AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત સુપર લીગની સિઝન-2 ની થઈ જાહેરાત, પરિમલ નથવાણીએ ટ્રોફી અને જર્સીનું કર્યું અનાવરણ

અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી 1 થી 13 મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગ (GSL)ની બીજી સિઝનની શરૂઆત થશે. સત્તાવાર કાર્યક્રમમાં GSFAના પ્રમુખ પરિમલ નથવાણીએ ટીમ માલિકોનું સન્માન કયું હતું. સાથે જ ટ્રોફી અને જર્સીનું પણ અનાવરણ કર્યું હતું.

| Updated on: Apr 25, 2025 | 5:59 PM
Share
ગુજરાત સુપર લીગની ભવ્ય સફળતા બાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને બીજી સિઝનની જાહેરાત કરી હતી. 1 થી 13 મે દરમિયાન અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આ ટુર્નામેન્ટ શરૂ થશે.

1 / 7
એક સત્તાવાર કાર્યક્રમમાં GSFAના પ્રમુખ પરિમલ નથવાણીએ GSL સિઝન 2 માં ભાગ લેનારી છ ફ્રેન્ચાઈઝી ટીમના માલિકોનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પરિમલ નથવાણીએ GSL ટ્રોફી અને ટીમ જર્સીનું પણ અનાવરણ કર્યું હતું.

2 / 7
GSLમાં કુલ છ ફ્રેન્ચાઈઝી ટીમો ભાગ લેશે, જેમાં અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટ્સ, કર્ણાવતી નાઈટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, સુરત સ્ટ્રાઈકર્સ અને વડોદરા વોરિયર્સનો સમાવેશ થાય છે. ગુજરાત સુપર લીગ સિઝન 2ની ઉદ્દઘાટન મેચ આગામી 1 મે, 2025ના રોજ સાંજે 7:00 વાગ્યાથી ટ્રાન્સસ્ટેડિયા ખાતે શરૂ થશે.

3 / 7
ઉપસ્થિતોને સંબોધન કરતા પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, “ગુજરાત સુપર લીગ તેની બીજી સિઝનમાં પ્રવેશી રહી છે અને તેના સાક્ષી બનવું એ મારા માટે ખૂબ આનંદની વાત છે. હું ગુજરાતમાં ફ્રેન્ચાઈઝ આધારિત ફૂટબોલના વિકાસમાં પોતાની સમર્પણભાવના અને રોકાણને જાળવી રાખવા બદલ તમામ ટીમ માલિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.

4 / 7
પરિમલ નથવાણીએ વધુમાં જણાવ્યું કે, હું ખેલાડીઓ, કોચ, પ્રાયોજકો, સહયોગીઓ અને મીડિયા સહિત તમામ હિતધારકોના મહત્વપૂર્ણ યોગદાનને પણ બિરદાવું છું, કારણ કે GSL પ્રારંભિક સિઝનને સફળ બનાવવાનું તેમના સહયોગ વિના શક્ય નહોતું. એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે ગુજરાતમાં ફૂટબોલની રમત હાલ તેની લોકપ્રિયતા અને વિકાસના એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહી છે.”

5 / 7
GSFAના માનદ સચિવ શ્રી મૂળરાજસિંહ ચૂડાસમાએ GSLની બીજી સિઝનમાં મેચોને મજબૂત પ્રતિસાદ સાંપડવા માટે આશાવાદ વ્યક્ત કર્યો અને લીગના ભાવિ વિસ્તરણ અને કદમાં અભિવૃદ્ધિ માટે તેમની મહેચ્છાઓ વ્યક્ત કરી હતી. યોગાનુયોગે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) અને ગુજરાત ટૂરિઝમ તરફથી પણ GSFAને સતત મજબૂત સમર્થન મળતું રહ્યું છે.

6 / 7
GSL સિઝન 2માં રાજ્યની બહારના ખેલાડીઓ કે જેઓ અગાઉ I-લીગ અને સંતોષ ટ્રોફી જેવી ટોચની રાષ્ટ્રીય-સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે તેઓનો સમાવેશ કરાતા હવે તેમાં સ્પર્ધાત્મકતાનું વધુ ઊંચુ સ્તર જોવા મળશે. GSLની સાથે દર્શકોના યુવા વર્ગને જોડવા તેમજ તેની અપીલને વ્યાપક બનાવવા માટેની વ્યૂહાત્મક પહેલના ભાગરૂપે, GSFAએ નક્કી કર્યું છે કે 18 વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને તેમના માતાપિતા સાથે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. (All Photo Credit : GSFA)

7 / 7

ગુજરાતમાં સૌથી વધુ લોકપ્રિય રમત ક્રિકેટ છે. જોકે ક્રિકેટ સિવાય યુવાઓને ફૂટબોલમાં પણ રસ છે. ફૂટબોલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">