Breaking News : નવસારીમાં આકાશી આફત, પુણા નદી ભયજનક સપાટીથી ઉપર, જુઓ Video
મનપા કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. મનપાની 50 ટીમ દ્વારા રાહત અને બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. નવસારીમાં પૂર્ણા નદીની સપાટી 25 ફૂટે પહોંચતાં નદીકાંઠે આવેલા ગધેવાન વિસ્તારમાં પાણી ભરાતા વિસ્તારમાં રહેતા 200 થી વધુ પરિવારો અસરગ્રસ્ત થયા છે.
છેલ્લા 12 કલાકથી નવસારી શહેરના હાલ બેહાલ છે. પૂર્ણ નદી સપાટી વટાવ્યો 28 ફૂટ પર પહોંચી ગઈ હતી જેની સીધી અસર નવસારી શહેરના 30% વિસ્તારને પાણીમાં ડુબાડી દીધું હતું. શહેરના 15 જેટલા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. પુણા નદીની સપાટી હજુ પણ ભયજનક સપાટીથી ઉપર રહેતા તંત્ર દોડતું થયું છે.પૂર્ણા નદીકાંઠે આવેલા ગધેવાન વિસ્તાર પાણીમાં ગરકાવ છે.
આ વિસ્તારમાં રહેતા 200 થી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.મનપા કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે.મનપાની 50 ટીમ દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
નવસારીની નદીઓ છલકાઈ
નવસારીની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ છલકાઈ છે. વરસાદને કારણે હજી પણ કેટલાક રસ્તાઓ બંધ છે. તમને જણાવી દઈએ કે, નવસારીમાં પૂરના કારણે 15 જેટલા વિસ્તારો હજૂ પણ પાણીમાં ગરકાવ છે. 2 હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. ત્રણ નદીઓની સપાટી વધતાં આ સ્થિતિ સર્જાઈ છે.નવસારી શહેરમાં 24 કલાકમાં 15 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જલાલપોરમાં 11 ઈંચ તો ગણેદેવીમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં અનેક રસ્તાઓ બંધ થયા છે.
નવસારી શહેરમાં પૂરને પગલે શહેરના 15 જેટલા વિસ્તારો ભેંસત ખાડા, દશેરા ટેકરી, રંગુન નગર, હિતાયત નગર, કાશીવાડી, બંદર રોડ જલાલપોર, વિસ્તારના 2000 થી વધુ લોકોને શાળાઓ અને વાડીઓમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. 12 કલાકથી ઘરવિહોણા બનેલા લોકોને મહાનગરપાલિકા તંત્ર એ સહારો આપ્યો છે.
