Breaking News : ટી20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ રમશે કે નહી? આ દિવસે લેવાશે ફાઈનલ નિર્ણય
Bangladesh Cricket Team: ટી20 વર્લ્ડકપ 2026માં બાંગ્લાદેશના રમવા પર ફાઈનલ નિર્ણયની તારીખ સામે આવી ચૂકી છે. જેનો મતલબ એ થયો કે, આઈસીસીએ આ તારીખને બાંગ્લાદેશ માટે ડેડલાઈન તરીકે નક્કી કરી છે.

Bangladesh,T20 World Cup : બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ટી20 વર્લ્ડકપ રમવા પર નિર્ણય લેવાની છેલ્લી તારીખ નક્કી થઈ ચૂકી છે. જો બાંગ્લાદેશ આ દિવસ સુધી માં કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે, તો તે ઠીક છે, નહીં તો ICC તેનો નિર્ણય જાહેર કરશે. ESPNcricinfo અનુસાર, ICC 21 જાન્યુઆરીએ 2026 T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના ભાગ લેવા અંગે અંતિમ નિર્ણય લેશે. ICC એ 17 જાન્યુઆરીએ ઢાકામાં એક બેઠક દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આ નવી ડેડલાઈન જણાવી હતી.
બાંગ્લાદેશને 21 જાન્યુઆરી સુધી માત્ર ટી20 વર્લ્ડકપ રમવા પર જ નહી પરંતુ ટૂર્નામેન્ટ માટે ભારત આવવા પર પણ નિર્ણય લેવો પડશે કારણ કે, જાણકારી મુજબ આઈસીસીએ ચોખ્ખી ભાષામાં કહી દીધું કે, ટૂર્નામેન્ટના શેડ્યુલમાં કોઈ ફેરફાર નહી થાય.
બાંગ્લાદેશે માંગ કરી
બાંગ્લાદેશ અને આઈસીસી વચ્ચે ઢાકામાં થયેલી વાતચીત તેમજ અંદરો અંદર પણ વાતચીત ચાલી રહી છે. જેમાં બાંગ્લાદેશ આ વાત પરથી કહે કે, તેઓ ટૂર્નામેન્ટ તો રમવા માંગે છે પરંતુ ભારતની બહાર. તે ટૂર્નામેન્ટના બીજા હોસ્ટ શ્રીલંકામાં પોતાની મેચ રમવા માટે તૈયાર છે. પહેલાની જેમ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણે ભારતમાં રમવાની ના પાડી છે પરંતુ આઈસીસીએ ચોખ્ખી ભાષમાં કીધું કે,ન તો શેડ્યુલ બદલશે કે ન તો ગ્રુપ, બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાં ગ્રુપ સીમાં છે.
બાંગ્લાદેશે આયરલેન્ડ સાથે ગ્રુપ બદલાવની પણ માંગ કરી
બાંગ્લાદેશે આઈસીસી પાસે માંગ કરી હતી કે, તે ગ્રુપને આયરલેન્ડ સાથે બદલે, આયરલેન્ડની ટીમ ગ્રુપ બીમાં છે. જેમાં પોતાની મેચ શ્રીલંકામાં રમવાની છે. પરંતુ 17 જાન્યુઆરીના રોજ વાતચીત બાદ સ્પષ્ટ થયું કે, આઈસીસીને બાંગ્લાદેશના ગ્રુપ બદલવાનો રસ થોડો પણ નથી. તેમણે બાંગ્લાદેશને આશ્વસન આપ્યું કે, જે સુરક્ષાના વાત કરી રહ્યા છે. તેમાં કોઈ પણ અડચણ નહી થાય.
બાંગ્લાદેશનું ટી20 વર્લ્ડકપ 2026નું શેડ્યુલ
ટી20 વર્લ્ડકપ 2026નું શેડ્યુલ મુજબ બાંગ્લાદેશને પોતાના અભિયાનની શરુઆત 7 ફેબ્રુઆરીથી વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ કરવાની છે. આ મેચ કોલકાત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. ત્યારબાદ 2 મેચ પણ કોલકાત્તામાં રમવાની છે. બાંગ્લાદેશ પોતાની છેલ્લી ગ્રુપ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવાની છે.જો બાંગ્લાદેશ દુર થયું તો. રેન્કિંગના આધારે સ્કોટલેન્ડને તેના સ્થાને સામેલ કરવામાં આવશે.
