કાનુની સવાલ : શું શિક્ષકો બાળકોને ઠપકો આપી શકે કે મારી શકે છે? જાણો શું છે કાનુન
અવાર-નવાર સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા હોય છે કે, જેમાં શિક્ષક બાળકોને માર મારતા જોવા મળે છે.જેમાં હોમવર્ક ન કરવું કે કોઈ અન્ય કારણો પણ હોય શકે છે. તો આજે આપણે આજે આને લઈ કાનુન શું કહે છે. તેના વિશે વિસ્તારથી વાત કરીએ.

ઘર પછી બાળકોનું બીજું ઘર શાળા હોય છે. વિદ્યાના મંદિરમાં શિક્ષકો દ્વારા બાળકોને સારા અને ખરાબની સમજ સાથે સારા ભવિષ્ય માટે જ્ઞાન આપવામાં આવે છે. હવે, જો આવી જગ્યાએ કોઈ વિદ્યાર્થી સાથે કંઈક ખરાબ કે ખોટું કરવામાં આવે છે, તો તે ઘણા પ્રશ્નો ઉભા કરે છે.

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો હતો, જેમાં એક બાળકને તેનું હોમવર્ક પૂર્ણ ન કરવા બદલ મારમારવામાં આવ્યો હતો. હવે બધાના મનમાં પ્રશ્ન ઉદભવે છે કે શું શાળામાં બાળકોની શિસ્ત અને સજા અંગે કોઈ પ્રકારની માર્ગદર્શિકા બનાવવામાં આવી છે? આવા કિસ્સા જોયા પછી, સામાન્ય રીતે લોકોના મનમાં ડર હોય છે કે આવી ઘટના તેમના બાળક સાથે બની શકે છે.

જો તમે પણ આ વર્ષે તમારા બાળકનું એડમિશન કે પછી તમારું બાળક શાળામાં અભ્યાસ કરી રહ્યું છે તો. આ નિયમો વિશે તમને જાણ હોવી જોઈએ.આજના આ લેખમાં અમે તમને શાળાઓમાં શિસ્ત અને સજા અંગે ભારતમાં માર્ગદર્શિકા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ભારતમાં શાળામાં શિક્ષકો બાળકોને ઠપકો આપી શકતા નથી કે મારપીટ કરી શકતા નથી. શારીરિક સજા અને માનસિક ત્રાસ બંને સખત પ્રતિબંધિત છે અને કાયદેસર રીતે પ્રતિબંધિત છે. શિક્ષણ અધિકાર અધિનિયમ, 2009 અને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની માર્ગદર્શિકા હેઠળ આને બાળકના અધિકારોનું ગંભીર ઉલ્લંઘન માનવામાં આવે છે.

ગંભીર કિસ્સાઓમાં, શિક્ષકો પર ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ફોજદારી કાર્યવાહી થઈ શકે છે,ભારતીય દંડ સંહિતાની કલમ 323/325 - સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવું અથવા ગંભીર ઈજા પહોંચાડવી. કિશોર ન્યાય એક્ટ, 2015 અનુસાર શિક્ષકો અને સંસ્થાઓને બાળકો પ્રત્યેની ક્રૂરતા માટે જવાબદાર ઠેરવે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. કાયદો એ કોઈપણ લેખિત અથવા પોઝિટિવ નિયમ અથવા રાજ્ય અથવા રાષ્ટ્રના અધિકાર હેઠળ નિર્ધારિત નિયમોનો સંગ્રહ છે. અહી ક્લિક કરો
