AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય રેલવેની ફર્સ્ટ એસી કેબિન બની ગઈ હનીમૂન સ્યુટ : ગુલાબ અને ફુગ્ગાથી સજાવેલી ટ્રેનનો વીડિયો જોઈ લોકોએ કહ્યું “સુહાગરાત એક્સપ્રેસ”

ઇન્ડિયન રેલવેની ટ્રેન ચાલુ હતી ત્યારે જ કપલ માટે આખી કેબિનને રોમેન્ટિક લુક આપવામાં આવ્યો, સુરક્ષા અને નિયમોને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા.

ભારતીય રેલવેની ફર્સ્ટ એસી કેબિન બની ગઈ હનીમૂન સ્યુટ : ગુલાબ અને ફુગ્ગાથી સજાવેલી ટ્રેનનો વીડિયો જોઈ લોકોએ કહ્યું સુહાગરાત એક્સપ્રેસ
| Updated on: Jul 08, 2026 | 4:14 PM
Share

ભારતીય રેલવેની સફર દરમિયાન સામાન્ય રીતે ભીડ અને હો હાના દ્રશ્યો સામે આવતા હોય છે, પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર એક સાવ અલગ જ વીડિયો વાયરલ થયો છે. ઇન્ડિયન રેલવેના ફર્સ્ટ એસી કેબિનનો એક વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં આખા રેલવે કોચને કોઈ લક્ઝરી હોટલના ‘હનીમૂન સ્યુટ’ની જેમ શણગારવામાં આવ્યો છે.

ટ્રેન ચાલુ હતી તે દરમિયાન કેબિનની અંદર હજારો ગુલાબની પાંખડીઓ, સુંદર ફૂલોની ગોઠવણી, રંગબેરંગી ફુગ્ગા અને દીવાલ પર ‘આઈ લવ યુ’ લખેલું જોવા મળ્યું હતું. આ અનોખો નજારો જોઈને પ્રવાસીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

લોકોએ ટ્રેનને આપ્યું ‘સુહાગરાત એક્સપ્રેસ’ નામ, સુરક્ષાને લઈને ઉઠ્યા ગંભીર સવાલો

આ રોમેન્ટિક સરપ્રાઈઝનો વીડિયો સામે આવ્યા બાદ ઇન્ટરનેટ પર યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકોએ આ ભવ્ય અને રોમેન્ટિક આઈડિયાના વખાણ કર્યા છે અને તેને ખાસ દિવસની ઉજવણીની યાદગાર રીત ગણાવી છે. તો બીજી તરફ, ઘણા યુઝર્સે ચાલતી ટ્રેનમાં આવી સજાવટ કરવા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

લોકોનું કહેવું છે કે ફુગ્ગા, કાગળ અને ફૂલો જેવી વસ્તુઓથી ટ્રેનમાં આગ લાગવાનું જોખમ વધી શકે છે. આનાથી સફાઈ અને મુસાફરોની સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થાય છે કે નહીં તેવો વિવાદ પણ છેડાયો છે. સોશિયલ મીડિયા પર લોકો આ ટ્રેનને મજાકમાં ‘સુહાગરાત એક્સપ્રેસ’ અથવા ‘વ્હીલ્સ પર સુહાગરાત’ કહીને તેના પર ફની મીમ્સ શેર કરી રહ્યા છે. લોકો રેલવે પ્રશાસન પાસે ખુલાસો માંગી રહ્યા છે કે શું ખાનગી વ્યક્તિને ટ્રેન સજાવવાની મંજૂરી મળી શકે?

રેલવે સત્તાધીશોએ આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો કેવી રીતે પ્લાન થઈ આખી સરપ્રાઈઝ

આ મામલે જ્યારે રેલવે અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે આમાં કોઈ નિયમોનો ભંગ થયો નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, સંબંધિત મુસાફરે ફર્સ્ટ એસી કેબિનની બંને બર્થ બુક કરાવી લીધી હતી, તેથી તે આખી કેબિન તેમના ખાનગી ઉપયોગ માટે સુરક્ષિત હતી. આ સજાવટથી રેલવેની મિલકતને કોઈ નુકસાન થયું નથી કે ટ્રેનની કામગીરીમાં કોઈ ખલેલ પડી નથી, અને રેલવેમાં આવી સજાવટ પર પ્રતિબંધ મૂકતો કોઈ ચોક્કસ નિયમ નથી.

આ સજાવટ કરનાર મહારાષ્ટ્રની ડેકોરેશન એજન્સીએ જણાવ્યું કે જાલનાના એક કપલ માટે આ આયોજન કરાયું હતું. કપલ જ્યારે કાર દ્વારા ઔરંગાબાદથી જાલના રેલવે સ્ટેશન આવી રહ્યું હતું, ત્યારે તેમની ટીમે એડવાન્સમાં ટ્રેનની કેબિન સજાવી દીધી હતી અને આ માટે રેલવેની કોઈ ખાસ મંજૂરી લેવાની જરૂર પડી નહોતી.

જુઓ Video

જનતા પાણીમાં ને કોર્પોરેટરો કચેરીમાં મસ્ત! સુરતમાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી ધોવાઈ, વેરો ભરતી પ્રજા રોષે ભરાઈ- જુઓ Video

Follow Us
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
g clip-path="url(#clip0_868_265)">