AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સોના-ચાંદી ખરીદનારાઓ માટે ‘મોટા સમાચાર’, માર્કેટ તૂટતા કિંમતી ધાતુઓના ભાવમાં આવ્યો ‘મોટો ઘટાડો’

વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી નબળાઈ અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત થવાને કારણે સ્થાનિક બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી જીઓ-પોલિટિકલ હલચલ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફારને કારણે કિંમતી ધાતુઓના ભાવ પર દબાણ વધ્યું છે.

| Updated on: Jul 07, 2026 | 8:06 PM
Share
મંગળવારે 07 July ના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવમાં 1,400 રૂપિયાનો મોટો ઘટાડો આવ્યો અને તે 1.49 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું, જ્યારે ચાંદીની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો થયો. રૂપિયાના મજબૂત થવા અને ગ્લોબલ માર્કેટના નબળા વલણોની અસર આ કિંમતી મેટલ્સ પર પડી. 99.9 ટકા પ્યોરિટીવાળા સોનાની કિંમત સોમવારના 1,50,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ક્લોઝિંગ લેવલથી 1,400 રૂપિયા ઘટીને 1,49,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (તમામ ટેક્સ સહિત) થઈ ગઈ.

1 / 7
ચાંદીના ભાવ પણ 200 રૂપિયા ઘટીને 2,39,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (તમામ ટેક્સ સહિત) થઈ ગયા, જ્યારે અગાઉના સેશનમાં તે 2,40,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા. HDFC સિક્યોરિટીઝમાં કોમોડિટીઝના સીનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, ‘મંગળવારે સોનાના ભાવમાં ઘટાડો જારી રહ્યો, કારણ કે રોકાણકારોએ ફેડરલ રિઝર્વની જૂનની બેઠકની મિનિટ્સ અને અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટોના બીજા રાઉન્ડ પહેલા સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું.

2 / 7
એનાલિસ્ટ્સે જણાવ્યું કે, અમેરિકી ડોલર સામે રૂપિયામાં તીવ્ર મજબૂતી આવવાને કારણે સ્થાનિક બુલિયન (સોના-ચાંદી) ના ભાવ પર પણ દબાણ જોવા મળ્યું હતું. LKP સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી રિસર્ચ એનાલિસ્ટ વાઇસ પ્રેસિડેન્ટ જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘અમેરિકી ડોલર સામે રૂપિયામાં 48 પૈસાની મજબૂતી આવ્યા બાદ સોનાના ભાવમાં નબળાઈ રહી, જેની અસર સ્થાનિક બુલિયન પર પડી.’

3 / 7
તેમણે ઉમેર્યું કે, સાઉદી અરેબિયા દ્વારા એશિયન ખરીદદારો માટે ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડ્યા બાદ રૂપિયો મજબૂત થયો, જેનાથી ભારતના ઈમ્પોર્ટ બિલને લઈને ચિંતા ઓછી થઈ અને બુલિયન પર દબાણ વધ્યું. ઈન્ટરનેશનલ માર્કેટમાં, સ્પોટ ગોલ્ડ 24.54 ડોલર અથવા 0.59 ટકા ઘટીને 4,140.59 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયું અને ચાંદી લગભગ 2 ટકા ઘટીને 60.89 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ.

4 / 7
મિરાએ એસેટ શેરખાનમાં કોમોડિટીઝના હેડ પ્રવીણ સિંહે જણાવ્યું હતું કે, ‘ઓવરસીઝ ટ્રેડમાં સ્પોટ ગોલ્ડ નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યું છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) અને તેની આસપાસ શિપિંગ પર થયેલા હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં થોડી રિકવરી આવી છે.’

5 / 7
તેમણે કહ્યું કે, આ હુમલાથી પર્શિયન ગલ્ફમાંથી પસાર થતા જહાજોની સુરક્ષાને લઈને ચિંતાઓ ફરી વધી ગઈ છે, જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ 1 ટકાથી વધુ વધી ગયા અને US ટ્રેઝરી યીલ્ડ તથા ડોલર ઈન્ડેક્સ પણ ઉપર જતા રહ્યા, જેની અસર કિંમતી ધાતુઓ પર પડી. કોટક સિક્યોરિટીઝમાં કોમોડિટી રિસર્ચના AVP કાયનાત ચેનવાલાએ જણાવ્યું હતું કે, ‘ટ્રેડર્સ આગળના સંકેતો માટે ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકની મિનિટ્સ, ADP રિપોર્ટ, શરૂઆતી જોબલેસ ક્લેમ અને આગામી સપ્તાહે આવનારા US મોંઘવારીના આંકડાઓની રાહ જોઈ રહ્યા છે.'

6 / 7
ભવિષ્યના દ્રષ્ટિકોણ પર વાત કરતા પ્રવીણ સિંહે જણાવ્યું કે, કિંમતી ધાતુઓની કિંમતો નજીકના ભવિષ્યમાં એક મર્યાદિત દાયરામાં જ રહેવાની શક્યતા છે. જો કે, પશ્ચિમ એશિયામાં જીઓ-પોલિટિકલ તણાવ મર્યાદિત રહેશે, તો બજારમાં સકારાત્મક વલણ પાછું આવી શકે છે.

7 / 7

સોનાના બજારમાં ચીને ખેલ્યો ‘મોટો દાવ…’ આ એક નિર્ણયથી વૈશ્વિક માર્કેટમાં ‘ભારે હલચલ’, રોકાણકારોની વધી ‘ચિંતા’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">