Breaking News : કસ્તુરીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા મૂલ, પડતા પર પાટુ જેવી સ્થિતિ, જુઓ Video
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ 20 થી 400 રૂપિયા પ્રતિ મણ બોલાતા ખેડૂતો ભારે નિરાશ થયા છે. વર્ષભરની મહેનત અને ખર્ચ છતાં નીચા ભાવ આવતા વાહન ભાડું પણ નીકળતું નથી. ગુણવત્તા અને ઓછી માંગને કારણે ભાવો નીચા હોવાનું સેક્રેટરીએ જણાવ્યું, ત્યારે ખેડૂતો પોષણક્ષમ ભાવની માંગ કરી રહ્યા છે.

જામનગરમાં ડુંગળી પકવતા ખેડૂતો હાલ રાતા પાણીએ રડી રહ્યા છે કારણ કે તેમને તેમની મહેનતનું પૂરતું વળતર મળી રહ્યું નથી. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે, જ્યાં એક મણ ડુંગળીનો ભાવ 20 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધી બોલાયો હતો. આ ભાવો સાંભળીને પાક વેચવા આવેલા ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે.
ખેડૂતોએ જણાવ્યું કે વર્ષભરની સઘન મહેનત જમીન તૈયાર કરવાથી માંડીને વાવેતર ખાતરનો ખર્ચો, બિયારણનો ખર્ચ, પાણીનો ખર્ચ અને નિંદામણ તથા મજૂરી જેવા અનેક ખર્ચાઓ કર્યા પછી જ્યારે તેઓ માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા પહોંચે છે ત્યારે તેમને માત્ર 20 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળે છે. આટલા નીચા ભાવે તો ખેડૂતોનું વાહન ભાડું પણ નીકળી શકતું નથી, જે તેમને આર્થિક રીતે વધુ બોજ હેઠળ લાવી દે છે. ખેડૂતો સરકાર અને APMCને પોષણક્ષમ ભાવ આપવા માટે નમ્ર વિનંતી કરી રહ્યા છે. એક ખેડૂતે તો ત્યાં સુધી કહ્યું કે ડુંગળીના ભાવ સામાન્ય રીતે 20 રૂપિયાથી શરૂ થઈને 250 રૂપિયા સુધી પહોંચે છે. જો કોઈ એકાદ વકલનો ભાવ વધુ બોલાય તો તે માત્ર છાપામાં એન્ટ્રી બતાવવા માટે હોય છે, હકીકતમાં આવા ભાવ ક્યાંય જોવા મળતા નથી. ચારથી પાંચ મહિના સુધી પાક ઉછેરવામાં જે ખર્ચ થાય છે
બીજી બાજુ હાપા માર્કેટ યાર્ડના સેક્રેટરીએ વર્તમાન પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે આ વર્ષે ડુંગળીના ભાવ ખૂબ જ નીચા બોલાયા છે તેનું મુખ્ય કારણ નબળી ગુણવત્તા અને બજારમાં ઓછી માંગ છે. ડુંગળીની વાત કરીએ તો દર ત્રણથી ચાર દિવસે ડુંગળીની આવક ખોલવામાં આવે છે અને અંદાજિત પાંચથી છ હજાર ગુણી જેટલી ડુંગળીની આવક નોંધાય છે. આ ડુંગળીની આવક મુખ્યત્વે જામનગર આસપાસના વિસ્તારમાંથી ખાસ કરીને જામનગર તાલુકા અને જામનગર જિલ્લામાંથી થતી હોય છે. તેનું વેચાણ પણ ત્રણથી ચાર દિવસના સમયગાળામાં થાય છે. હરાજીમાં તેના ભાવ 30 રૂપિયાથી શરૂ થઈને સારી ગુણવત્તાવાળી ડુંગળી માટે 350 રૂપિયા સુધી વેચાય છે. સેક્રેટરીના મતે હાલમાં ભાવોની સરખામણીએ વર્તમાન ભાવો ખૂબ જ નીચા છે, તેમજ માર્કેટમાં આવકો અને વેચાણ પણ ઓછું જોવા મળી રહ્યું છે, જે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
