ભાજપના મહિલા ધારાસભ્યે કહ્યું – છ મહિનાની રજૂઆત ફળી ! ગુજરાત સરકારે રાજકોટ પશ્ચિમમાં અશાંત ધારો 2031 સુધી લંબાવ્યો
રાજકોટ શહેરના સોસાયટી વિસ્તારમાં અશાંત ધારો લંબાવવા માટે સ્થાનિક રહીશોની, સ્થાનિક ધારાસભ્ય દર્શિતા શાહની રજૂઆતનો છ મહિને ઉકેલ આવ્યો છે. ગુજરાત સરકારે અશાંત ધારો વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે.
રાજકોટ શહેરમાં સોસાયટી વિસ્તારના લોકો ભારે પરેશાન હતા. આ સોસાયટી વિસ્તારના લોકોની સમસ્યા એક જ હતી કે તેમના વિસ્તારમાં અન્ય ધર્મના લોકો રહેઠાણ ખરીદી રહ્યાં હતા. આ અંગે વ્યાપક આક્રોશ ફેલાયેલો હતો. ભાજપના સ્થાનિક ધારાસભ્ય દર્શિતા શાહ સમક્ષ પણ અવારનવાર રજૂઆતો કરવામાં આવી હચી. છેલ્લે તો, ખુદ ભાજપના મહિલા ધારાસભ્ય દર્શિતા શાહે, અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહેલા સ્થાનિકોના ટોળાની આગેવાની લઈને જિલ્લા કલેકટરની કચેરીએ મોરચો લઈ ગયા હતા. આ ઘટનાને મહિનાઓ થતા, ગુજરાત સરકારે 16 જાન્યુઆરી 2031 સુધી અશાંત ધારો લંબાવવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે સ્થાનિકોને પાંચ વર્ષ રાહત મળી છે. સાથે સાથે ભાજપના મહિલા ધારાસભ્યને પણ તેમની રજૂઆત ફળી હોવાની લાગણી થઈ છે.
રાજકોટ શહેરના સોસાયટી વિસ્તારમાં અશાંત ધારાની મુદત પૂરી થઈ જતા, કેટલાક વિધર્મી લોકોએ તેમના વિસ્તારમાં રહેણાક મકાનો ખરીદયા હતા. જેની સામે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. સ્થાનિકો અશાંત ધારો પુનઃ લાગુ કરવા માટે જનઆંદોલન કર્યું પરંતુ તેનું કોઈ ફળદાયી પરિણામ આવ્યું નહોતુ. જો કે, નિરાશ થયેલા સ્થાનિકોએ લડત ચાલુ રાખી અને લડતનો મોરચો સ્થાનિક ધારાસભ્ય તેમજ સાંસદ તરફ માંડ્યો હતો. આ ઘટનાના ત્વરીત પરિણામ સ્થાનિકોને જોવા મળ્યા હતા. રાજકોટના ભાજપના મહિલા ધારાસભ્ય દર્શિતા શાહે, જિલ્લા કલેકટર કચેરી સુધી અશાંત ધારો ઈચ્છતા લોકોના ટોળાની આગેવાની લીધી હતી. જિલ્લા કલેકટરને દર્શિતા શાહની આગેવાનીમાં પ્રતિનિધિમંડળે આવેદન પત્ર પાઠવ્યું હતું.
આ પણ વાંચોઃ ગત 25 ડિસેમ્બરના રોજ, દર્શિતા શાહે અશાંત ધારો ઈચ્છતા નાગરિકોના ટોળાની આગેવાની લીધી હતી
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
