બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગરના 50 યાત્રાળુ જમ્મુમાં ફસાયા, રાજ્ય સરકારે શરૂ કર્યું રેસ્ક્યૂ ઓપરેશન, જાણો ફસાયેલા યાત્રિકોના નામ
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. પૂરને કારણે લગભગ 100 ઘરો નાશ પામ્યા હતા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 બંધ થઈ ગયો હતો. જેના કારણે અનેક ગુજરાતીઓ પણ ત્યાં ફસાઇ ગયા છે. ભૂસ્ખલનના પગલે ગુજરાતના બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાના અંદાજિત 50 યાત્રાળુઓ ફસાઈ ગયા છે. આ પ્રવાસીઓ એક ટૂરનાં ભાગરૂપે પાલનપુરથી જમ્મુ-કાશ્મીર યાત્રા પર ગયેલા હતા.

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. પૂરને કારણે લગભગ 100 ઘરો નાશ પામ્યા હતા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 બંધ થઈ ગયો હતો. જેના કારણે અનેક ગુજરાતીઓ પણ ત્યાં ફસાઇ ગયા છે. ભૂસ્ખલનના પગલે ગુજરાતના બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાના અંદાજિત 50 યાત્રાળુઓ ફસાઈ ગયા છે. આ પ્રવાસીઓ એક ટૂરનાં ભાગરૂપે પાલનપુરથી જમ્મુ-કાશ્મીર યાત્રા પર ગયેલા હતા.
સરકારની ત્વરિત કાર્યવાહી
ભારતીય સેનાએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. સેનાએ રસ્તો સાફ કરવાની કામગીરી શરૂ કરી છે અને 48 કલાકમાં ટ્રાફિક પુનઃસ્થાપિત થવાની અપેક્ષા છે. બીજી તરફ રાજ્ય સરકારને ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હરકતમાં આવ્યા છે. ગુજરાત સરકારનો ગૃહ વિભાગ જમ્મુ-કાશ્મીર સરકાર અને રામબન કલેક્ટર કચેરી સાથે સતત સંપર્કમાં છે.
રાજ્યના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી તત્કાલ સક્રિય થયા. તમામ યાત્રાળુઓ માટે રહેવા અને જમવાની યોગ્ય વ્યવસ્થા કરાઈ છે. હાલ તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે અને કોઈ જાનહાની થયી નથી.
ફસાયેલા મુસાફરો
- ગાંધીનગરના આશરે 30 યાત્રિકો
- પાલનપુર (બનાસકાંઠા)ના આશરે 20 યાત્રિકોનો સમાવેશ થાય છે.
- મહેસાણાના 3 યાત્રિક હોવાની માહિતી છે.
યાત્રાળુઓમાં પાલનપુર, જૂની નગરી, રૂપાલ, વડગામ અને જસલેણીના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. TV9 ગુજરાતી પાસે આ મુસાફરોના નામોની એક્સક્લુઝિવ લિસ્ટ પણ ઉપલબ્ધ છે.
હવામાનને લીધે રાત્રે રેસ્ક્યૂ શક્ય ન રહ્યું
ભૂસ્ખલનના સ્થળે રાત્રે અંધારું અને દુર્ઘટનાજનક વાતાવરણ હોવાને કારણે તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી શક્ય ન બની. જોકે, યાત્રાળુઓ માટે રાત્રે જમવાનું અને રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આજે યાત્રાળુઓનું રેસ્ક્યૂ કરાશે:
હવામાનની પરિસ્થિતિ અનુકૂળ રહે તે અનુસંધાને આજે તમામ યાત્રિકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવશે અને તેમને પરત લાવવામાં આવશે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ: ફસાયેલા લોકોને બહાર લાવવાના તમામ પ્રયત્નો ચાલુ છે. ગુજરાતનું ગૃહ વિભાગ જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગ સાથે સતત સંપર્કમાં છે. તમામ યાત્રાળુઓને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવશે, એ માટે સંપૂર્ણ સુનિશ્ચિતતા છે.”
જાણો ફસાયેલા ગુજરાતીઓના નામ
- ચંદ્રકાન્ત સાલ્વી, ઉંમર-62, પાલનપુર
- વાલીબેન સાલ્વી, ઉંમર-58, પાલનપુર
- દિગંતકુમાર પરમાર, ઉંમર-40, પાલનપુર
- હિન્દાબેન પરમાર, ઉંમર-36, પાલનપુર
- દિસંગ ધાર્વા, ઉંમર-8, પાલનપુર
- રેવા વણકર, ઉંમર-68, પાલનપુર
- રમિલા વણકર, ઉંમર-67, પાલનપુર
- રત્ના મકવાણા, ઉંમર-62, પાલનપુર
- ઈન્દિરા મકવાણા, ઉંમર-62, પાલનપુર
- કિરીટકુમાર મકવાણા, ઉંમર-60, પાલનપુર
- જ્યોત્સના મકવાણા, ઉંમર-58, પાલનપુર
- હિરલ વણસોલા, ઉંમર-18, પાલનપુર
- પ્રવિણ પરમાર, ઉંમર-65, પાલનપુર
- સચિન વણસોલા, ઉંમર-20, પાલનપુર
- કેતન વણસોલા, ઉંમર-30, પાલનપુર
- વસંત વણસોલા, ઉંમર-60, પાલનપુર
- વિનોદકુમાર ઓજી, ઉંમર-38, બનાસકાંઠા
- મનિષા ઓજી, ઉંમર-35, બનાસકાંઠા
- લક્ષ્મી પરમાર, ઉંમર-66, બનાસકાંઠા
- મયુર પરમાર, ઉંમર-34, બનાસકાંઠા
- ચંદ્રિકા પરમાર, ઉંમર-44, બનાસકાંઠા
- ડિમ્પલ કાપડીયા, ઉંમર-19, બનાસકાંઠા
- રજીબેન, ઉંમર-68, બનાસકાંઠા
- મિનલકુમાર ડાભી, ઉંમર-18, બનાસકાંઠા
- હેમન્દ્ર પરમાર, ઉંમર-60, બનાસકાંઠા
- ચંદ્રિકા પરમાર, ઉંમર-62, બનાસકાંઠા
- નાનજી પરમાર, ઉંમર-65, બનાસકાંઠા
- મણીબેન પરમાર, ઉંમર-61, બનાસકાંઠા
- હંસા સોલંકી, ઉંમર-65, ગાંધીનગર
- બળવંત સોલંકી, ઉંમર-70, ગાંધીનગર
- શિલ્પા સથવારા, ઉંમર-48, ગાંધીનગર
- મુકેશ સથવારા, ઉંમર-51, ગાંધીનગર
- ભરત સથવારા, ઉંમર-70, ગાંધીનગર
- કપિલા સથવારા, ઉંમર-62, ગાંધીનગર
- સુરેખા સથવારા, ઉંમર-52 , ગાંધીનગર
- હંસા સથવારા, ઉંમર-58, ગાંધીનગર
- ગણપત સથવારા, ઉંમર-58, ગાંધીનગર
- ઈશ્વર પરમાર, ઉંમર-64, ગાંધીનગર
- પુષ્પા પરમાર, ઉંમર-66, ગાંધીનગર
- બાબુલાલ સોલંકી, ઉંમર-65, ગાંધીનગર
- ઈશ્વર સોલંકી, ઉંમર-65, ગાંધીનગર
- પુષ્પા સોલંકી, ઉંમર-42, ગાંધીનગર
- હર્ષા સોલંકી, ઉંમર-45, ગાંધીનગર
- ચંચલબેન પરમાર, ઉંમર-65, ગાંધીનગર
- કપિલાબેન, ઉંમર-78, ગાંધીનગર
- રક્ષા મકવાણા, ઉંમર-40, મહેસાણા
- લીલા મકવાણા, ઉંમર-70, મહેસાણા
- વીણા મકવાણા, ઉંમર-65, મહેસાણા