AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gud Halwa Recipe : શિયાળામાં ઘરે બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી ગોળનો હલવો, રેસીપી છે ખૂબ જ સરળ

શિયાળામાં ગરમાવો અને સ્વાદ આપતો ગોળનો હલવો એક ઉત્તમ વિકલ્પ છે. આ સરળ રેસીપી માત્ર 15-20 મિનિટમાં તૈયાર થાય છે અને શરીરને ઉર્જા પૂરી પાડે છે.

| Updated on: Jan 16, 2026 | 10:30 PM
Share
શિયાળાની ઋતુમાં ગરમાગરમ અને સ્વાદિષ્ટ મીઠાઈ ખાવાનું મન સૌ કોઈને થાય છે. આવા સમયે ગોળનો હલવો એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. સ્વાદ અને સ્વાસ્થ્યનો સરસ સમન્વય ધરાવતો ગોળનો હલવો ખૂબ જ સરળ રેસીપી છે, જે માત્ર 15થી 20 મિનિટમાં તૈયાર થઈ જાય છે. શિયાળામાં શરીરને ગરમ રાખવામાં ગોળ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

1 / 5
જો તમે રોજરોજ સોજી અથવા ચણાના લોટનો હલવો ખાઈને કંટાળી ગયા હો અને કંઈક નવું અજમાવવું હોય, તો ગોળનો હલવો તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ હલવો બનાવવા માટે કોઈ ખાસ કે મોંઘી સામગ્રીની જરૂર નથી. ઘઉંનો લોટ, ગોળ, ઘી, એલચી પાવડર અને થોડા ડ્રાયફ્રૂટ્સથી આ સ્વાદિષ્ટ હલવો સરળતાથી બનાવી શકાય છે.

2 / 5
ગોળનો હલવો બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં પાણી અને ગોળ ઉમેરીને ગેસ પર મૂકો અને ગોળને સારી રીતે ઓગળવા દો. ત્યારબાદ બીજી કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ઘઉંનો લોટ ઉમેરો. લોટને ઓછી આંચ પર સતત હલાવતા રહો, જેથી તે બળી ન જાય. લગભગ બે મિનિટ પછી તેમાં કાજુ ઉમેરો અને લોટ ઘેરો ભૂરો રંગનો થાય ત્યાં સુધી શેકો.

3 / 5
હવે શેકેલા લોટમાં ગોળનું પાણી ઉમેરો અને આંચ વધારીને સતત હલાવતા રહો. થોડા સમયમાં પાણી બાષ્પીભવન થઈ જશે અને હલવો ગાઢ બનવા લાગશે. અંતમાં એલચી પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને ઉપરથી બદામના ટુકડા છાંટો.

4 / 5
શિયાળાની ઋતુમાં ગરમાગરમ ગોળનો હલવો ખાવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. ગોળમાં રહેલા પોષક તત્વો શરીર માટે ખૂબ લાભદાયી છે અને ઉર્જા પૂરી પાડે છે. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી, દરેકને ગોળના હલવાનો સ્વાદ ચોક્કસ પસંદ પડશે.

5 / 5

શાહી 'ચા' બનાવવાની આ 3 રીત તમે નહીં જાણતા હોવ, જાણવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!

વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું

દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ

કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા

પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ

કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો

અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ

શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક

“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું

g clip-path="url(#clip0_868_265)">