આજનું હવામાન : ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ- પશ્ચિમના પવન ફૂંકાશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે. તેમજ આગામી 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ- પશ્ચિમના પવન ફૂંકાશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે. તેમજ આગામી 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધે તેવી શક્યતા છે. આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી રહે તેવી શક્યતા છે. તો કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતના અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, ખેડા, મહીસાગર, મોરબી, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભાવનગર, ડાંગ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

