Khichu Recipe: નાસ્તામાં બનાવો ગુજરાતનું ફેમસ ખીચું,આ રહી સરળ ટીપ્સ
ભારતમાં અલગ - અલગ રાજ્યની વિશેષ વાનગીઓ હોય છે. જે રાજ્યની ઓળખ પણ બને છે. ત્યારે ગુજરાતનું ફેમસ ખીચું નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ બધાને પસંદ આવતું હોય છે. ત્યારે ખીચું તમે સરળ રીતે ઘરે બનાવી શકો છો.

સવાર-સાંજ નાસ્તામાં શું બનાવવું તે દરેક ગૃહિણીને થતો મોટો પ્રશ્ન છે. ત્યારે તમે ઓછા સમયમાં ગુજરાતનું ફેમસ ખીચું બનાવી શકો છો. તેની સરળ રીત આજે જણાવીશું.

ગુજરાતમાં ચોખા, ઘઉં, મકાઈ, બાજરી સહિતના લોટનું ખીચું બનાવવામાં આવે છે. ત્યારે ચોખાનું ખીચું બનાવવા માટે ચોખાનો લોટ, લીલા મરચા, કોથમીર, અજમો, જીરું, મીઠું, ખાવાના સોડા, અથણાનો મસાલો, તેલ સહિતની સામગ્રીની જરુર પડશે.

ખીચું બનાવવા માટે સૌથી પહેલા ચોખાને પીસીને તેનો ઝીણો લોટ તૈયાર કરો. ત્યારબાદ લીલા ધાણા-લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરો.

હવે એક વાસણમાં પાણી ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં લીલા મરચા-ધાણાની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. આ પછી જીરું અને અજમો ઉમેરો.

પાણી ઉકળી જાય ત્યારબાદ તેમાં ચોખાનો લોટ ધીમે ધીમે ઉમેરતા જાવ અને મિશ્રણને હલાવતા જાવ. જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ન થાય ત્યાં સુધી ચોખાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરો. 5 મિનિટ પછી ગેસ બંધ કરો.

હવે એક સ્ટીમરમાં પાણી ઉકળવા દો. ત્યારબાદ તેમાં પ્લેટમાં તેલથી ગ્રીસ કરી તેના પર ચોખાનો લોટ પાથરી લો. તેને 15 મિનિટ સ્ટીમ કરવા મુકો. હવે સ્ટીમમાંથી ખીચું કાઢી સીંગતેલ અને આચાર મસાલાથી ગાર્નિશ કરો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.



























































