IPL 2025 : વરસાદે પોઈન્ટ ટેબલની મજા બગાડી, જાણો કઈ ટીમ કયા નંબર પર
IPL 2025ની 44મી મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને એક -એક પોઈન્ટ મળ્યા છે.આઈપીએલના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. તો ચાલો જોઈએ કઈ ટીમ ક્યા સ્થાને છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સની મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. વરસાદના કારણે મેદને રોકવામાં આવી હતી. બંન્ને ટીમને એક -એક પોઈન્ટ આપવામાં આવ્યો છે. જેનાથી પંજાબ કિંગ્સની ટીમને ફાયદો થયો પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને કોઈ વધારે ફાયદો થયો નથી.

પંજાબ કિંગ્સની ટીમ એક પોઈન્ટ મેળવ્યા બાદ ટોપ-4માં પહોંચી છે.કેકેઆરની ટીમ સાતમાં સ્થાને છે.હાલમાં આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સની ટીમ પ્રથમ સ્થાને છે.

બીજા સ્થાને દિલ્હી કેપિટલ્સની ટીમ અને ત્રીજા સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ છે. આ ત્રણેય ટીમ પાસે 12-12 પોઈન્ટ છે. પરંતુ નેટ રન રેટના કારણે ગુજરાત ટાઈટન્સની ટીમ ટોપ પર છે.

પંજાબ કિંગ્સના ખાતામાં હવે 11 પોઈન્ટ થયા છે. હાલમાં તે ચોથા સ્થાને છે. અત્યારસુધી ચોથા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હતી. જે હવે પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. મુંબઈ પાસે કુલ 10 પોઈન્ટ છે.

આઈપીએલની 18મી સીઝની વાત કરીએ તો પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને લખનૌ સુપર જાયન્ટસની ટીમ છે. કેકેઆરની ટીમ સાતમાં નંબર પર છે.

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પાસે કુલ 6 પોઈન્ટ છે. તો તે આઠમાં સ્થાને છે. નવમાં સ્થાને રાજસ્થાન રોયલ્સની ટીમ અને દસમાં અને પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ છે.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
