ચિપ્સના પેકેટમાં ‘હવા’ શા માટે ભરવામાં આવે છે? ‘વેફર્સ’ ખાતા ખાતા આવું ક્યારેય વિચાર્યું છે?
આજના સમયમાં મોટાભાગના લોકો 'ચિપ્સ' ખાય છે. એવામાં જ્યારે પણ લોકો ચિપ્સનું પેકેટ ખોલે છે, ત્યારે તેમના મનમાં પહેલો વિચાર એ આવે છે કે, આમાં તો ચિપ્સ કરતાં વધુ 'હવા' ભરેલી છે.

સાંજે જ્યારે ચા પીવાનો સમય થાય ત્યારે કેટલાંક લોકો બિસ્કિટ, નમકીન, ચિપ્સ જેવો હળવો નાસ્તો લેતા હોય છે. એવામાં સવાલ એ છે કે, જ્યારે પણ તમે ચિપ્સના પેકેટને જુઓ છો, ત્યારે તમને અંદર 'હવા' ભરેલી દેખાય છે.

પેકેટ ખોલતાની સાથે જ હવા બહાર નીકળી જાય છે. હવે આના કારણે લોકો વિચારે છે કે, પેકેટમાં ચિપ્સ કરતાં તો વધુ હવા હતી. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ચિપ્સમાં હવા કેમ ભરેલી હોય છે?

તમને જણાવી દઈએ કે, ચિપ્સમાં ભરેલી હવા સામાન્ય નથી હોતી પરંતુ તે 'નાઈટ્રોજન' ગેસ હોય છે, જે પેકેટમાં ભરવામાં આવે છે. જો ચિપ્સના પેકેટમાં સામાન્ય હવા ભરવામાં આવે, તો તેનાથી ચિપ્સ જલ્દી બગડી જાય છે.

આ જ કારણ છે કે, પેકેટમાં નાઈટ્રોજન ગેસ ભરવામાં આવે છે. નિયમો અનુસાર, ગેસના વજનને બાદ કર્યા પછી જ પેકેટ પર ચિપ્સનું વજન લખવું જોઈએ.

કોઈપણ 'ચિપ્સ કંપની' દ્વારા પેકેટમાં નાઈટ્રોજન ગેસ ભરવા પાછળના ઘણા કારણો હોય છે. પહેલું કારણ ચિપ્સને તૂટતા બચાવવાનું છે. સરળ શબ્દોમાં સમજીએ તો, આ ગેસ પેકેટની અંદર એક 'એરબેગ'ની જેમ કામ કરે છે અને ટ્રાન્સપોર્ટેશન (હેરફેર) દરમિયાન ચિપ્સને તૂટવાથી બચાવે છે.

બીજું કારણ ચિપ્સને લાંબા સમય સુધી બગડતા બચાવવાનું પણ છે. નાઈટ્રોજન ગેસ ચિપ્સમાં રહેલા તેલ અને સ્ટાર્ચને ઓક્સિડાઈઝ થતા અટકાવે છે, જેથી ચિપ્સ લાંબા સમય સુધી કુરકુરી (ક્રિસ્પી) રહે છે. આની સાથે જ, નાઈટ્રોજન ગેસને કારણે ચિપ્સમાં બેક્ટેરિયા અને ફૂગ (ફંગસ) લાગતા નથી.
નોંધ: તમને આપવામાં આવેલી બધી માહિતી અલગ અલગ અહેવાલ પર આધારિત છે, TV9 Gujarati આની પુષ્ટિ કરતું નથી.
‘લીંબુ પાણી’ કેટલા સમય સુધી પીવું જોઈએ? શું તેનું નિયમિત સેવન આરોગ્ય માટે ફાયદાકારક છે?
