AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Rain News: રાજ્યના 195 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત-નવસારી સહિત અનેક વિસ્તારો જળબંબાકાર, જુઓ Video

Gujarat Rain News: રાજ્યના 195 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત-નવસારી સહિત અનેક વિસ્તારો જળબંબાકાર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2026 | 9:37 AM
Share

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓની જળસપાટી વધી રહી છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. રાજ્યના કુલ 195 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા અનેક સ્થળોએ રસ્તાઓ, કોઝવે અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

 સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ, અનેક તાલુકામાં રેકોર્ડ નોંધાયો

છેલ્લા 24 કલાક દરમિયાન સુરત જિલ્લાના પલસાણામાં સૌથી વધુ 18.19 ઇંચ વરસાદ નોંધાયો છે. કામરેજમાં 17.40 ઇંચ, સુરત શહેરમાં 14.09 ઇંચ અને બારડોલીમાં 9.39 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જ્યારે ખાડીઓ અને નાળાઓ ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે.

 નવસારી અને વલસાડ જિલ્લામાં પણ વરસાદનો કહેર

નવસારી જિલ્લામાં 15.28 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. જલાલપોરમાં 11.02 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે વલસાડ જિલ્લાના કપરાડામાં 12.68 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલાક ગામોમાં સંપર્ક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે.

 75 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ, તંત્ર એલર્ટ મોડમાં

રાજ્યના કુલ 75 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જિલ્લા વહીવટી તંત્ર, NDRF અને SDRFની ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે અને નદી કિનારાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તેમજ બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- Emergency Kit: ભારે વરસાદમાં મુશ્કેલીથી બચવું છે? તૈયાર કરો મોન્સૂન ઇમરજન્સી કિટ, દરેક ઘરમાં હોવી જોઈએ આ જરૂરી વસ્તુઓ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">