ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન, બનાસકાંઠામાં સૌથી વધુ 30.27 ટકા મતદાન
ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં થયેલા મતદાનના આંકડા સામે આવ્યા છે. ગુજરાતની 25 બેઠકો પર સરેરાશ 24.35 ટકા મતદાન નોંધાયું છે. સવારથી મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા બેઠક પર સૌથી વધુ 30.27 ટકા મતદાન નોંધાયું છે.

ગુજરાતમાં 11 વાગ્યા સુધી 25 બેઠકો પર સરેરાશ 24.35 ટકા મતદાન નોંધાયું છે. સવારથી મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં સૌથી વધુ મતદાનની વાત કરીએ તો, 11 વાગ્યા સુધીમાં બનાસકાંઠામાં સૌથી વધુ 30.27 ટકા મતદાન થયું છે. ત્યાર બાદ 27 ટકા મતદાન સાથે સાબરકાંઠા, બારડોલી અને વલસાડ આવે છે.

બનાસકાંઠા લોકસભા બેઠક પર 2,569 બુથ પર મતદાન ચાલી રહ્યું છે. સવારથી જ મોટી સંખ્યામાં મતદારો મતદાન મથકે પહોંચી રહ્યા છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં સૌથી ઓછા મતદાનની વાત કરી તો, પોરબંદરમાં 11 વાગ્યા સુધીમાં માત્ર 19.83 ટકા મતદાન થયું છે. તો વડોદરા અને જામનગર જેવા મોટા શહેરોમાં પણ ઓછું મતદાન થયું છે.

અમદાવાદની વાત કરીએ તો, 11 વાગ્યા સુધીમાં 21.15 ટકા મતદાન થયું છે. અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ મતદાન કર્યું હતું.

































































