સોનાના બજારમાં ચીને ખેલ્યો ‘મોટો દાવ…’ આ એક નિર્ણયથી વૈશ્વિક માર્કેટમાં ‘ભારે હલચલ’, રોકાણકારોની વધી ‘ચિંતા’
વૈશ્વિક સ્તરે વધી રહેલા આર્થિક તણાવ અને અનિશ્ચિતતા વચ્ચે ચીને સોનાને લઈને એક નવું પગલું ભર્યું છે, જેના પર અત્યારે આખી દુનિયાની નજર ટકેલી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં અવારનવાર આવતા ઉતાર-ચઢાવને કારણે ભલે તેની કુલ વેલ્યુમાં ફેરફાર દેખાતો હોય પરંતુ ચીનના આ નિર્ણયથી વૈશ્વિક ગોલ્ડ માર્કેટ પર આગામી સમયમાં મોટી અસર પડી શકે છે અને આ જ કારણે રોકાણકારો પણ હવે બજારની નવી દિશા પર નજર રાખીને બેઠા છે.

દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીને ફરી એકવાર એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે પોતાના ગોલ્ડ રિઝર્વ (સોનાના ભંડાર) ને સતત મજબૂત બનાવવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. તાજા આંકડા મુજબ, ચીનની સેન્ટ્રલ બેંક એટલે કે પીપલ્સ બેંક ઓફ ચાઈના (People's Bank of China) એ જૂન મહિનામાં પણ સોનાની ખરીદી ચાલુ રાખી. ખાસ વાત એ છે કે, આ સતત 20મો મહિનો છે; જ્યારે ચીને પોતાના સોનાના ભંડારમાં વધારો કર્યો છે.

જૂનના અંત સુધીમાં ચીન પાસે કુલ 75.44 મિલિયન ફાઇન ટ્રોય આઉન્સ ગોલ્ડ રિઝર્વ નોંધાયું હતું. આ પહેલા May મહિનાના અંતમાં આ આંકડો 74.96 મિલિયન ફાઇન ટ્રોય આઉન્સ હતો, એટલે કે એક મહિનાની અંદર ચીને પોતાના સોનાના ભંડારમાં ફરી વધારો કર્યો છે.

જો કે, ચીન પાસે રહેલા સોનાની માત્રા વધી છે પરંતુ તેની કુલ કિંમત (વેલ્યુ) માં ઘટાડો નોંધાયો છે. People's Bank of China ના જણાવ્યા અનુસાર, જૂનના અંત સુધીમાં દેશના ગોલ્ડ રિઝર્વની કુલ વેલ્યુ 303.72 બિલિયન અમેરિકી ડોલર રહી હતી. આ પહેલા May મહિનામાં તેની વેલ્યુ 340.75 બિલિયન અમેરિકી ડોલર હતી.

આનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોમાં આવેલી વધ-ઘટ માનવામાં આવી રહ્યું છે. સરળ રીતે કહીએ તો, 'ચીન' પાસે 'સોનું' પહેલા કરતાં વધુ થઈ ગયું પરંતુ બજારમાં કિંમતો બદલાવાને કારણે તેની કુલ વેલ્યુ ઓછી દેખાઈ. નિષ્ણાતોનું માનવું છે કે, દુનિયાની ઘણી સેન્ટ્રલ બેંકો છેલ્લા કેટલાક વર્ષોથી પોતાનું ગોલ્ડ રિઝર્વ વધારી રહી છે. આનું સૌથી મોટું કારણ આર્થિક અનિશ્ચિતતા, વૈશ્વિક તણાવ અને વિદેશી હૂંડિયામણ ભંડાર (ફોરેક્સ રિઝર્વ) માં વિવિધતા લાવવાનું છે.

સોનાને હંમેશા સુરક્ષિત રોકાણ એટલે કે સેફ હેવન એસેટ (Safe Haven Asset) માનવામાં આવે છે, જ્યારે દુનિયામાં આર્થિક કે જીઓ-પોલિટિકલ જોખમ વધે છે, ત્યારે ઘણા દેશો પોતાના વિદેશી હૂંડિયામણ ભંડારનો એક ભાગ સોનામાં રાખવાનું પસંદ કરે છે. ચીન દ્વારા સતત 20 મહિના સુધી સોનાની ખરીદી કરવી એ વાતનો સંકેત માનવામાં આવે છે કે, તે પોતાના વિદેશી હૂંડિયામણ ભંડારને વધુ મજબૂત બનાવવા માંગે છે. મોટાપાયે સેન્ટ્રલ બેંકની ખરીદીથી વૈશ્વિક ગોલ્ડ માર્કેટ પર પણ અસર પડી શકે છે.

જો આવનારા મહિનાઓમાં પણ ચીન આ જ રીતે સોનું ખરીદતું રહેશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની માંગ મજબૂત બની રહી શકે છે. આવી સ્થિતિમાં હવે રોકાણકારોની નજર ચીનની આગામી ખરીદી અને વૈશ્વિક સોનાની કિંમતોની દિશા પર ટકેલી રહેશે.
સોના-ચાંદીના બજારમાં ‘મોટો ખેલ’, કિંમતોમાં ભારે ઉથલ-પાથલ વચ્ચે આ 4 ફેક્ટર્સ પર ટકેલી છે આખા માર્કેટની ‘નજર’
