27 એપ્રિલના મહત્વના સમાચાર : પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત મોટી કાર્યવાહી કરે તેવા એંધાણ, પીએમ મોદીના નિવાસસ્થાને મળી ઉચ્ચસ્તરીય બેઠક, સંરક્ષણ, ગૃહ મંત્રાલયના તમામ અધિકારીઓ હાજર
આજ 27 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 27 એપ્રિલ 2025ને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
પહલગામ હુમલા બાદ ભારત મોટી કાર્યવાહી કરે તેવા એંધાણ
- પહલગામ હુમલા બાદ ભારત મોટી કાર્યવાહી કરે તેવા એંધાણ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક
- PM મોદી અને સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ વચ્ચે બેઠક
- ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણે પણ રાજનાથસિંહ સાથે યોજી બેઠક
- CDS અનિલ ચૌહાણ અને રાજનાથસિંહ વચ્ચે 40 મિનિટ સુધી ચાલી બેઠક
- ગૃહ મંત્રાલય અને BSFના DG દલજીતસિંહ ચૌધરી વચ્ચે પણ મહત્વની બેઠક
- BSFના DG દલજીતસિંહ ચૌધરીએ સરહદની સુરક્ષા વ્યવસ્થા અંગે આપી માહિતી
-
સિંધુ જળસંધિ અંગે સી.આર. પાટીલે આપ્યુ મોટુ નિવેદન
પહલગામ હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવતા સિંધુ જળ સંધિ રદ કરી છે. અને તેની વચ્ચે કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન સી.આર. પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. મુંબઈમાં આયોજીત જલ સંચય, જન ભાગીદારી, જન આંદોલન કાર્યક્રમમાં સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આજે પાકિસ્તાનનું પાણી રોકવા માત્રથી જ યુદ્ધ જેવી સ્થિતિ છે. તેમણે કહ્યું કે હકીકતમાં ભારતમાં પાણીની કોઈ જ સમસ્યા નથી. પરંતુ, વોટર મેનેજમેન્ટના અભાવે મુશ્કેલીઓ ઊભી થતી હોય છે.દેશમાં દર વર્ષે 4 હજાર BCM એટલે કે 4 હજાર બિલિયન ક્યૂબિક મીટર વરસાદ થાય છે. જેની સામે ભારતની જરૂરિયાત માત્ર 1 હજાર 120 BCM છે. હાલ ભારતની કેપેસિટી માત્ર 750 BCM પાણીના સંગ્રહની છે.
-
-
ખેડા: સેવલિયાની મૂથૂટ માઈક્રો ફીનના બે ફીલ્ડ ઓફિસરની છેતરપિંડી
- ખેડા: સેવલિયાની મૂથૂટ માઈક્રો ફીનના બે ફીલ્ડ ઓફિસરની છેતરપિંડી
- 210 ગ્રાહકના નામે બોગસ રિ-લોન લઈ 73.93 લાખની કરી ઉચાપત
- કંપનીના ઓડિટ દરમિયાન સમગ્ર કૌભાંડ બહાર આવ્યું
- ગ્રાહકોના અગાઉના લોન દસ્તાવેજોનો દુરુપયોગ કરી છેતરપિંડી આચરી
- 3 ડિસેમ્બર 2022થી 20 નવેમ્બર 2024 સુધી ગ્રાહકોના નામે મેળવી લોન
- ગ્રાહકોને વિશ્વાસમાં લઈને બેંક ખાતામાંથી ઉપાડી લીધાં હતા નાણાં
- ચીફ મેનેજરે બંને આરોપી ફીલ્ડ ઓફિસરો સામે નોંધાવી ફરિયાદ
-
રાજકોટઃ બન્ની ગજેરા સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ
- રાજકોટઃ બન્ની ગજેરા સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ
- ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
- અનુસુચિત જાતિનું અપમાન કર્યાનો બન્ની ગજેરા પર આરોપ
- બાબા સાહેબ આંબેડકર અંગે અભદ્ર ટિપ્પણી કર્યાનો આક્ષેપ
- બન્ની ગજેરાએ વીડિયો પોસ્ટ કરી વાંધાજનક શબ્દો કહ્યા હતા
-
ઝડપાયેલા બાંગ્લાદેશીઓ પાસેથી 100 મોબાઈલ કરાયા કબજે
સુરતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત મામલે પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઝડપાયેલા લોકો પાસેથી કુલ 100 મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. જેમાંથી 65 મોબાઈલમાંથી બાંગ્લાદેશના નંબર મળી આવ્યા છે..ઘૂસણખોરો બાંગ્લાદેશ સાથે સીધાં જ સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે..તપાસમાં આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના દસ્તાવેજ મળી આવ્યા છે. ઘૂસણખોરી કરી બોગસ ડૉક્યુમેન્ટ બનાવ્યાની પોલીસને શંકા છે હાલ તો ઝડપાયેલા બાંગ્લાદેશીઓ પર નજર રાખવા માટે. રાઉન્ડ ધ ક્લોક 100 જવાનોને તૈનાત કરાયા છે.
-
-
સુરત રેલવે સ્ટેશન પર યુપી-બિહારના મુસાફરોની જામી ભીડ
સુરતમાં રોજગારી માટે યુપી-બિહાર સહિતના રાજ્યના લોકોને ઉનાળુ વેકેશનમાં પોતાના વતન જવા માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઉત્તર પ્રદેશ જતી અનરિઝર્વ્ડ અંત્યોદય ટ્રેનને પકડવા માટે હજારોની સંખ્યામાં મુસાફરો એકઠા થયા. વેકેશનમાં તાપ્તી, ગંગા સહિત અન્ય ટ્રેનોમાં ટિકિટ ઉપલબ્ધ ન હતી, જેના કારણે અનરિઝર્વ્ડ અંત્યોદય ટ્રેનમાં ભારે ભીડ જોવા મળી. ટ્રેનના અભાવે લોકો પશુઓની જેમ મુસાફરી કરવા મજબૂર બન્યા છે. બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો 12-12 કલાક સુધી લાઈન ઊભા રહે છે. મુસાફરો દોઢ કિલોમીટરથી પણ લાંબી લાઈન કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે તો જવાબ મળે છે કે કાઉન્ટર બંધ થઈ ગયું છે. ટ્રેન છૂટી ન જાય તે માટે કેટલાક મુસાફરો માથા પર સામાન મૂકીને જીવના જોખમે દોડતા નજરે પડ્યા.
ઉધના રેલવે સ્ટેશન પર ભારે અવ્યવસ્થા સર્જાતા હાલાકી વેઠી રહેલા મુસાફરોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. લોકોનું કહેવું છે કે અહીં કોઈ જાતનું મેનેજમેન્ટ નથી. પોલીસ દંડા મારી રહી છે. બાળકો-વૃદ્ધો સહિતના લોકો હેરાન-પરેશાન થઈ રહ્યાં છે.
-
વડોદરામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ, 500ની પૂછપરછ
વડોદરામાં પણ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે એક્શન લેવાયા છે અને 500થી વધુ શંકાસ્પદ લોકોની પોલીસ દ્વારા પૂછપરછ કરાઇ છે. પોલીસે આધારકાર્ડ સહિતના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી. તમામ શંકાસ્પદોના મોબાઈલ હિસ્ટ્રી સહિતની તપાસ શરૂ કરાઇ છે. આધારકાર્ડ જે જગ્યાનું છે ત્યાં પણ ચકાસણી બાદ કાર્યવાહી કરાશે. પોલીસની 7 ટીમ દ્વારા શહેરમાં તપાસ કરવામાં આવી. જેમાં ક્રાઇમ બ્રાન્ચ, PCB, SOGની ટીમો જોડાઇ હતી.
-
IPL 2025 Live Score: મુંબઈની ટીમે 150 રનનો આંકડો પાર કર્યો
મુંબઈની ટીમ સારી ગતિએ રન બનાવી રહી છે. તેણે 14.3 ઓવરમાં 150 રનનો આંકડો પાર કરી લીધો છે. સૂર્યકુમાર યાદવ ટીમને મોટા સ્કોર તરફ લઈ જઈ રહ્યા છે. તે અડધી સદી ફટકારવાની નજીક પણ છે.
-
IPL 2025 Live Score: મુંબઈ ઈન્ડિયન્સને ચોથો ઝટકો લાગ્યો
મુંબઈ ઈન્ડિયન્સે પણ 137 રનના સ્કોરે પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી છે. તિલક વર્મા 5 બોલમાં 6 રનની ઇનિંગ રમીને આઉટ થયો.
-
MI vs LSG Live Score : મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 116/3
મુંબઈ ઈન્ડિયન્સે પણ 116 રનના સ્કોર પર પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. વિલ જેક્સ 21 બોલમાં 29 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો
-
MI vs LSG Live Score, IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજો ઝટકો લાગ્યો
મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજો ફટકો, વિલ જેક્સ આઉટ
-
MI vs LSG Live Score, IPL 2025 : મુંબઈની ટીમે 100 રનનો આંકડો પાર કર્યો
મુંબઈની ટીમે 9.4 ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી લીધો છે. હાલમાં, વિલ જેક્સ અને સૂર્યકુમાર યાદવ ક્રીઝ પર છે.
-
MI vs LSG Live Score, IPL 2025 : રાયન રિકેલ્ટન આઉટ
મુંબઈ ઈન્ડિયન્સને બીજો ઝટકો લાગ્યો છે. રાયન રિકેલ્ટન 32 બોલમાં 58 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. આ સફળતા દિગ્વેશ સિંહ રાઠીએ મેળવી છે.
-
MI vs LSG Live Score, IPL 2025 : પાવરપ્લે પૂર્ણ થયો
મુંબઈ ઈન્ડિયન્સની ઇનિંગની 6 ઓવર પૂરી થઈ ગઈ છે. 1 વિકેટ ગુમાવ્યા બાદ તે 66 રન બનાવવામાં સફળ રહી. રાયન રિકેલ્ટન 49 રન બનાવીને રમી રહ્યા છે અને વિલ જેક્સ 3 રન બનાવીને રમી રહ્યા છે.
-
MI vs LSG Live Score, IPL 2025 : મુંબઈની ટીમે 50 રનનો આંકડો પાર કર્યો
મુંબઈ ઈન્ડિયન્સે માત્ર 5.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 50 રનનો આંકડો પાર કરી લીધો છે. રાયન રિકેલ્ટન ખૂબ જ સારી લયમાં દેખાઈ રહ્યો છે અને ફાસ્ટ રન બનાવી રહ્યો છે.
-
MI vs LSG Live Score, IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝટકો લાગ્યો
મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝટકો લાગ્યો, રોહિત શર્મા આઉટ થયો
-
MI vs LSG Live Score, IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સની ઇનિંગ શરૂ
રિકલ્ટન અને રોહિત શર્મા ક્રીઝ પર છે
-
MI vs LSG : લખનૌએ ટોસ જીત્યો
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. એટલે કે મુંબઈ ઈન્ડિયન્સ પહેલા બેટિંગ કરશે
-
કુબેર મંદિરના જુના પુજારીઓને મંદિરમાં પાછા લેવા ચેરિટી કમિશનરનો હુકમ
ચેરિટી કમિશનર દ્વારા કુબેર મંદિરના જુના પુજારીઓને મંદિરમાં પાછા લેવા કરાયો હુકમ. ગયા મહિને મંદિરના પૂજારીઓને નિરંજની પંચાયતી અખાડાના બાઉન્સરો દ્વારા મંદિરમાંથી કાઢી મુકાયા હતા. પૂજારીઓને પ્રવેશ માટે મોડી સાંજે ચેરિટી કમિશનર દ્વારા કરાયો હુકમ. ધારાસભ્ય શૈલેશ મહેતાએ પણ પૂજારીઓને આપ્યું હતું આશ્વાસન. એક મહિના સુધી ચાલેલા વિવાદ બાદ પુજારીઓએ મેળવ્યો મંદિરમાં પ્રવેશ. કર્મચારીઓ દ્વારા દાન પેટી પણ બદલવામાં આવી હોવાનો કરાયો આક્ષેપ. પંચાયતી અખાડા અને પુજારી મંડળ વચ્ચે વકરેલા વિવાદનું આજે નિરાકરણ આવ્યું છે.
-
અલ્પેશ કથીરિયાએ કરી પીછેહઠ ! મેદાન છોડીને ભાગ્યોઃ ગણેશ ગોંડલ
ગોંડલ વિવાદના મુદ્દે અલ્પેશ કથિરીયાએ પીછે હઠ કરી છે. અક્ષરમંદિરથી રૂટ ડાયવર્ટ કર્યો હતો. જયરાજસિંહ જાડેજાના ઘર પાસેથી અલ્પેશ કથિરીયાએ નીકળવાનું ટાળ્યું. મોટી સંખ્યામાં લોકોનો રોષ જોતા, અલ્પેશ કથિરીયાએ નીકળવાનું ટાળ્યું હોવાનું કહેવાય છે. ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરીયા હાય હાયના નારા લગાવ્યા હતા. ગણેશ જાડેજા બાદમાં જણાવ્યું કે, અલ્પેશ મેદાન છોડીને ભાગ્યો છે. આ જનમેદનીને ધમકી આપી ,લમણે બંદૂર રાખીને ભેગી કરવામાં આવેલી નથી.આ જનમેદની સ્વયંભુ છે. ગોંડલના આ દ્રશ્યો જ દેખાડે છે ગોંડલમાં સામાજિક સમરસતા છે.
-
જૂનાગઢ જેલથી મોરબી જેલ ખાતે ટ્રાન્સફર દરમિયાન કેદી ફરાર
મોરબીમાંથી કાચાકામનો એક કેદી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતા, ટંકારા પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જેલથી મોરબી જેલ ખાતે ટ્રાન્સફર દરમિયાન કાચા કામનો કેદી હરસુખ ઉર્ફે ચૂવી કાળુભાઈ વાઘેલા ફરાર થયો હતો. જૂનાગઢ પોલીસનું સરકારી વાહન ગરમ થતાં, મોરબી નજીક ખજુરા હોટલ પાર્કિગમાં વાહન રોક્યું હતું. તે દરમિયાન કાચાકામના કેદી હરસુખ એ ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જૂનાગઢ પોલીસ જાપ્તા સાથે ટોયલેટ કરવા ગયેલ કેદી, પોલીસનો હાથ છોડાવી ટોયલેટની દિવાલ કૂદી નાસી છૂટ્યો હતો. ટંકારા પોલીસ મથક ખાતે BNS 262 મુજબ ગુનો નોંધી કેદીને પકડવા તજવીજ હાથ ધરાઇ છે.
-
પહેલગામ આતંકી હુમલાના પીડિતોને ન્યાય મળશે, ન્યાય મળીને રહેશેઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના પ્રતિમાસ પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમમાં, શરૂઆતમાં જ પહેલગામ બૈસરન આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને પીડિત પરિવારને આશ્વાસન આપતા કહ્યું હતું કે, આતંકી હુમલાનો ભોગ બનેલાને ન્યાય મળશે, ન્યાય મળીને રહેશે.
-
પીઓકેમાં ડોક્ટરો અને નર્સો સ્ટેન્ડબાય પર
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, પીઓકેમાં નિયંત્રણ રેખા નજીક ઝેલમ ખીણ અને લીપા ખીણ જિલ્લામાં તમામ ડોકટરો, નર્સો, પેરામેડિક્સ અને એમ્બ્યુલન્સ ડ્રાઇવરોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.
-
ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારીને અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા ગોંડલના વિવિધ વિસ્તારમાં ફરશે
ગુજરાતના એક સમયે થયેલા પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયાએ, ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારીને આજે ગોંડલના વિવિધ વિસ્તારમાં ફરશે. સાથોસાથ શાપુરા મંદિર અને અક્ષર મંદિરે દેવદર્શન કરશે. આ ઉપરાંત ગોંડલ સ્થિત જયરાજસિંહ જાડેજાના ઘર આગળથી પણ તેઓ પસાર થઈ શકે છે. આ ઘટનાને ધ્યાને લઈને ગોંડલ પોલીસે સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
-
પહેલગામ આતંકીઓના સગડ મેળવવા NIA એ 60 સ્થળોએ પાડ્યા દરોડા, મહત્વપૂર્ણ જાણકારી મળી હોવાની વાત
પહેલગામ આતંકવાદી હુમલા બાદ સરકાર આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી રહી છે. હુમલાની તપાસ NIAને સોંપવામાં આવી છે. હુમલાખોર આતંકીઓના સગડ મેળવવા માટે NIAએ 60 સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં કેટલીક મહત્વપૂર્ણ જાણકારી મળી હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા, જેની જવાબદારી લશ્કર સાથે સંકળાયેલા TRF દ્વારા લેવામાં આવી છે. ગૃહ મંત્રાલયે દિલ્હીમાં સુરક્ષા કડક બનાવવાના નિર્દેશો પણ આપ્યા છે.
-
પાકિસ્તાને સીઝફાયરનો કર્યો ભંગ, નિયંત્રણ રેખા પર ગોળીબાર, ભારતે આપ્યો વળતો જવાબ
એક સંરક્ષણ અધિકારીએ શનિવારે (26 એપ્રિલ, 2025) જણાવ્યું હતું કે પાકિસ્તાને કાશ્મીર ખીણમાં નિયંત્રણ રેખા પર ગોળીબાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જોકે, ભારતીય સેનાએ આનો યોગ્ય જવાબ આપ્યો.
-
ઈરાનના સૌથી મોટા બંદર પર વિસ્ફોટ, 14 લોકોના મોત, 700 ઘાયલ
ઈરાનના મીડિયા અનુસાર, શનિવારે ઈરાનના સૌથી મોટા બંદર બંદર અબ્બાસ ખાતે એક પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા અને 700 થી વધુ ઘાયલ થયા, જે સંભવતઃ રાસાયણિક વિસ્ફોટને કારણે થયો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ, આ વિસ્ફોટમાં 14 લોકો માર્યા ગયા.
Reuters reports that, “A huge blast probably caused by the explosion of chemical materials killed at least 14 people and injured more than 700 on Saturday at Iran’s biggest port, Bandar Abbas, Iranian state media reported.” pic.twitter.com/uHODNFkLOJ
— ANI (@ANI) April 26, 2025
-
મુંબઈની ED ઓફિસમાં આગ લાગી
મુંબઈના બેલાર્ડ પિયર ખાતે આવેલી ED ઓફિસમાં સવારે આગ લાગી હતી. 12 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા. આગનું કારણ હજુ જાણી શકાયું નથી.
Maharashtra | A fire broke out in Mumbai’s ED office in Ballard Pier around 2:30 am. 12 fire engines rushed to the spot. The cause of the fire is not clear yet: Mumbai Fire Department
— ANI (@ANI) April 27, 2025
Published On - Apr 27,2025 7:21 AM