IPL 2025 : ઓરેન્જ કેપના ટોપ-10માં યુવા ખેલાડીની મજબૂત એન્ટ્રી, ગિલ બહાર જાણો કોણ નંબર વન પર છે?
આઈપીએલ 2025માં ઓરેન્જ કેપની રેસ વધુ રસપ્રદ બની રહી છે.હાલમાં ઓરેન્જ કેપની રેસમાં એક યુવા ખેલાડીની શાનદાર એન્ટ્રી થઈ છે. તો ચાલો જોઈએ કે, ઓરેન્જ કેપની રેસમાં ક્યા ક્યા ખેલાડીઓ સામેલ છે.

આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થઈ છે. જેના કારણે બંન્ને ટીમને એક -એક પોઈન્ટ આપવામાં આવ્યા છે.આ મેચમાં પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરી 201 રન બનાવ્યા હતા. ટીમ માટે પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન સિંહ શાનદાર બેટિંગ કરી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ મેચમાં પ્રિયાંશ આર્યાએ શાનદાર ઈનિગ્સ રમી હતી, આ સાથે પ્રિયાંશની ઓરેન્જ કેપના લિસ્ટમાં ટોપ-10માં એન્ટ્રી થઈ ચૂકી છે. તેમણે 35 બોલમાં 69 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 8 ચોગ્ગા અને 4 સિક્સ આવી હતી. જેના કારણે ટીમે 200નો સ્કોર પાર કર્યો હતો.

આઈપીએલમાં શાનદાર ઈનિગ્સ રમી 2025માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીના લિસ્ટમાં 9માં સ્થાને પહોંચી ગયો છે. પ્રિયાંશ આર્યાની આઈપીએલની આ પ્રથમ સીઝન છે. પોતાની પહેલી સીઝનમાં ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યારસુધી આઈપીએલની 9 મેચમાં તેમણે 323 રન બનાવ્યા છે.

આઈપીએલના મેગા ઓક્શનમાં તેની બેસ પ્રાઈઝ 30 લાખ રુપિયા હતા. પંજાબ કિંગ્સની ટીમે તેને 3.8 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તો બીજી બાજુ આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનાર લિસ્ટમાં ટોપ-10માંથી ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગિલ બહાર થયો છે. તે 11માં સ્થાને છે.

ઓરેન્જ કેપ હજુ ગુજરાત ટાઈટન્સના સાંઈ સુદર્શનની પાસે છે અને તે પ્રથમ નંબર પર છે. તેમણે અત્યારસુધી કુલ 8 મેચમાં 417 રન બનાવ્યા છે. બીજા નંબર પર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી છે. તેમણે 392 રન બનાવ્યા છે. ત્રીજા સ્થાને પુરન, ચોથા સ્થાને સૂર્ય કુમાર યાદવ અને પાંચમાં સ્થાને જોસ બટલર છે.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
