ જ QR કોડની મદદથી તમે દર મહિને ઘરે બેઠા એક ફિક્સ આવક કમાઈ શકો છો?

| Updated on: Jul 08, 2026 | 12:37 PM
Share
જો તમે ઓછા બજેટમાં અથવા કોઈ ખાસ ટેકનિકલ નોલેજ વગર એક નવો અને અનોખો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો આ આઈડિયા તમારા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે, જ્યારે તમે કોઈ રેસ્ટોરન્ટ, કેફે કે હોટલમાં જાઓ છો, ત્યારે વેટર તમને એક મોટું કાગળનું મેન્યુ કાર્ડ આપી દે છે. ઘણીવાર આ કાર્ડ ફાટેલું હોય છે, તો ઘણીવાર તેના પર ગંદકી લાગેલી હોય છે. આ સિવાય, જ્યારે પણ રેસ્ટોરન્ટવાળાએ કોઈ વાનગીની કિંમત બદલવી હોય, ત્યારે તેણે આખું મેન્યુ કાર્ડ ફરીથી છપાવવું પડે છે, જેમાં ઘણો ખર્ચ થાય છે.

1 / 6
QR Menu આ જ સમસ્યાનો આધુનિક ઉકેલ છે. દુકાન કે રેસ્ટોરન્ટના ટેબલ પર એક નાનકડો QR કોડનો સ્ટેન્ડ લગાવી દેવામાં આવે છે. ગ્રાહકો પોતાના મોબાઈલથી તેને સ્કેન કરે છે અને તેમના ફોન પર જ આખું મેન્યુ (ફોટા અને કિંમતો સાથે) ખૂલીને આવી જાય છે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે કોઈ મોંઘા લેપટોપ કે કોડિંગ શીખવાની બિલકુલ જરૂર નથી. તમે તમારા સ્માર્ટફોનથી જ તેને મિનિટોમાં તૈયાર કરી શકો છો.

2 / 6
આ માટે ફ્રી વેબસાઈટ્સનો ઉપયોગ કરો. ઈન્ટરનેટ પર સ્કેનોવા, ક્યુઆર કોડ જનરેટર, મેન્યુ ટાઈગર અને બીકનસ્ટેક જેવી ઘણી વેબસાઈટ્સ તેમજ એપ્સ છે, જ્યાં તમે ફ્રીમાં અથવા ખૂબ જ ઓછા પૈસામાં ડિજિટલ મેન્યુ બનાવી શકો છો. હવે મેન્યુ અપલોડ કરો. તમે જે પણ રેસ્ટોરન્ટ કે દુકાન માટે કામ કરી રહ્યા છો, તેમની વાનગીઓના નામ, ફોટા અને કિંમતો આ એપ્સમાં ઉમેરી દો.

3 / 6
ત્યારબાદ QR કોડ ડાઉનલોડ કરો. આ સોફ્ટવેર તમને એક યુનિક QR કોડ બનાવીને આપશે. તેને ડાઉનલોડ કરી લો અને તેની એક પ્રિન્ટઆઉટ કાઢીને સ્ટેન્ડમાં લગાવી દો. હવે તમારે રેસ્ટોરન્ટ કે કેફેના માલિકો પાસે જવાનું છે અને તેમને આ ટેકનોલોજીના ફાયદા સમજાવવાના છે, જેમ કે પ્રિન્ટિંગનો ખર્ચ બચવો, ટેબલ પર ભીડ ન થવી અને ગ્રાહકોને મોર્ડન અનુભવ મળવો.

4 / 6
તમે રેસ્ટોરન્ટ કે કેફેના માલિકો પાસેથી બે રીતે કમાણી કરી શકો છો. એક તો વન-ટાઇમ સેટઅપ ફી  છે. પહેલીવાર આખું ડિજિટલ મેન્યુ તૈયાર કરવા અને QR સ્ટેન્ડ આપવા માટે તમે ₹1000 થી ₹2000 લઈ શકો છો.  મહિનાનો મેઈન્ટેનન્સ ચાર્જ જોઈએ તો, રેસ્ટોરન્ટમાં અવારનવાર કિંમતો બદલાતી રહે છે અથવા કોઈ નવી વાનગી ઉમેરાય છે. એવામાં તમે ક્લાઈંટને કહો કે, દર મહિને મેન્યુ અપડેટ કરવાની જવાબદારી મારી રહેશે, જેના માટે તમારે બસ ₹300 થી ₹500 મહિને આપવાના રહેશે.

5 / 6
જો તમે તમારા શહેરમાં માત્ર 20 થી 30 રેસ્ટોરન્ટ, કેફે, ઢાબા કે જ્યુસ કોર્નરને પણ તમારી સાથે જોડી લો, તો દર મહિને ₹10,000 થી ₹15,000 ની ફિક્સ પેસિવ ઇન્કમ તમારા ખિસ્સામાં હશે. કામ માત્ર એટલું જ હશે કે, જ્યારે પણ કોઈ દુકાનદાર ફોન કરીને કહેશે કે કોઈ આઈટમનો રેટ બદલી દો, તમારે મોબાઈલથી 2 મિનિટમાં તેને અપડેટ કરી દેવાનું છે.

6 / 6
Disclaimer: આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે. આ વ્યવસાયમાં સંભવિત નફો અને જોખમ બજાર, સ્થાન, સ્કેલ અને ઉત્પાદનની ગુણવત્તાના આધારે બદલાય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર અથવા વ્યવસાય સલાહકારની સલાહ લો.

Business idea: ‘પેટ્રોલ પંપ’નો વ્યવસાય! નોકરીથી કંટાળ્યા હોવ તો શરૂ કરો આ ‘ધંધો’, મહિને લાખો રૂપિયાની કમાણી કરશો

Follow Us
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો

અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ

શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ

g clip-path="url(#clip0_868_265)">