Rule Change : 1 મેથી રોકડ ઉપાડવાથી લઈને બેલેન્સ ચેક કરવા સુધી, બદલાશે ATM ના આ નિયમો, જાણો
ભારતીય રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં ATM ટ્રાન્ઝેક્શન ચાર્જીસમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, જે 1 મે, 2025થી લાગુ પડશે. ચાલો જાણી લઈએ કે રોકડ ઉપાડવા કે બેલેન્સ તપાસવા માટે મફત ટ્રાન્ઝેક્શન મર્યાદા પછી કેટલો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ATM ઇન્ટરચેન્જ ફીમાં સુધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામે 1 મે, 2025થી ભારતમાં ATMમાંથી રોકડ ઉપાડવાનું મોંઘુ થશે. ખાસ કરીને તેઓ માટે જે વારંવાર ATMનો ઉપયોગ કરે છે, જેના કારણે ઉપાડનો ખર્ચ વધશે. (Credits: - Canva)

એક સમયે લોકોરોકડ ઉપાડવા કે જમા કરવા માટે સીધા બેંક જતાં, પણ ATMની શરૂઆત પછી બહુ ઓછા લોકો પૈસા ઉપાડવા બેંકમાં જાય છે. હવે ઘણા લોકો રોજિંદા નાની રકમના વ્યવહારો માટે ATMનો આધાર લે છે. જોકે, 1 મે, 2025થી ગ્રાહકોને મોટો બદલાવ જોવા મળશે, કારણ કે ભારતીય રિઝર્વ બેંકે ATMથી રોકડ ઉપાડવા માટે લાગતા ચાર્જમાં વધારો કરવાની ઘોષણા કરી છે, જેનાથી ટ્રાન્ઝેક્શન વધુ ખર્ચાળ બની શકે છે. (Credits: - Canva)

રિઝર્વ બેંક દ્વારા ઘોષિત નવા નિયમો 1 મે, 2025થી અમલમાં આવશે. જો તમે એટીએમનો ઉપયોગ રોકડ ઉપાડવા, જમા કરવા અથવા બેલેન્સ તપાસવા માટે કરો છો, તો આ બદલાવની જાણકારી રાખવી મહત્વપૂર્ણ છે. કારણ કે મફત ટ્રાન્ઝેક્શન મર્યાદા બાદ હવે દરેક વધારાના વ્યવહારમાં વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. ( Credits: Getty Images )

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ATM નેટવર્ક ઓપરેટર્સ અને વ્હાઇટ લેબલ ATM સેવા પ્રદાતાઓ માટે ઇન્ટરચેન્જ ફી વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે RBIએ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, આ ફેરફાર 1 મે, 2025થી અમલમાં આવશે. અહીં જણાવીએ કે ફ્રી લિમિટ પછી કેટલો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. ( Credits: Getty Images )

RBIના નવીનતમ સૂચના અનુસાર, હવે ATMમાંથી રોકડ ઉપાડવા પર 23 રૂપિયાનું ચાર્જ લાગશે. જોકે, આ ચાર્જ મહિનાની પ્રથમ કે બીજા વ્યવહાર પર લાગુ થશે નહીં, પરંતુ ચોથા કે તેથી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે. હાલમાં, આ ચાર્જ 21 રૂપિયા હતો. ( Credits: Getty Images )

RBIના નવા નિયમો અનુસાર, મેટ્રો અને નોન-મેટ્રો શહેરોમાં ATM વ્યવહારો માટે મફત મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમારું ખાતું SBIમાં છે અને તમે SBIના ATMમાંથી રોકડ ઉપાડો છો, તો દર મહિને 5 મફત ટ્રાન્ઝેક્શન કરી શકો છો. પરંતુ જો તમે બીજી બેંકના ATMથી રોકડ ઉપાડો છો, જેમ કે SBI ખાતા ધરાવતા ગ્રાહક તરીકે BOBના ATMમાંથી, તો તમારે 3 મફત ટ્રાન્ઝેક્શન પછી ચૂકવણી કરવી પડી શકે છે. મેટ્રો શહેરોમાં, અન્ય બેંકના ATM માટે 3 મફત ટ્રાન્ઝેક્શન છે, જ્યારે નોન-મેટ્રો શહેરોમાં 5 મફત ટ્રાન્ઝેક્શન માન્ય છે. ( Credits: Getty Images )

ATM માંથી બેંક બેલેન્સ ચેક કરવા માટે વધારાના ચાર્જ વસૂલવામાં આવી શકે છે, કારણ કે તે પણ એક પારંપરિક ટ્રાન્ઝેક્શન તરીકે ગણાય છે. ઉદાહરણ તરીકે, માનીલો કે તમે મહિના દરમિયાન 5મી, 15મી અને 25મી તારીખે ATMમાંથી પૈસા ઉપાડ્યા. પરંતુ જો 27મી તારીખે તમે ફક્ત ATM પર જાઓ અને બેલેન્સ ચેક કરો, તો આ પણ એક અલગ વ્યવહાર તરીકે ગણાશે અને તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. ( Credits: Getty Images )
કામની વાત ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. તેમજ સાથે સાથે તમને અવનવું જાણવાનું પણ મળશે.
