Hair and Nails grow after Death : મૃત્યુ પછી પણ વ્યક્તિના વાળ અને નખ વધે છે, જાણી લો શું છે કારણ ?
સાદી ભાષામાં સમજીએ તો હૃદયના(Heart ) ધબકારા બંધ થાય ત્યારે મગજના કોષો ઝડપથી મૃત્યુ પામવા લાગે છે, પરંતુ શરીરના કેટલાક કોષો શરીરમાં રહેલા થોડા ઓક્સિજનનો ઉપયોગ કરીને વૃદ્ધિ પામે છે. તેથી નખ અને વાળ થોડા સમય માટે વધે છે.

ઘણીવાર સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર એવી પોસ્ટ વાયરલ થાય છે કે મૃત્યુ પછી પણ માનવીના વાળ અને નખ વધે છે. જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે હૃદય કામ કરવાનું બંધ કરી દે છે, લોહી ઠંડું થવા લાગે છે અને શરીર સખત થવા લાગે છે. આવી સ્થિતિમાં એવું લાગી શકે છે કે નખ અને વાળ વધી રહ્યા છે. પરંતુ શું આ સાચું છે? આવો સમજીએ...

સાયન્સ ફોકસના રિપોર્ટ પ્રમાણે, મૃત્યુ પછી શરીરનું પાણી ઓછું થવાને કારણે આખું શરીર સુકાઈ જાય છે અને ત્વચા ચપટી પડે છે. આ કારણે આંગળીઓ મચકાઈ જાય છે અને નખ વધારે બહાર દેખાય છે. એજ રીતે વાળ પણ થોડા લાંબા દેખાઈ શકે છે. એટલે કે, વાસ્તવમાં નખ અને વાળ વધતા નથી, પરંતુ ત્વચાના સુકાવાથી તેઓ વધારે દેખાય છે.

રિપોર્ટ અનુસાર, ભલે મૃત્યુ પળવારમાં થાય છે, પરંતુ શરીરની અંદરની પ્રક્રિયાઓ થોડી વાર સુધી ચાલુ રહે છે. એટલે જ્યારે હૃદય ધબકવાનું બંધ કરે છે, ત્યારે મગજના કોષો તરત જ મૃત્યુ પામે છે, પણ શરીરના બીજા કેટલાક કોષો થોડો સમય જીવી શકે છે અને શરીરમાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરીને યથાવત રહે છે. તેથી નખ અને વાળ થોડો સમય માટે વધારે થઈ શકે છે.

તો શું નખ અને વાળ લાંબા સમય સુધી વધે છે? — જવાબ છે ના. આ ફક્ત થોડો સમય સુધી ચાલે છે, કારણ કે આખી શરીરપ્રક્રિયા સંપૂર્ણ બંધ થવામાં થોડીવાર લાગે છે. ખાસ કરીને કોષોની પ્રવૃત્તિઓ. એ જ કારણ છે કે બ્રેઇન ડેડ જાહેર થયા પછી પણ નખ અને વાળમાં સામાન્ય વધારો જોવાય છે.

અંતે, મૃત્યુ પછી નખ અને વાળ કેમ વધતા બંધ થાય છે તે પણ સમજીએ. મીડિયા રિપોર્ટ મુજબ, નખ અને વાળ વધવા માટે નવા કોષોનું ઉત્પાદન જરૂરી છે, અને તેના માટે ગ્લુકોઝ જોઈએ છે. મૃત્યુ પછી શરીરમાં ગ્લુકોઝ ઉપલબ્ધ રહેતું નથી, જેના કારણે નખ અને વાળ વધવાનું બંધ થઈ જાય છે. (Image - Canva)
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
