Women’s Health : એક્ટોપિક પ્રેગ્નન્સીનું કારણ શું છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો
કેટલીક મહિલાઓને પ્રેગ્નન્સી સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓમાં એક્ટોપિક પ્રેગ્નન્સી પણ સામેલ છે. તો ચાલો જાણીએ એક્ટોપિક પ્રેગ્નન્સી ક્યાં કારણોથી થાય છે. તે વિશે વિસ્તારથી જાણીએ.

મહિલાઓના શરીરમાં અનેક શારીરિક ફેરફાર થતાં હોય છે. પ્રેગ્નન્સીમાં મહિલાઓને અનેક પ્રકારની સમસ્યાઓનું પણ જોખમ હોય છે. આ સમસ્યાઓમાં એક્ટોપિક પ્રેગ્નન્સીને પણ સામેલ કરવામાં આવે છે. આ પ્રેગ્નન્સી સાથે જોડાયેલી એક ગંભીર સમસ્યા છે. આ સ્થિતિમાં બાળક ગર્ભાશયની બહાર વિકાસ થાય છે.આ એક ઈમરજન્સી સ્થિતિ છે. જેમાં સમયસર સારવાર ન મળતા મહિલાના જીવને પણ જોખમ રહે છે.

આ સ્થિતિમાં મહિલાને તીવ્ર દુખાવો તેમજ હેવી બ્લીડિંગ થાય છે. તો આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ એક્ટોપિક પ્રેગ્નન્સી થવાનું કારણ શું છે.એક્ટોપિક પ્રેગ્નન્સી શું હોય છે. સામાન્ય રીતે પ્રેગ્નન્સીમાં એગ્સ ફર્ટીલાઈઝ થાય છે. ત્યારે તે ફૈલોપિયન ટ્યુબથી થઈ ગર્ભાશય તરફ જાય છે. ત્યારબાદ ફર્ટિલાઈઝ એગ લાઈનિંગમાં ઈપ્લાન્ટ થઈ ભ્રૂણ બને છે. પરંતુ એક્ટોપિક પ્રેગ્નન્સીમાં આ ફર્ટિલાઈઝ એગ ગર્ભાશયને બદલે અન્ય જગ્યા પર ઈમ્પલાન્ટ થાય છે.

મોટાભાગના કેસમાં ફૈલોપિયન ટ્યુબમાં આ ઈમ્પલાટેશન શરુ થાય છે. આ સ્થિતિને ટ્યુબલ પ્રેગ્નન્સી પણ કહેવામાં આવે છે. જ્યારે કેટલાક કેસેમાં ભ્રૂણ ગર્ભાશયની બહાર અન્ય અંગો જેમ કે, ઓવરી, ગર્ભાશય કે અન્ય જગ્યાએ વિકસિત થઈ શકે છે.

તો ચાલો જાણીએ કે, ભ્રૂણ અન્ય સ્થાન પર કેમ ઈમ્પલાન્ટ થાય છે. જેની પાછળ અનેક કારણો છે,ફૈલોપિયન ટ્યુબમાં બ્લોકેઝ કે ડેમેજ થવું, એક્ટોપિક પ્રેગ્નન્સીનું આ સૌથી મુખ્ય કારણ માનવામાં આવે છે. જ્યારે ફૈલોપિયન ટ્યુબ ડેમજ કે બંધ થઈ જાય છે. ત્યારે ફર્ટિલાઈઝ એગ ગર્ભાશય પહોંચી શકતું નથી. તે રસ્તામાં રોકાય રોકાયને ઈમ્પલાન્ટ થવાનું શરુ થાય છે.

પેલ્વિક ઈન્ફ્લેમેટરી રોગ એક ગંભીર સંક્રમણ છે. જે મહિલાના પ્રાઈવેટ પાર્ટ કે ખાસ કરીને ફૈલોપિયન ટ્યુબમાં ફેલાય શકે છે. આ ગોનોરિયા કે ક્લૈમાઈડિયા જેમ કે યૌન સંચારિત રોગના કારણે થાય છે. આનાથી ફૈલોપિયન ટ્યુબમાં સોજો આવી જાય છે. ત્યારબાદ એક્ટોપિક પ્રેગ્નન્સીનું કારણ બની જાય છે.

જે મહિલાઓને પહેલા પણ એક્ટોપિક પ્રેગ્નન્સી થઈ છે. તેને આ સમસ્યા બીજી વખત થવાનું જોખમ વધારે રહે છે. કેટલીક વખત આ સમસ્યાઓમાં મહિલાઓને ફૈલોપિયન ટ્યુબની સર્જરી પણ કરાવવી પડે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
