ભારતની સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીનો પતિ 4171 કરોડની મલ્ટીનેશનલ કંપનીનો CEO છે, જુઓ ફોટો
90ના દાયકાની ફેમસ અભિનેત્રી જુહી ચાવલાનો પતિ ભલે લાઈમ લાઈટથી દુર રહે છે પરંતુ તે 4171 કરોડની મલ્ટીનેશનલ કંપનીનો CEO છે. તેમજ આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો કો-ઓનર પણ છે. તો આજે આપણે તેની લગ્ઝરી લાઈફસ્ટાઈલ વિશે જાણીએ.

હાલના સમયમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન ચાલી રહી છે અને સ્ટેડિયમ પણ ચાહકોથી તમને ખીચોખીચ ભરેલું જોવા મળતું હશે. ક્રિકેટનો ફીવર આજે આખા દેશમાં છવાયેલો છે પરંતુ એક વ્યક્તિ છે જે લાઈમલાઈટથી દુર રહે છે. આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો કો-ઓનર પણ છે.

આજે અમે વાત કરી રહ્યા છીએ બોલિવુડની ફેમસ અભિનેત્રી જુહી ચાવલાના પતિ અને કોલકાતા નાઈટ રાઈડર્સના કો-ઓનર જય મહેતાની લાઈફસ્ટાઈલ વિશે. તેની લગ્ઝરી લાઈફસ્ટાઈલ કોઈ સુપરસ્ટારથી ઓછી નથી.

4171 કરોડની મલ્ટીનેશનલ કંપનીનો CEO જય મહેતાની લગ્ઝરી લાઈફસ્ટાલ વિશે જાણીએ. જય મહેતા બિઝનેસની દુનિયામાં મોટું નામ છે. મહેતા ગ્રુપના અધ્યક્ષ છે. આ કંપનીની દેશ-વિદેશમાં અનેક મોટી બ્રાન્ચ છે. જય મહેતાની કંપની સીમેન્ટ, બિલ્ડિંગ મટેરિયલ, કપડાંથી લઈ એન્જિયનરિંગ સેક્ટરમાં કામ કરે છે.તેની કંપનીની નેટવર્થ 5000 મિલિયન ડોલરથી પણ વધારે છે.

મુંબઈ સિવાય જય મહેતાની કંપની સાઉથ આફ્રિકા, કેનેડા અને અમેરિકામાં પણ છે. જેમાં 15000થી વધુ લોકો કામ કરે છે. જય મહેતાનો આ બિઝનેસ તેના દાદા-નાના કાલિદાસ મહેતાના વારસામાંથી મળ્યો છે. જેની શરુઆત 20મી સદીમાં થઈ હતી.

આ પછી, જય મહેતાએ કોલંબિયા યુનિવર્સિટીમાંથી સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી, ત્યારબાદ IMD સ્વિટ્ઝર્લૅન્ડમાંથી MBA કર્યું અને પછી પોતાના કૌટુંબિક વ્યવસાયને આગળ ધપાવ્યો.

તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન પ્રીમયિર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સના ઓનર શાહરુખ ખાનની સાથે જય મહેતા પણ કો-ઓનર છે. જુહી ચાવલા પણ કો-ઓનર છે

તેમને જણાવી દઈએ કે હુરુન યાદી તાજેતરમાં જ બહાર પાડવામાં આવી હતી. જેમાં જુહી ચાવલાનું નામ સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીઓની યાદીમાં છે.

તેમની કુલ સંપત્તિ 4600 કરોડ રૂપિયા છે. જય મહેતા અને જુહી ચાવલાએ 1995માં લગ્ન કર્યા હતા. તેમને 2 બાળકો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમની માલિક છે અભિનેત્રી , જાણો કોણ કોણ છે પરિવારમાં અહી ક્લિક કરો
