AC Expiry Date: શું વિન્ડો અને સ્પ્લિટ ACની પણ હોય છે Expiry ડેટ? કેટલા વર્ષ સુધી ચલાવી શકો એક AC
જો તમે નવું AC ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તમારે જાણવું જોઈએ કે એસીનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? એટલે કે કેટલા વર્ષ સુધી તમે તે ACને બેફિકર ચલાવી શકો છો, તો ચાલો અહીં જાણીએ

તમે દવાઓ અને ખાદ્ય પદાર્થો પર એક્સપાયરી ડેટ જોઈ હશે, પરંતુ શું અન્ય વસ્તુઓની જેમ ACની પણ એક્સપાયરી ડેટ હોય છે? ઘણા લોકો આ પ્રશ્નનો જવાબ જાણતા હશે, પરંતુ હજુ પણ ઘણા લોકો છે જેમને આ વિશે સાચી માહિતી નથી.

જો તમે નવું AC ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તમારે જાણવું જોઈએ કે એસીનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? એટલે કે કેટલા વર્ષ સુધી તમે તે ACને બેફિકર ચલાવી શકો છો, તો ચાલો અહીં જાણીએ

મોટાભાગની AC ઉત્પાદક કંપનીઓ 10 વર્ષની કોમ્પ્રેસર વોરંટી આપે છે, જેનો અર્થ એ છે કે કંપનીને પણ લાગે છે કે તેમનું ઉત્પાદન સરળતાથી 10 વર્ષ સુધી ચાલી શકે છે. પરંતુ ACની લાંબી લાઇફ ત્યારે જ મળે છે જ્યારે નિયમિત ACની જાળવણી કરવામાં આવે અને સમયસર સર્વિસિંગ કરવામાં આવે.

સામાન્ય રીતે, ACની જાળવણી અને ACની સ્થિતિના આધારે, વિન્ડો અને સ્પ્લિટ ACનો ઉપયોગ સામાન્ય રીતે તમે 8 થી 10 વર્ષ સુધી કરી શકો છે. એટલે કે ACનું આયુષ્ય 8થી 10 વર્ષનું છે. આમ જો તમે તેની રેગ્યુલર સર્વિસ કરાવતા રહો છો અને તે AC પહેલાની જેમ જ યોગ્ય રીતે ચાલે છે તો તેને તમે 12 વર્ષ સુધી ઉપયોગ કરી શકો છો.

ACની યુનિટ યોગ્ય રીતે ન રાખવાના કિસ્સામાં, કોમ્પ્રેસર ફેલ થવાનું અને ACમાં આગ લાગવાનું જોખમ ઘણી હદ સુધી વધી જાય છે. જેની સીધી અસર ACના લાઈફ પર પડે છે અને તેનું આયુષ્ય ઘટી જાય છે એટલે કે તે જલદી Expire થઈ જાય છે .

વિન્ડો AC હોય કે સ્પ્લિટ AC, જો તેનો ઉપયોગ કલાકો સુધી સતત કરવામાં આવે તો કોમ્પ્રેસર પરનો ભાર વધી શકે છે. કોમ્પ્રેસર પરના ભારને કારણે, ACમાં ઓવરહિટીંગની સમસ્યા થઈ શકે છે, જેમાં આગ લાગવાનું અને AC ફાટવાનું જોખમ શામેલ છે.

એર કંડિશનરની લાઈફ વધારવા માટે તમારે વધુ કરવાની જરૂર નથી, ફક્ત કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવાથી પણ કામ થઈ શકે છે. જેમ કે નિયમિત જાળવણી (AC સર્વિસિંગ), ફિલ્ટર્સની સફાઈ અને ACનો યોગ્ય ઉપયોગ. બસ આટલું કરીને તમે તમારા ACની લાઈફ વધારી શકો છો
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
