Stock Market: 625 રૂપિયાનું ડિવિડન્ડ! કપડાં બનાવતી કંપની ફરી એકવાર ચર્ચામાં, પાંચમી વખત રોકાણકારોની ‘લોટરી’ લાગી
જોકી બ્રાન્ડના કપડાં બનાવતી કંપની ફરી એકવાર રોકાણકારોને ખુશ કરવાની તૈયારી કરી રહી છે. ગયા વર્ષે 2025માં કંપનીએ ચાર વખત પાત્ર રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવ્યું હતું.

જોકી બ્રાન્ડના કપડાં બનાવતી કંપની ફરી એકવાર રોકાણકારોને ખુશ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ 2025માં 04 ડિવિડન્ડ ચૂકવી દીધા છે અને હવે નવા ડિવિડન્ડની જાહેરાત કરી છે. ગયા વર્ષે એટલે કે 2025માં 625 રૂપિયાનું ડિવિડન્ડ આપનાર કંપની હવે પાંચમી વખત રોકાણકારોને માલામાલ કરવા જઈ રહી છે.

જણાવી દઈએ કે, કંપનીએ વર્ષ 2025 માં ચાર વખત પાત્ર રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવ્યું હતું. બીએસઈના ડેટા મુજબ, ગયા કેલેન્ડર વર્ષ દરમિયાન પેજ ઈન્ડસ્ટ્રીઝના શેર ચાર વખત 'એક્સ-ડિવિડન્ડ' ટ્રેડ થયા હતા.

પ્રથમ વખત કંપનીએ ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં 'એક્સ-ડિવિડન્ડ' ટ્રેડ કર્યું હતું, જેમાં પ્રતિ શેર 150 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું. બીજી વખત કંપનીએ મે મહિનામાં 'એક્સ-ડિવિડન્ડ' ટ્રેડ કર્યું હતું, ત્યારે પાત્ર રોકાણકારોને 200 રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું હતું.

ત્યારબાદ ઑગસ્ટ મહિનામાં કંપનીએ ફરી 'એક્સ-ડિવિડન્ડ' ટ્રેડ કર્યું હતું, જેમાં પાત્ર રોકાણકારોને પ્રતિ શેર 150 રૂપિયાનું લાભાંશ મળ્યું હતું. ગયા વર્ષે છેલ્લી વખત પેજ ઈન્ડસ્ટ્રીઝે 19 નવેમ્બરે 'એક્સ-ડિવિડન્ડ' ટ્રેડ કર્યું હતું, ત્યારે પ્રતિ શેર 125 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું.

પેજ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું છે કે, 5 ફેબ્રુઆરીના રોજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાશે. આ બેઠકમાં ડિસેમ્બર ક્વાર્ટરના (ત્રિમાસિક ગાળાના) પરિણામ પર નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત, બોર્ડ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટેના ત્રીજા વચગાળાના (ઇન્ટરિમ) ડિવિડન્ડ અંગે પણ નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે, જો બોર્ડ દ્વારા ડિવિડન્ડ આપવાની મંજૂરી મળશે, તો તે માટે 11 ફેબ્રુઆરી 2026 'રેકોર્ડ ડેટ' નક્કી કરવામાં આવશે.

પેજ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા એક વર્ષમાં 25% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ત્રણ વર્ષના સમયગાળામાં આ શેર 14.23% નીચે આવ્યા છે. જો કે, પાંચ વર્ષમાં તેમાં 20.76% નો વધારો થયો છે, એટલે કે પાંચ વર્ષમાં તેના શેરમાં 5,775 રૂપિયાનો વધારો થયો છે. તેમ છતાંય, આ વળતર સેન્સેક્સના 70.43% રિટર્ન કરતા ઘણું ઓછું છે. કંપની સારું ડિવિડન્ડ આપે છે અને તેનો ડેટ-ટુ-ઈક્વિટી રેશિયો (Debt-to-Equity ratio) 0.2 છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આ પણ વાંચો: Stock Market : એક શેર ₹35 નું ‘તગડું ડિવિડન્ડ’! 943% જેટલું રિટર્ન આપનારી કંપનીએ કરી મોટી જાહેરાત, રોકાણકારોમાં ઉત્સાહનો પાર નહીં
