Vadodara News: પાદરાની ઢાઢર નદીમાં અચાનક દેખાયુ મગરોના ઝૂંડ, આસપાસના લોકોમાં ફફડાટ, જુઓ Video
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં મગરોના ઝૂંડ બહાર આવ્યાનો વીડિયો સામે આવ્યો છે. કોઠવાડા ગામ નજીક નદીના કિનારે એક સાથે અનેક મગરો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મગરોને જોવા માટે લોકો બ્રિજ પર ઉભા રહી ગયા હતા, જેના કારણે ત્યાં થોડા સમય માટે ભારે ભીડ જોવા મળી હતી.

ઉપશીર્ષક: વિશ્વામિત્રી અને ઢાઢર નદીમાં સતત દેખાઈ રહ્યા છે મગરો
ભારે વરસાદ બાદ નદીઓમાં પાણીની સપાટી વધતા વિશ્વામિત્રી અને ઢાઢર નદીમાં મગરો વારંવાર બહાર દેખાઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસથી નદીકાંઠે મગરોની અવરજવર વધી છે, જેના કારણે આસપાસના ગામોમાં ચિંતા વધી છે. તંત્રએ લોકોને નદીકાંઠે જવાથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
મહત્વનું છે કે ચોમાસાનું આગમન થતા જ વડોદરાની નદીઓમાં પાણીની આવક વધી છે. અહીંની વિશ્વામિત્રી નદીમાં મગરોના વસવાટ માટે જાણીતી છે. ક્યારેક તે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર પણ આવી જતા હોય છે. ત્યારે હવે ઢાઢર નદીમાં પણ મગરોનું ઝુંડ જોવા મળતા આસપાસના લોકોમાં સુરક્ષાને લઇને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- Breaking News : નવસારીમાં આકાશી આફત, પુણા નદી ભયજનક સપાટીથી ઉપર, જુઓ Video