Curd Recipe: દહીં જમાવવા માટે હવે નહીં થાય કોઈ સમસ્યા, આ 1 ટ્રિક જાણી લો, રાતોરાત બજાર જેવું જ ઘટ્ટ થઈ જશે દહીં
How to make curd in Summer: ખટાશ વગરનું દહીં સેટ કરવું એ એક ગૃહિણી માટે પડકાર બની જાય છે, પરંતુ જો તમને યોગ્ય પદ્ધતિ ખબર હોય તો તમે ઉનાળામાં પણ ઘરે સરળતાથી દહીં સેટ કરી શકો છો. તે પણ બજાર જેવું જ મોળું અને ઘાટુ.

How to make curd in Summer: દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાં હાજર સારા બેક્ટેરિયાને વધારવામાં અને તેમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં શિયાળામાં તેને ખાવું પણ ખૂબ ફાયદાકારક છે.

જો તમે તેને બજારમાંથી ખરીદવાને બદલે ઘરે જ જમાવો કરો અને તમારા આહારમાં સામેલ કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક રહેશે. જો કે ઉનાળામાં ખટાશ વગરનું દહીં સેટ કરવું એક પડકાર બની શકે છે. કારણ કે તે ઉનાળામાં ખાટું થઈ જતું હોય છે.

પરંતુ કેટલીક સરળ ટિપ્સનો ઉપયોગ કરીને તમે ઉનાળાની ઋતુમાં પણ ઘરે સરળતાથી બજાર જેવું ઘટ્ટ દહીં બનાવી શકો છો. ચાલો જાણીએ ઉનાળામાં દહીં સેટ કરવાની સાચી રીત.

સૌપ્રથમ તમારે 2 ચમચી દહીં લેવાનું છે. તેને એક વાસણમાં ફેટી લેવાનું છે. આ દહીં ફેટાઈ જાય પછી તેમાં ઉપરથી હુંફાળું દૂધ નાખવાનું છે અને તેમાં આખું સૂકું મરચું નાખો.

12 કલાક પછી તમારે જોઈએ છે તેવું દહીં જામી જશે. તેને તમે બપોરે અથવા તો સવારે જમવામાં લઈ શકો છો. જો તમને એલર્જી કે કંઈ પણ હોય તો ડોક્ટરની સલાહ મુજબ ખાય શકાય છે.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

































































