આજનું હવામાન : ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગનું માનીએ તો આગામી બે દિવસ ગરમીમાં રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો આવી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગનું માનીએ તો આગામી બે દિવસ ગરમીમાં રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો આવી શકે છે. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. આકરી ગરમી વચ્ચે આગામી 2 દિવસ નાગરિકોને રાહતનો અનુભવ થશે. આજે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. તો દક્ષિણ ગુજરાત સિવાયના અન્ય તમામ જિલ્લાઓમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે જ હવામાન વિભાગે નાગરિકોને સતર્ક રહેવા માટે પણ અપીલ કરી છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં 40 ડિગ્રીથી વધારે મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આજે અમરેલી, બોટાદ, છોટાઉદેપુર, ખેડા, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, આણંદ, દાહોદ, જુનાગઢ, મહીસાગર, મહેસાણા, પાટણ, પંચમહાલ, તાપી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
આ ઉપરાંત ભાવનગર, ડાંગ, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, કચ્છ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

