AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :  અમદાવાદમાં SG હાઇવે પર AMTS બસમાં આગ ભભૂકી ઉઠી, આગનું કારણ અકબંધ, જુઓ Video

Breaking News : અમદાવાદમાં SG હાઇવે પર AMTS બસમાં આગ ભભૂકી ઉઠી, આગનું કારણ અકબંધ, જુઓ Video

| Updated on: Jan 19, 2026 | 10:18 AM
Share

અમદાવાદના એસજી હાઈવે પર AMTS બસમાં વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. થોડી જ મિનિટોમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ. સદનસીબે બસમાં ઓછા મુસાફરો હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ઠંડીમાં બસમાં આગ લાગવાના કારણો અને તંત્રની તપાસ પર ગંભીર સવાલો ઉભા થયા છે.

અમદાવાદના એસજી હાઈવે પર AMTS બસમાં આગ: સદનસીબે જાનહાનિ ટળી, ટેકનિકલ ખામી અને બેદરકારી પર સવાલ.

અમદાવાદના એસજી હાઈવે પર AMTSની એક બસમાં વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં થોડી જ મિનિટોમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી, જેના દ્રશ્યોમાં કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાતા જોવા મળ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વહેલી સવારનો સમય હોવાને કારણે બસમાં મુસાફરોની સંખ્યા ઓછી હતી અને ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર વિભાગની ટીમે તુરંત ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આ ઘટનાએ શહેરી પરિવહનની સુરક્ષા અને બસોની જાળવણી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં બસ ગરમ થવા કે સ્પાર્ક થવાના કારણે આગ લાગવાના બનાવો બનતા હોય છે, પરંતુ જ્યારે હાડ થીજવતી ઠંડી હોય અને વહેલી સવારે જ બસમાં આગ લાગે ત્યારે તે ટેકનિકલ ખામી તરફ સ્પષ્ટપણે ઇશારો કરે છે. આ બાબતની તપાસ થવી અનિવાર્ય છે કે બસના નિર્માણમાં કોઈ કંપની સ્તરે ફોલ્ટ છે કે કેમ કોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવતી બસો ખાસ કરીને ઇલેક્ટ્રિક બસોમાં જો આવા બનાવો બને તો તેની જવાબદારી ઉત્પાદક કંપનીની બને છે?.

આ પ્રકારે અવારનવાર ઠંડી કે ચોમાસાની ઋતુમાં પણ બસોમાં આગ લાગવાની ઘટનાઓ બને છે, જે તપાસનો વિષય છે. જોકે કોર્પોરેશનના અધિકારીઓ માત્ર નવી બસોનો ઓર્ડર આપવામાં રસ ધરાવે છે, પરંતુ આવા બનાવોના મૂળ કારણ સુધી પહોંચીને તપાસ કરવામાં આજ દિન સુધી કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી. જો આ બસમાં વધુ સંખ્યામાં મુસાફરો સવાર હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત, જે એક ગંભીર ચિંતાનો વિષય છે.

રિપોર્ટર વધુમાં જણાવ્યું હતું કે, અધિકારીઓ આવી ઘટનાઓ બને ત્યારે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરવામાં આળસ દાખવે છે અને નીચેના સ્તરના કર્મચારીઓ પર બધું છોડી દે છે. હાલના તબક્કે બસને ઘટનાસ્થળેથી ખસેડીને ડેપોમાં મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ ઘટનાના કારણોની સ્થળ પર જ તપાસ થવી જોઈએ. કંપનીના જવાબદાર કર્મચારીઓ અને કોર્પોરેશનના અધિકારીઓએ ટેકનિકલ નિષ્ણાતો સાથે ઘટનાસ્થળે હાજર રહીને આગ લાગવાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. આમ કરવાથી ભવિષ્યમાં આવા બનાવોને ટાળી શકાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આવા બનાવો ટાળવામાં રસ ન હોવાને કારણે જ માત્ર નવી બસોનો ઓર્ડર અપાય છે, પરંતુ કઈ કંપનીની બસોમાં આવી ઘટનાઓ બને છે તેની દરકાર કોઈ લેતું નથી. આ ઘટનાએ બસોની જાળવણી, ટેકનિકલ ખામીઓ અને તંત્રની બેદરકારી પર અનેક મોટા સવાલો ઉભા કર્યા છે, જેની ગંભીરતાપૂર્વક તપાસ થવી અત્યંત જરૂરી છે.

Input Credit: Jignesh Patel

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">