વડોદરા : બોટ દુર્ઘટનાના ભૂલકાઓના પ્રવાસની છેલ્લી યાદગીરીની તસ્વીરો જુઓ
વડોદરાના હરણી તળાવમાં ગઈકાલે બોટ પલટી હોવાની ઘટના બની હતી.આ બોટમાં 23 વિદ્યાર્થીઓ સહિત 31 લોકો સવાર હતા.આ ઘટનામાં વિધાર્થીઓ સહિત કુલ 14 લોકોના મોત નિપજ્યાં છે.જ્યારે અન્ય વિધાર્થીઓ સારવાર હેઠળ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હતી. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા.

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના બની હતી. જેમાં 12 માસૂમ બાળકો સહિત 2 શિક્ષકના મોત થયા હતા.

હરણી તળાવની દુર્ઘટની માહિતી મળતા જ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ સ્થળની મુલાકાત લીધી હતી. અને તપાસના અહેવાલ 10 દિવસમાં આપવાનું જણાવ્યુ હતુ.

ગઈકાલે સાંજે ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો સાથે દુર્ઘટના બની હતી.જેના પગલે આજે 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મેમર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો સામે ગુના દાખલ કરાયો છે. બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો દાખલ કરાયો છે

લેક્ઝોનના બોટ રાઈડમાં વધુ સંખ્યામાં બાળકોને બેસાડાયા હતા. તેમજ બોટમાં યોગ્ય સમારકામ ન હતુ. મેન્ટનન્સ, લાઈફ જેકેટ,દોરડાની સુવિધા ન હતી. આ ઉપરાંત બોટિંગ ચાલુ કરાવતા પહેલા પણ કોઈ સૂચનાઓ અપાઈ નહીં.

બાળકો પિકનીક પર ગયા તે પહેલા બાળકો ખૂબ જ ખુશ હતા. તે આ ફોટામાં જોઈ શકો છો. શિક્ષકોએ આ ફોટો પિકનીકની યાદગીરી માટે પાડ્યો હતો. પરંતુ કોને ખબર હતી આ કાદચ તેમનો છેલ્લો ફોટો હશે.
